આલિયા ભટ્ટે પોતાને ‘ધ ડોગ’ અને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરને ‘ધ કેટ’ ગણાવ્યો, જાણો કારણ

લોકપ્રિય સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે બહુ જલ્દી લગ્નના બંધને બંધાવા જઈ રહયા છે. બંને પરિવારો તરફથી લગ્નની ધમાકેદાર ખરીદી પણ શરુ કરી દેવામાં આવી છે. તેમના લગ્નને લઈને દરરોજ નવા ખુલાસા જોવા મળી રહ્યા છે.

આલિયા ભટ્ટે પોતાને ‘ધ ડોગ’ અને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરને ‘ધ કેટ’ ગણાવ્યો, જાણો કારણ
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 02, 2022 | 5:00 PM

બોલિવૂડના (Bollywood) અત્યારે સૌથી ટ્રેંડિંગ સ્ટાર કપલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સમાં છવાયેલા છે. આજકાલ બોલિવુડમાં દરેક વ્યક્તિ તેમના લગ્નની ચર્ચા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,  આ લવબર્ડ્સ એપ્રિલમાં લગ્નના પવિત્ર બંધને જોડાશે, તેવી અટકળો થઈ રહી છે. જો કે, રણબીર કપૂરે આ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે બંનેને આશા છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે. હવે, તમામ ચર્ચાઓ વચ્ચે, આલિયાએ એક મુલાકાતમાં, રણબીર સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો છે.

જાણીતા ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં આલિયા ભટ્ટે પોતાને ‘ધ ડોગ’ અને તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરને ‘ધ કેટ’ ગણાવ્યો છે. “અમારા સંબંધમાં, તે બિલાડી છે, હું ડોગ છું… કેટલીકવાર હું ખૂબ જ ઉર્જા સાથે સવારે જાગી જાઉં છું અને રણબીર ત્યારે ઊંડા શ્વાસ લઈ રહ્યો હોય છે. તે ખૂબ જ શાંત સ્વભાવનો વ્યક્તિ છે, જ્યારે હું ખૂબ જ ચંચળ છું.”

આલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, તેણી સંપૂર્ણપણે રણબીર પર નિર્ભર છે. “તે મારા કરતા ઘણો શાંત છે, તેથી હું મારો શાંતિનો સમય તેની સાથે પસાર કરું છું.” જો વર્ક ફ્રન્ટ પર જોઈએ તો, આલિયા અને રણબીર બંનેની ફિલ્મોની રસપ્રદ લાઇનઅપ જોવા મળી રહી છે. આલિયાની તાજેતરમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થઈ છે, જે છે ગંગુબાઈ કાઠિયાવાડી અને RRR. આલિયા હવે આગામી સમયમાં બોયફ્રેન્ડ રણબીર સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. તે આગામી તા. 09/09/2022ના રોજ રિલીઝ થવાની છે.

અમે તમને જણાવી દઈએ કે, આલિયા પાસે રોકી ઔર રાની કી પ્રેમ કહાની, જી લે ઝરા અને ડાર્લિંગ્સ જેવી ફિલ્મો પણ છે. તદુપરાંત, તેણીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પર અભિનેત્રી ગેલ ગેડોટ અને જેમી ડોર્નન સાથે હાર્ટ ઓફ સ્ટોનમાં તેના હોલીવુડ ડેબ્યુની જાહેરાત કરી હતી.

બીજી તરફ રણબીર કપૂર પાસે શમશેરા ફિલ્મ છે. આ સિવાય તે સંદીપ વાંગા રેડ્ડીની એનિમલમાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે. રણબીર પાસે લવ રંજનની એક ફિલ્મ પણ છે, જેમાં તે શ્રદ્ધા કપૂર સાથે જોવા મળી શકે છે.

આ પણ વાંચો -Ranbir- Alia Wedding : નીતુ કપૂરે રણબીર આલિયાના લગ્ન વિશે કહી આ મોટી વાત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati