Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છૂટાછેડાના સમાચાર વચ્ચે, ઐશ્વર્યા-અભિષેકનો IIFAમાં ડાન્સ વીડિયો વાયરલ, એક્ટરે પત્ની અને દીકરી પર લુટાવ્યો પ્રેમ-Video

IIFA એવોર્ડ્સ દરમિયાન અભિષેક બચ્ચનનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઐશ્વર્યા અને આરાધ્યા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. IIFAનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

છૂટાછેડાના સમાચાર વચ્ચે, ઐશ્વર્યા-અભિષેકનો IIFAમાં ડાન્સ વીડિયો વાયરલ, એક્ટરે પત્ની અને દીકરી પર લુટાવ્યો પ્રેમ-Video
Aishwarya Abhishek dance video at IIFA
Follow Us:
| Updated on: Sep 30, 2024 | 9:50 AM

IIFA એવોર્ડ્સ દરમિયાન અભિષેક બચ્ચનનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ઐશ્વર્યા અને આરાધ્યા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. IIFAનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જેને જોઈને લોકો બચ્ચન પરિવારના આ ફેમસ કપલના વખાણ કરી રહ્યા છે. આ એવોર્ડ શો યાસ આઇલેન્ડ, અબુ ધાબીમાં પણ યોજાયો હતો જ્યાં અભિષેક બચ્ચન સ્ટેજ પરથી નીચે ઉતરીને પત્ની અને દીકરીના સામે ડાન્સ કરી રહ્યો છે જ્યા નીચે બેઠા બેઠા અભિષેકની સાથે ઐશ્વર્યા પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

અભિષેક બચ્ચનનો ઐશ્વર્યા સાથે ડાન્સ

IIFA એવોર્ડ્સ એ સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ છે જ્યાં સ્ટાર્સને તેમના કામ માટે સન્માનિત કરવામાં આવે છે. આ દરમિયાન અભિષેક બચ્ચનનો જે વીડિયો વાયરલ થયો છે તે આ વર્ષનો નથી પણ જૂનો છે. મળતી માહિતી મુજબ IIFA 2022નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ડાન્સ કરતા જોઈ શકો છો, તે પરફોર્મન્સની વચ્ચે સ્ટેજ છોડીને ત્યાં ધમાલ મચાવતો જોવા મળે છે. વીડિયોમાં અભિષેક દર્શકોની વચ્ચે પરફોર્મ કરતો જોઈ શકાય છે. દર્શકો પણ બચ્ચન પરિવાર માટે ચીયર કરતા જોવા મળે છે. આઇફાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિષેકના પ્રદર્શનનો વીડિયો પણ શેર કર્યો હતો.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

ઐશ્વર્યા-અભિષેક બચ્ચનનો થ્રોબેક વીડિયો

ઐશ્વર્યા રાય અને પુત્રી આરાધ્યા સાથે અભિષેક બચ્ચનના શાનદાર પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિષેકની તેના પરિવાર સાથે હિટ ગીત ‘તત્તડ તતડ’ પર ડાન્સ કરતો વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ડાન્સ કરતી વખતે, અભિષેક ઐશ્વર્યાની બાજુમાં બેઠેલી આરાધ્યાને ફ્લાઈંગ કિસ આપે છે અને તેની પત્ની પર પોતાનો પ્રેમ વરસાવે છે. અભિષેક તેના ડાન્સ પરફોર્મન્સ માટે ઓફ વ્હાઇટ કલરની શેરવાની પહેરીને જોવા મળે છે. આઈફા 2022 દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા 10 વર્ષની થઈ ગઈ.

g clip-path="url(#clip0_868_265)">