AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રી મલાઈકા અરોરાનો થયો કાર અકસ્માત, મનસેના કાર્યકરોએ હોસ્પિટલ પહોંચાડી

અભિનેત્રી મલાઇકા અરોરા હંમેશા ચર્ચાઓમાં બની રહેવા માટે જાણીતી છે. મલાઇકા તેની કીલર ફેશન સેન્સ અને હોટ જિમ આઉટફિટ્સના કારણે પાપરાઝીઓની પહેલી પસંદ છે.

અભિનેત્રી મલાઈકા અરોરાનો થયો કાર અકસ્માત, મનસેના કાર્યકરોએ હોસ્પિટલ પહોંચાડી
Malaika Arora (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:00 PM
Share

બોલિવુડની (Bollywood) જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાનો (Malaika Arora) આજ રોજ (02/04/2022) કાર અકસ્માત થયો છે. તેની કાર મુંબઈથી (Mumbai) નજીક આવેલા પનવેલ વિસ્તારમાં ક્રેશ થઈ છે. મલાઈકા અરોરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાજ ઠાકરેની પાર્ટી MNSના કાર્યકરોએ તેણીને હોસ્પિટલ ખસેડી છે. મુંબઈથી નજીક આવેલા પનવેલ વિસ્તાર પાસે ડ્રાઈવિંગ કરતી વખતે મલાઈકાના ડ્રાઈવરનું બેલેન્સ બગડતા તેણે કારને રાજ ઠાકરેની મીટિંગમાં હાજરી આપવા પૂણેથી જઈ રહેલા કાર્યકરોના ત્રણ વાહનો સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતને કારણે મલાઈકાની આંખોમાં ઈજા થઈ છે. અત્યારે મલાઈકાને નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

MNS કાર્યકરોએ મરાઠી ન્યૂઝ વેબસાઈટ લોકસત્તાને આ માહિતી આપી છે. MNS કાર્યકાર જયરાજ લાંડગેના જણાવ્યા અનુસાર, ‘અમે અમારી પાર્ટીના વડા રાજ ઠાકરેની બેઠકમાં હાજરી આપવા પુણેથી મુંબઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ પનવેલ નજીક મલાઈકા અરોરાની કારનું ડ્રાઈવરનું સંતુલન બગડી ગયું હતું અને MNS કાર્યકરોના ત્રણ વાહનો સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં મલાઈકાને આંખમાં ઈજા થઈ છે. અમે તેને નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાવી છે. મલાઈકાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ MNS પાર્ટીના કાર્યકરો મુંબઈ તરફ આગળ વધ્યા હતા.

MNS કાર્યકર્તાઓને દાદ મળી રહી છે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે સંકળાયેલા જનહિત સંગઠનના સેક્રેટરી જયરાજ લાંડગે અને તેમના સાથી કાર્યકરોએ તેમની મુસાફરી અધવચ્ચે જ અટકાવીને અને મલાઈકા અરોરાને સમયસર હોસ્પિટલ પહોંચાડવા બદલ જે માનવતા દાખવી તેના વખાણ થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ કાર્યક્રમ હોવા છતાં, તેમણે અકસ્માતમાં પ્રથમ વ્યક્તિ તરીકેની જવાબદારી લીધી, બાદમાં તેઓ તેમની પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા. તેમના આ માનવતાપૂર્ણ કામ બદલ તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સદનસીબે મલાઇકાને અકસ્માતને કારણે આંખના અંદરના ભાગે કોઈ ઈજા થઈ નથી. આ કારણે તેણી સારવાર કરાવ્યા બાદ જલ્દી સ્વસ્થ થઈ જશે, તેવું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો – વિશ્વ પ્રસિદ્ધ સિંગર સેલીના ગોમેઝ જોવા મળી ન્યુ હેર સ્ટાઇલમાં, લોકો થઈ રહ્યા છે ફીદા

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">