કેમ લોકો આજકાલ કૂલરમાં મૂકી રહ્યા છે માટલું? જાણો કેટલો કારગર છે આ આઈડિયા

લોકોનું માનવું છે કે માટલું કૂલરમાં રાખવાથી કૂલરનું પાણી પણ ઠંડુ થઈ જશે. તેથી જ તેઓ કુલારમાં પાણી ભરેલા માટલાંને મુકે છે. અને તેમાં કૂલરનો પંપ મુકે છે.

કેમ લોકો આજકાલ કૂલરમાં મૂકી રહ્યા છે માટલું? જાણો કેટલો કારગર છે આ આઈડિયા
પ્રતિકાત્મક તસ્વીર

ઉનાળાની શરૂઆતથી ગરમી ખુબ વધી રહી છે. હવે ગરમી સાથે ક્યાંક ક્યાંક વરસાદ પણ થઇ રહ્યો છે. અને વરસાદના કારણે બફારો પણ ખુબ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં AC ધમધોકાર ચાલતા જોવા મળે છે. અને માધ્યમ વર્ગના લોકો કૂલરથી કામ ચલાવે છે. પરંતુ કેટલાક લોકો કૂલરથી વધુ ઠંડી હવા મેળવવા માટે તેની અંદર માટલું રાખવાનો પ્રયોગ કરી રહ્યા છે.

હા, હવે ઘણા લોકો માટલાને કૂલરમાં રાખી રહ્યા છે અને માને છે કે આ કરવાથી કૂલરની હવા વધુ ઠંડી આવે છે. યુટ્યુબ પર આવા વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આઈડીયાથી કૂલરની હવા વધુ ઠંડી થઈ જશે. ચાલો જાણીએ કે લોકો કૂલરમાં માટલાનો કેવી રીતે ઉપયોગ કરે છે અને આ પદ્ધતિ ખરેખર અસરકારક છે કે કેમ.

લોકોનું શું છે કહેવું?

લોકોનું માનવું છે કે માટલું કૂલરમાં રાખવાથી કૂલરનું પાણી પણ ઠંડુ થઈ જશે. તેથી જ તેઓ કુલારમાં પાણી ભરેલા માટલાંને મુકે છે. માટલામાં કૂલરનો પંપ મુકે છે. લોકો માને છે કે જ્યારે પંપ દ્વારા માટલાનું પાણી કૂલરના ઘાસમાં જાય છે, ત્યારે વધુ ઠંડી હવા આવે છે. આવા દાવા કરતા વિડીયો સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે.

શું છે લોજીક?

માટલામાં રાખેલું પાણી બાષ્પીભવનની પ્રક્રિયાને કારણે ઠંડુ થાય છે અને જેટલું વધુ બાષ્પીભવન થાય તેમ પાણી વધુ ઠંડુ થાય છે. માટીના વાસણમાં નાના છિદ્રો હોવાના કારણે અન્ય વાસણ કરતા તેમાં વધુ બાષ્પીભવન થાય છે. વાસણનું પાણી આ છિદ્રોમાંથી બહાર આવે છે અને બહારની ગરમીથી વરાળ તરીકે બાષ્પીભવન થાય છે. આને લીધે વાસણની અંદરનું તાપમાન ખૂબ ઓછું રહે છે. તેનાથી પાણી અંદરથી ઠંડુ થાય છે. ખાસ વાત એ છે કે જ્યારે વધુ ગરમી હોય ત્યારે બાષ્પીભવનની આ પ્રક્રિયા વધુ થાય છે.

શું છે સત્ય?

ઘણા વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કૂલરમાં માટલુ રાખવાથી હવા ઠંડી થાય છે. પરંતુ તેનાથી વિપરીત પણ વિડીયો છે જેમાં તાપમાન માપન કરતી મશીન દ્વારા જાણવા મળ્યું છે કે આ ક્રિયાથી હવા કેટલી ઠંડી થાય છે. ખરેખર ઘણા વિડીયોની તપાસમાં આ વાત બહાર આવી છે કે માટલાને કૂલરમાં રાખવાથી કોઈ ફરક પડતો નથી. તેમાં પહેલા જેવી જ હવા આવે છે.

 

આ પણ વાંચો: સ્વિસ બેંકોમાં ભારતીયોનું કાળું ધન વધીને થયું 20 હજાર કરોડ, મોદી સરકારે રિપોર્ટ વિશે આપ્યો આ જવાબ

આ પણ વાંચો: મોટી સફળતા: હવે આ સોફ્ટવેર જણાવશે કયા દર્દીને વેન્ટિલેટર અને આઈસીયુની જરૂર છે