રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના બંધનમાં બંધાયા, અભિનેતાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

રાજકુમાર અને પત્રલેખા છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપમાં છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. રાજકુમાર ગમે તેટલા વ્યસ્ત હોય, પણ તે પત્રલેખા સાથે સમય વિતાવવાની તક ક્યારેય છોડતો નથી.

રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના બંધનમાં બંધાયા, અભિનેતાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી
Rajkumar Rao -Patralekhaa
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Nov 15, 2021 | 8:43 PM

બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવ (Rajkumar Rao) અને પત્રલેખા (Patralekhaa) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આ લગ્ન સમારોહમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

રાજકુમાર રાવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. ફોટો શેર કરતાં અભિનેતાએ લખ્યું કે, આખરે 11 વર્ષના પ્રેમ, મિત્રતા અને મસ્તી પછી મારી પાસે જે હતું તે બધા સાથે મેં લગ્ન કર્યા. મારો શ્રેષ્ઠ મિત્ર, મારો પરિવાર. આ ફોટોમાં રાજકુમાર રાવ સફેદ શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. પત્રલેખા લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તસવીરમાં રાજકુમાર રાવ પત્રલેખાની માંગમાં સિંદૂર ભરતા જોવા મળે છે.

પત્રલેખાએ પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

પત્રલેખા અને રાજકુમાર તેમની સગાઈમાં સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા. સફેદ આઉટફિટમાં બંને ખૂબ જ રોયલ લાગતા હતા. તેમના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. રાજકુમાર રાવે પત્રલેખાને પ્રપોઝ કર્યું હતું. જેના જવાબમાં પત્રલેખાએ તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. બંનેએ રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો. આ સેરેમનીમાં ફરાહ ખાન, હુમા કુરેશી, સાકિબ સલીમ સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. આ સમારોહના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

રાજકુમાર અને પત્રલેખા છેલ્લા 11 વર્ષથી રિલેશનશિપમાં છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. રાજકુમાર ગમે તેટલા વ્યસ્ત હોય, પણ તે પત્રલેખા સાથે સમય વિતાવવાની તક ક્યારેય છોડતો નથી. આજે પણ તે પત્રલેખાને પત્રો લખે છે. બંનેએ ‘સિટીલાઇટ’માં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો : Aamir Khan Spotted: કિરણ રાવથી છૂટાછેડા બાદ મોડી રાત્રે પહેલી પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યા ફોટો

આ પણ વાંચો : ‘બંટી ઔર બબલી 2’માં રાની મુખર્જીની એક્ટિંગ પર પુત્રી આદિરાની આવી હતી પ્રતિક્રિયા, અભિનેત્રીએ કહ્યું- મારા માટે ફિલ્મ…

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati