Video : બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરે લીધો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

કોરોનાને નાથવા હાલ એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે. ત્યારે તાજેતરમાં અભિનેતા શક્તિ કપૂરે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો છે.

Video : બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરે લીધો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી
Actor shakti kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 3:38 PM

Viral : સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) સાથે જોડાયેલા લોકો સતત કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને ટાળવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને સલાહ આપવામાં આવી રહી છે. સાથે જ કોરોનાના વધતા જતા પ્રકોપને રોકવા માટે કોવિડ-19નો બૂસ્ટર શોટ (Booster Dose)પણ આપવામાં આવે છે. ત્યારે અભિનેતા શક્તિ કપૂરે(Shakti Kapoor) પણ કોવિડ-19નો બૂસ્ટર શોટ લીધો છે. અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે.

શક્તિ કપૂરે પણ કોવિડ-19નો બૂસ્ટર શોટ લીધો

69 વર્ષીય અભિનેતાએ તેનો બૂસ્ટર શોટ લગાવતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં આલિયા ભટ્ટ, શાહરૂખ ખાનની ફિલ્મ ડિયર જિંદગીની ‘લવ યુ ઝિંદગી’ સોંગ વાગી રહ્યુ છે. આ પછી અભિનેતા તેના મિત્રો સાથે ગિટારની ધૂન પર ‘ચાંદ છુપા બાદલ’ ટ્યુન કરતા જોવા મળે છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

જુઓ વીડિયો

અભિનેતા ધર્મેન્દ્રએ પણ બૂસ્ટર શોટ લેવાનો વીડિયો શેર કર્યો

અભિનેતા ધર્મેન્દ્રએ(  Dharmendra Deol)શક્તિ કપૂર પહેલા બૂસ્ટર શોટ લીધો હતો. આ માહિતી તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. વીડિયો શેર કરતાં 86 વર્ષીય અભિનેતાએ લખ્યું, “હું બૂસ્ટર લઈ રહ્યો છું, કંઈ થયું નથી. આ સાથે ધર્મેન્દ્રએ તેના તમામ ચાહકોને રસી લેવાની પણ અપીલ કરી હતી.

કોરોનાને નાથવા વેક્સિન રામબાણ ઈલાજ

તમને જણાવી દઈએ કે, આ બૂસ્ટર ડોઝ આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 2,68,833 લાખ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 402 લોકોના મોત થયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 4,85,752 પર પહોંચી ગયો છે. જ્યારે પોઝિટિવિટિ દર 14.7% થી વધીને 16.66% થયો. બીજી તરફ ઓમિક્રોનનો કહેર પણ યથાવત જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Aamir Khan પૂર્વ પત્ની કિરણની ફિલ્મને પ્રોડ્યૂસ કરશે , ધોબીઘાટ પછી ફરી એકવાર નિર્દેશનમાં વાપસી કરશે

g clip-path="url(#clip0_868_265)">