AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તડામાર તૈયારીઓ થઇ ગઈ છે શરુ, ફેશન ડિઝાઈનરનાં ઘરે વધ્યા ફેરા

સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે બહુ જલ્દી લગ્નના બંધને બંધાવા જઈ રહયા છે. બંને પરિવારો તરફથી લગ્નની ધમાકેદાર ખરીદી પણ શરુ કરી દેવામાં આવી છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તડામાર તૈયારીઓ થઇ ગઈ છે શરુ, ફેશન ડિઝાઈનરનાં ઘરે વધ્યા ફેરા
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 6:41 AM
Share

સુત્રોથી મળતી વિગતો અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor) & (Alia Bhatt) આ વર્ષે એપ્રિલ મહિનામાં સાત જન્મના સાત ફેરા લઈ શકે છે. બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં જોરદાર ચર્ચા છે કે રણબીર અને આલિયા એપ્રિલ 2022માં લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા રણબીર કપૂરની માતા નીતુ કપૂર (Neetu Kapoor) સેલિબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના (Manish Malhotra) સ્ટોર પર જોવા મળી હતી. આટલું જ નહીં, મનીષ નીતુ કપૂરના ઘરે પણ જોવા મળ્યો છે. આલિયાના ફેન્સ અત્યારે દ્રઢપણે માની રહ્યા છે કે, કપૂર પરિવાર તેમની પુત્રવધૂને ઘરે લાવવાની જોરશોરથી તૈયારી કરી રહ્યો છે.

અમે તમને જણાવી દઈએ કે, પહેલા એવા સમાચાર હતા કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે અને બંને આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્ન કરશે, પરંતુ હવે એવું જણાઈ રહ્યું છે કે આ સ્ટાર કપલ ઓક્ટોબરમાં નહીં પરંતુ આગામી મહિને એટલે કે એપ્રિલમાં લગ્ન કરશે.

રણબીર- આલિયાની આ તસવીર થઇ રહી છે ખુબ વાયરલ 

તાજેતરમાં સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફેશન ડિઝાઇનર બીના કન્નનને મળ્યા અને એક ફોટો માટે પોઝ આપ્યો હતો. જે જોયા બાદ તેમના ચાહકો કહી રહયા છે કે, વેડિંગ બેલ્સ બહુ જલ્દી વાગશે. ઇન્સ્ટાગ્રામ પર ફેશન ડિઝાઈનર બીનાએ આ બંને કલાકારો સાથેની એક તસવીર શેર કરી હતી, જેના કારણે ચાહકો અનુમાન કરી રહ્યા છે કે શું આ સ્ટાર કપલ ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે, બીના એક કંપનીની લીડ ડિઝાઇનર છે જે બ્રાઇડલવેરમાં નિષ્ણાત છે. ઇન્સ્ટાગ્રામ પર ગત શુક્રવારે શેયર કરાયેલા ફોટામાં, આલિયાએ ફ્લોરલ પ્રિન્ટવાળા સફેદ આઉટફિટમાં બીનાની બાજુમાં પોઝ આપ્યો હતો. તેણીએ તેના વાળ ઓપન રાખ્યા હતા. જયારે રણબીર કપૂર આલિયાની બાજુમાં નેવી બ્લુ શર્ટ અને ડેનિમમાં ફેશનેબલ લાગી રહ્યો હતો.

આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં એક ચાહકે લખ્યું, “શું લગ્નની ઘંટડીઓ વાગી રહી છે?” અન્ય વ્યક્તિએ કહ્યું, “તે લગ્નની ખરીદી જેવું લાગે છે.” અન્ય એક ચાહકે ટિપ્પણી કરી, ” લગ્ન ક્યારે છે?” અન્ય એક યુઝરે લખ્યું કે, ”આલિયા તારી આંખો ખુલ્લી રાખ.”

અમે તમને જણાવી દઈએ કે, આલિયા અને રણબીર વર્ષ 2017થી રિલેશનશિપમાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું હતું કે, “જ્યારે લોકો મને એક સતત પ્રશ્ન પૂછે છે કે – તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો? સૌપ્રથમ, તે કોઈનો મામલો નથી, અને બીજું, જો તમે મને પ્રામાણિકપણે પૂછો તો, લગ્ન એ મનની સ્થિતિ છે અને મારા સંબંધમાં હું જે શાંતિ અનુભવું છું તેના સંદર્ભમાં હું અનુભવું છું. હું પહેલેથી જ ત્યાં છું. તેથી, ચાલો આગળ વધીએ, અને જ્યારે પણ તે થવાનું છે, તે મારી ઇચ્છાઓ અને તેની ઇચ્છાઓ અનુસાર થશે. લગ્ન એ સમય લેતી બાબત છે.”

Alia Bhatt & Ranbir Kapoor At Bramhastra Movie Promotion Viral Image

Alia Bhatt & Ranbir Kapoor At Bramhastra Movie Promotion Viral Image 

તેણીએ આગળ ઉમેર્યું હતું કે, “જો તમે મને પ્રામાણિકપણે પૂછો કે હું ક્યારે લગ્ન કરીશ, તો સારું, મારા મગજમાં હું પહેલેથી જ તેની સાથે લગ્ન કરી ચૂકી છું. જ્યારે મેં તેને પહેલીવાર સ્ક્રીન પર જોયો ત્યારે તે જ દિવસે મેં નક્કી કર્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. ત્યારે હું એક મીઠી છોકરી હતી.

તાજેતરમાં, આલિયા અને રણબીર સાથે મળીને તેમની પ્રથમ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું અંતિમ શેડ્યૂલ પૂર્ણ કરવા વારાણસીમાં હતા. શૂટિંગ સ્થળેથી આ સ્ટાર કપલની કેટલીક તસવીરો વાયરલ થઇ હતી. એક તસવીરમાં આલિયા, રણબીર અને ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી વારાણસીના એક ઘાટ પર શૂટિંગ કરતા જોવા મળ્યા હતા.

અમે તમને જણાવી દઈએ કે, અયાન મુખરજી દ્વારા નિર્દેશિત, ફિલ્મ બ્રહ્માસ્ત્ર છેલ્લા સાત વર્ષથી નિર્માણમાં છે. તે આગામી તા. 09/09/2022ના રોજ સિનેમા થિયેટરોમાં પાંચ ભારતીય ભાષાઓ – હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. જેમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની પણ આ ફિલ્મનો એક ભાગ છે.

આ પણ વાંચો – રણવીર સિંહે દુબઈ એક્સ્પો ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કર્યો ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">