AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir-Alia Wedding Confirmed : આ મહિને થશે રણબીર-આલિયાના લગ્ન, મુંબઈના RK હાઉસમાં લેશે સાત ફેરા ?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષથી જ આ બંનેના લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા છે.

Ranbir-Alia Wedding Confirmed : આ મહિને થશે રણબીર-આલિયાના લગ્ન, મુંબઈના RK હાઉસમાં લેશે સાત ફેરા ?
Alia Bhatt and Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:17 AM
Share

Ranbir-Alia Wedding Confirmed : બોલિવૂડના ‘લવબર્ડ્સ’ રણબીર કપૂર  (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ  (Alia Bhatt) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હંમેશા પોતાના સંબંધોને મીડિયાની નજરથી દૂર રાખવાની કોશિશ કરનારા આ કપલે આખરે સાત ફેરા લેવાનું નક્કી કર્યું છે. જી હા….ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આલિયા અને રણબીર એપ્રિલ મહિનામાં લગ્નના બંધનમાં (Ranbir- Alia Wedding) બંધાશે. બંનેના લગ્ન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી સમારંભમાં થશે. છેલ્લા કેટલાક દિવસોથી આ લગ્નના ઘણા સમાચાર વાયરલ થઈ રહ્યા હતા. જો કે હજી સુધી આલિયા અને રણબીર દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

લગ્નની તૈયારીઓ શરૂ થઈ

અહેવાલોનુ માનીએ તો રણબીર અને આલિયાએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. તાજેતરમાં રણબીરની માતા નીતુ કપૂર સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોર પર જોવા મળી હતી અને મનીષ મલ્હોત્રા પોતે પણ તેના ઘરે ગયા હતા. એટલું જ નહીં, આલિયા અને રણબીરને પરિવાર દ્વારા તેમની ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ચેમ્બુરના RK હાઉસમાં થશે લગ્ન ?

કહેવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણબીર મુંબઈના ચેમ્બુર સ્થિત RK હાઉસમાં લગ્ન કરી શકે છે.તમને જણાવી દઈએ કે, કપૂર પરિવારનું ચેમ્બુરમાં જૂનું ઘર છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે કપૂર પરિવાર મુંબઈમાં જ લગ્નના ફંક્શન રાખવા માગે છે.

નીતુ કપૂરે રણબીરના લગ્નના આ સવાલનો આપ્યો રસપ્રદ જવાબ

થોડા દિવસો પહેલા પાપારાઝીએ પણ નીતુ કપૂરને આલિયા અને રણબીરના લગ્નને લઈને સવાલો પૂછ્યા હતા. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં તે કલર્સ ટીવીના ‘ડાન્સ દીવાને જુનિયર’ના સેટ પર જોવા મળી હતી. જ્યારે પાપારાઝીએ ‘પુત્રવધૂ ઘરે ક્યારે આવશે ?’ એવો પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. આ સવાલનો જવાબ આપતા નીતુ કપૂરે આકાશ તરફ આંગળી ચીંધી હતી.

આ પણ વાંચો : આલિયા ભટ્ટે પોતાને ‘ધ ડોગ’ અને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરને ‘ધ કેટ’ ગણાવ્યો, જાણો કારણ

આ પણ વાંચો : અભિનેત્રી મલાઈકા અરોરાનો થયો કાર અકસ્માત, મનસેના કાર્યકરોએ હોસ્પિટલ પહોંચાડી

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">