હંમેશા બધાની મજાક ઉડાવતા કપિલ શર્માને અક્ષય કુમારે એવું તો શું કહ્યું કે, બધાની સામે બોલતી થઈ બંધ

કપિલ શર્મા (Kapil Sharma) હંમેશા દરેકની મજાક ઉડાવતા જોવા મળે છે, પરંતુ તાજેતરમાં કપિલ શર્મા શોમાં અક્ષય કુમારે કપિલને કંઈક એવું કહ્યું કે જેનો જવાબ પણ તે આપી શક્યો નહીં.

હંમેશા બધાની મજાક ઉડાવતા કપિલ શર્માને અક્ષય કુમારે એવું તો શું કહ્યું કે, બધાની સામે બોલતી થઈ બંધ
Kapil Sharma and Akshay Kumar (File Photo)

કપિલ શર્માએ તાજેતરમાં અક્ષય કુમાર સાથે એક ફોટો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં અક્ષય કપિલના પગને સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે કપિલે લખ્યું કે, ‘મશહુર ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તેમની નવી ફિલ્મ “બેલ બોટમ” માટે આશીર્વાદ લઈ રહ્યા છે.’

કપિલની આ પોસ્ટ પર ચાહકો સાથે સેલેબ્સે (Celebrities) પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારે કપિલની આ પોસ્ટ પર અક્ષય કુમારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અક્ષયે પોસ્ટ કમેન્ટમાં કપિલને ટ્રોલ (Troll) કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

આપને જણાવી દઈએ કે, અગાઉ અક્ષય કુમારે કપિલને બેલ બોટમ (Bell Bottom) ફિલ્મ પર અભિનંદન આપતી વખતે ટ્રોલ કર્યો હતો. કપિલને બેલ બોટમ ફિલ્મ પર અભિનંદન આપતી વખતે ટ્વિટ કર્યું હતું કે, ખુબસુરત ટ્રેલર અક્ષય કુમાર પાજી, સમગ્ર ટીમને અભિનંદન અને મારી શુભેચ્છાઓ.

બાદમાં અક્ષયે કપિલને જવાબ આપ્યો હતો કે, ‘શો પર આવી રહ્યો છુ એ જાણીને તે શુભેચ્છાઓ મોકલી હતી, તે પહેલા નહીં. વધુમાં લખ્યું કે શો માં (Kapil Sharma Show) તારી ખબર લઈશ’

ઉલ્લેખનીય છે કે, આ મહિને કપિલ શર્મા શો ફરી આવી રહ્યો છે. આ શોનું ટીઝર (Teaser) થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું, જે બાદ ચાહકો શો જોવા માટે ઉત્સાહિત છે. આ સિઝનમાં કપિલની સાથે કૃષ્ણ અભિષેક, સુદેશ લેહરી, કિકુ શારદા, ચંદન પ્રભાકર, ભારતી સિંહ અને અર્ચના પૂરન સિંહ જોવા મળશે.

ધ કપિલ શર્મા શોના પ્રથમ મહેમાન અક્ષય બનશે

ધ કપિલ શર્મા શોના પહેલા એપિસોડના મહેમાન અન્ય કોઈ નહીં પણ અક્ષય કુમાર છે. અક્ષય કુમાર (Akshay Kumar), હુમા કુરેશી, વાણી કપૂર પોતાની ફિલ્મ બેલ બોટમના પ્રમોશન (Promotion) માટે શોમાં આવશે. જ્યારે પણ અક્ષય અને કપિલ ભેગા થાય છે ત્યારે દર્શકોને ખુબ મજા આવે છે. એટલું જ નહીં, અક્ષય એક માત્ર એવો અભિનેતા છે જે હંમેશા કપિલને ટ્રોલ (Troll) કરે છે અને તેની મજાક ઉડાવતો જોવા મળે છે.

 

આ પણ વાંચો: શું ખરેખર રજનીકાંત અને નીરજ ચોપરા વચ્ચે છે આ કનેક્શન ? રણવીર હુડ્ડાના ટ્વિટથી ફેન્સ થયા કનફ્યુઝ

આ પણ વાંચો: Bigg Boss OTT: શમિતા શેટ્ટી બિગ બોસના ઘરમાં ઘૂસવા માટે બોલી ખોટુ, મીડિયા રિપોર્ટથી થયો પર્દાફાશ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati