ઓહો! અજય દેવગણની OTT પર એન્ટ્રીની ફી અધધધ કરોડ, બન્યા સૌથી વધુ ફી લેનારા અભિનેતા

બોલિવૂડ અભિનેતા અજય દેવગણ OTT પર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. અહેવાલ અનુસાર આ વેબ સિરીઝ માટે અજયે અઢળક કરોડ રૂપિયાની ફી લીધી છે.

ઓહો! અજય દેવગણની OTT પર એન્ટ્રીની ફી અધધધ કરોડ, બન્યા સૌથી વધુ ફી લેનારા અભિનેતા
અજય દેવગણ
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 4:40 PM

બોલિવૂડ અભિનેતા અજય દેવગણ OTT પર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. અહેવાલ અનુસાર અજય પોતાના ડિજિટલ ડેબ્યૂ પ્રોજેક્ટ ‘રુદ્ર’ વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સિરીઝ બ્રિટિશ શો ‘લ્યુથર’ ની ઓફિશિયલ રિમેક છે. અને કહેવામાં આવી રહ્યું છે કે શોનું શૂટિંગ બે મહિના ચાલશે. જેમાં અજયની એક અલગ જ શૈલી જોવા મળશે. જો રિપોર્ટ્સનું માનીએ તો, અજયને આ ડિજિટલ પ્રોજેક્ટ માટે ફી તરીકે 125 કરોડ રૂપિયા મળશે. જો આવું થાય છે તો અજય ઓટીટીમાં પ્રવેશ કરનારા સૌથી મોંઘા અભિનેતા બની જશે.

સિરીઝનું શૂટિંગ શરુ

ખાનગી સમાચાર સંસ્થાના એક અહેવાલ અનુસાર અજય દેવગણ અને સ્ટાર નેટવર્ક વચ્ચે સારી મિત્રતા છે. આ જ કારણ છે કે તેની ફિલ્મ ‘ભુજ’ હોટસ્ટાર પર રજૂ થવાની છે. અભિનેતાએ આ નેટવર્ક સાથે સેટેલાઈટ અધિકારો માટેના સોદા પર પણ સહી કરી છે. જ્યારે અજયના ડિજિટલ ડેબ્યૂની વાત આવી, ત્યારે તેમણે લાંબો સમય લીધો નહીં અને સ્ટાર નેટવર્કને આ તક આપી. જો કે સૂત્રનું કહેવું છે કે અભિનેતાએ ડિજિટલ ડેબ્યૂ માટે વધારે ફી લીધી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દર એપિસોડના 2 કરોડ

અહેવાલ અનુસાર આ ડીલમાં અભિનય સાથે પ્રોમો શૂટ, સોશિયલ મીડિયા પ્રમોશન, રીયાલીટી શો પ્રમોશન દરેક વસ્તુ શામેલ છે. આ સિરીઝ માટે એક એપિસોડના 2 કરોડ અજયને મળશે.

સૌથી મોંઘા અજય

જો આ ફીના અહેવાલોને માની લઈએ તો અજય દેવગન ઓટીટી પ્લેટફોર્મના સૌથી મોંઘો સ્ટાર બની ગયા છે. તેમના પહેલા અક્ષય કુમારે એમેઝોન પ્રાઇમ વિડીયોના પ્રોજેક્ટ ‘ધ એન્ડ’ સાથે વર્ષ 2019 માં ડિજિટલ પ્રવેશની ઘોષણા કરી હતી. એક અહેવાલ મુજબ અજયને આ માટે 90 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

ગયા વર્ષના અંતમાં, રિતિક રોશનના ડિજિટલ એન્ટ્રીના સમાચાર આવ્યા હતા. એવું કહેવામાં આવતું હતું કે તે બ્રિટીશ મિનિ-સિરીઝ ‘ધ નાઇટ મેનેજર’ ના હિન્દી વર્ઝનથી તે ડિજિટલ પ્રવેશ કરશે. તેમને આ સિરીઝની ફી તરીકે 75 કરોડ ચૂકવવા અંગેની માહિતી બહાર આવી હતી. જોકે, હૃતિકની આ સિરીઝને લઈને હજી સુધી કોઈ લેટેસ્ટ અપડેટ આવી નથી.

આ પણ વાંચો: કેમ લોકો આજકાલ કૂલરમાં મૂકી રહ્યા છે માટલું? જાણો કેટલો કારગર છે આ આઈડિયા

આ પણ વાંચો: સ્વિસ બેંકોમાં ભારતીયોનું કાળું ધન વધીને થયું 20 હજાર કરોડ, મોદી સરકારે રિપોર્ટ વિશે આપ્યો આ જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">