જાણો કોના પર લાગ્યા છે #MeTooના આરોપ અને શું આપી છે પ્રતિક્રયા ?, પ્રતિક્રિયા જાણી ચોંકી જશો !!!

#MeToo ટેગ 2017માં અમેરિકાથી વાાયરલ થયું હતું. જેમાં મહિલાઓએ પોતાની સાથે કામ કરવાના સ્થાન પર યૌન શોષણ અથવા બળાત્કાર કરવામાં આવ્યો હોવાના આરોપ લાગ્યો છે. કેટલીક મહિલાઓ પોતાની ઓળખ સાથે સામે આવી છે તો કેટલીક પોતાની ઓળખ ગુપ્ત રાખીને વાતો કરી છે. #MeToo મામલે ભારતમાં વર્ષ 2018માં સપ્ટેમ્બર મહિનામાં બૉલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર […]

જાણો કોના પર લાગ્યા છે #MeTooના આરોપ અને શું આપી છે પ્રતિક્રયા ?, પ્રતિક્રિયા જાણી ચોંકી જશો !!!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2018 | 5:12 AM

#MeToo ટેગ 2017માં અમેરિકાથી વાાયરલ થયું હતું. જેમાં મહિલાઓએ પોતાની સાથે કામ કરવાના સ્થાન પર યૌન શોષણ અથવા બળાત્કાર કરવામાં આવ્યો હોવાના આરોપ લાગ્યો છે. કેટલીક મહિલાઓ પોતાની ઓળખ સાથે સામે આવી છે તો કેટલીક પોતાની ઓળખ ગુપ્ત રાખીને વાતો કરી છે.

#MeToo મામલે ભારતમાં વર્ષ 2018માં સપ્ટેમ્બર મહિનામાં બૉલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ લગાવ્યો હતો. જે પછી તાજેતરમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ સામે આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાંથી ઘણાં પ્રખ્યાત અને શક્તિશાળી લોકોના નામ સામે આવ્યા છે.

આવો જાણીએ અત્યાર સુધીમાં કેટલાં પ્રખ્યાત લોકોના નામ #MeTooમાં સામે આવ્યા છે.11.jpg

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1. નવાઝુદ્દીન સિદ્દીકી કોણ છે ? :- બૉલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન પોતાના અભિનયના કારણે ઘણાં પ્રખ્યાત છે. કોણે લગાવ્યો આરોપ :- વર્ષ-2005માં મિસ ઇન્ડિયા અર્થ વિજેતા નિહારિકા સિંહએ નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપ લગાવ્યો છે કે 2009માં ફિલ્મ ‘મિસ લવલી’ દરમિયાન તેની છેડતી કરી હતી. શું આપ્યો જવાબ:- નવાઝુદ્દીને આ વાતને ખોટી ગણાવી છે.

10

2. નાના પાટેકર કોણ છે ? :- નાના પાટેકર પદ્મ શ્રી એવોર્ડ વિજેતા અને બૉલિવૂડમાં પોતાના અભિનયથી છાપ છોડનાર કલાકાર પર તનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યો હતો. કોણે લગાવ્યો આરોપ:-2004માં મિસ ઇન્ડિયા યુનિવર્સ રહી ચુકેલી તનુશ્રીએ 2008માં ફિલ્મ હૉન ઓકે પ્લીઝમાં નાના પાટેકરે તેની સાથે છેડતી કરી હોવાનો આરોપ લાગાવ્યો હતો. શું આપ્યો જવાબ:-નાનાએ 8 ઓક્ટબોરના પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 10 વર્ષ જૂની વાત છે અને તે મામલે ત્યારે જ જવાબ આપ્યો છે. આ વાત એકદમ ખોટી છે.

8.jpg

3. આલોક નાથ કોણ છે ? :- ‘સંસ્કારી’ પિતાની ઓળખ ધરાવતાં આલોક નાથ પર અત્યાર સુધીમાં ચાર આરોપ લાગ્યા છે. કોણે લગાવ્યો આરોપ:- લેખક અને નિર્માતા વિંતા નંદાએ 19 વર્ષ જુના મામલે આરોપ લગાવ્યો હતો. જો કે તેમને પોતાની સોશ્યિલ મીડિયા પોસ્ટમાં નામ લખ્યું ન હતું પરંતુ ‘સંસ્કારી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે પછી અભિનેત્રી સંધ્યા મૃદુલા અને અભિનેત્રી દીપિકા અમીને આરોપ લગાવ્યો છે. શું આપ્યો જવાબ:- આલોક નાથે આરોપને નાકાર્યા છે અને કહ્યું કે, મારી ઇમેજ ખરાબ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. આલોકે વિંતા સામે કેસ કરવાની પણ વાત કરી છે.

91.jpg

4. એમ જે અકબર કોણ છે ? :- કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સાંસદ એમ જે અકબર પ્રથમ હરોળના પત્રકાર રહી ચુક્યા છે. ઇન્ડિયા ટુડે, ધી સન્ડે ગાર્જિયન, ધી ટેલીગ્રાફ જેવી સંસ્થાનોમાં પત્રકાર તરીકે કામ કર્યું છે. કોણે લગાવ્યો આરોપ :- અકબર પર પત્રકાર ગઝાલા વહાબ અને પ્રિયા રમાનીએ આરોપ લગાવ્યા છે. આ ઉપરાંત કનિકા ગહલોત અને સુપર્ણા શર્માએ પણ આરોપ લગાવ્યા છે. શું આપ્યો જવાબ :- એમ જે અકબરે પોતાની કોઇ પણ પ્રતિક્રિયા આપી ન હતી અને કોર્ટમાં કેસ કરવાની વાત કરી હતી. જો કે તેમને વિદેશ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

7.jpg

5. કૈલાશ ખેર કોણ છે ? :-ગાયક અને મ્યૂઝિક કમ્પોઝર કૈલાશ ખેર ઘણી ભારતીય ભાષાઓમાં ગીત ગાઇ ચુક્યા છે. જેને 4 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. કોણે લગાવ્યો આરોપ :- મહિલા ફોટો જર્નાલિસ્ટ નતાશા હોમરજાનીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જે પછી ગાયિકા સોના મહાપાત્રાએ પણ આરોપ લગાવ્યા છે. શું આપ્યો જવાબ :- કૈલાશે છેડછાડના આરોપ ખોટાં ગણાવ્યા અને નતાશાના અંગે કહ્યું કે, તેમની આ પ્રકારની કોઇ જ ઇચ્છા ન હતી, પણ જો ભૂલ થઇ હશે તો હું તેની માફી માગુ છું.

6.jpg

6. વિકાસ બહલ કોણ છે ? :-દિગ્દર્શક, નિર્માતા અને સ્ક્રીન રાઇટર છે. ક્વીન જેવી ફિલ્મના દિગ્દર્શક રહી ચુક્યા છે. કોણે લગાવ્યો આરોપ :- અભિનેત્રી કંગનાએ આરોપ લગાવ્યા હતો. જે પછી વિકાસની એક સહકર્મી અને ક્વિન ફિલ્મની અભિનેત્રી નયની દીક્ષિતે પણ આરોપ લગાવ્યો હતો. શું આપ્યો જવાબ :- વિકાસે લાંબા સમય સુધી મૌન રાખ્યું હતું. જે પછી અનુરાગ અને વિક્રમાદિત્યા પર તેની છાપ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.

52.jpg

7. સાજીદ ખાન કોણ છે ? :-દિગ્દર્શક અને સ્ક્રિપ્ટ રાઇટર છે. હૈ બેબી અને હાઉસફુલ સીરિઝની ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુક્યા છે. કોણે લગાવ્યો આરોપ :- પત્રકાર કરિશ્મા ઉપાધ્યાયે આરોપ લગાવ્યો છે. તે ઉપરાંત અભિનેત્રી સલોની ચોપડા અને રેચેલ વાઇટે પણ તેના પર આરોપ લગાવ્યો છે. શું આપ્યો જવાબ :- સાજિદે પોતાના પર આરોપ ખોટાં ગણાવ્યા અને કહ્યું કે, જ્યાં સુધી કંઇ સાબિત ન થાય ત્યાં સુધી દિગ્દર્શના કામથી અલગ રહીશ. સત્ય સામે આવી ને જ રહેશે.

4

8. પીયૂષ મિશ્રા કોણ છે ? :-અભિનેતા લેખક, ગાયક અને મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રખ્યાત પીયૂષ મિશ્રાએ ગેંગ્સ ઓફ વાસેપુર અને ગુલાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કોણે લગાવ્યો આરોપ :- ગુજરાતી પત્રકાર કેતકી જોષીએ પીયૂષ મિશ્રા પર આરોપ લગાવ્યો હતો. જે 2014ની ઘટના હોવાનું પોતાની સોશ્યિલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું. શું આપ્યો જવાબ :- પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે, હું કદાચ દારૂના નશામાં હોઇશ અને તેથી ભૂલ થઇ હોય શકે. હું મહિલાની માફી માંગુ છું.

31.jpg

9. અનુ માલિક કોણ છે ? :-મ્યૂઝિક કમ્પોઝર અને ગાયક અનુ મલિક. જે ઇન્ડિયન આઇડલ કાર્યક્રમમાં જ્જ તરીકે રહી ચુક્યા છે. કોણે લગાવ્યો આરોપ :- ગાયિકા શ્વેતા પંડિતે અનુ મલિક પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ ગાયિકા સોના મહાપાત્રાએ પણ આરોપ લગાવ્યો છે. શું આપ્યો જવાબ :- અનુ મલિકને ઇન્ડિય આઇડલના જ્જ તરીકે હટાવવામાં આવ્યા હતા. જે પછી તેમને આ વાત નકારી છે.

untitled-design-1.jpg

10. રજત કપૂર કોણ છે ? :-અભિનેતા, દિગ્દર્શક અને લેખક છે. ભેજા ફ્રાય, આંખો દેખી, કપૂર એન્ડ સન્સ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. કોણે લગાવ્યો આરોપ :- બે મહિલા મહિલા પત્રકારો તેના પર આરોપ લગાવ્યો છે. જેમના નામ સામે આવ્યા ન હતા. જે પછી એક મહિલાએ પણ રજત પર આરોપ લગાવ્યા છે. શું આપ્યો જવાબ :- રજત કપૂરે આ મામલે કહ્યું કે, હું મારા જીવનમાં સારી વ્યક્તિ બનવા માટેના પ્રયત્ન કરી રહ્યું છું. જો કોઇને મારી વાતોથી કે મારી હરકતોથી હેરાનગતિ થઇ હશે તો હું માફી માગું છું.

આ ઉપરાંત ચેતન ભગત, દિગ્દર્શક લવ રંજન, વિવેક અગ્નિહોત્રીથી લઇ ગાયક રઘુ દીક્ષિત, કોમેડિય ઉત્સવ ચક્રવર્તી, વરૂણ ગ્રોવર જેવા નામો સામે આવી ચુક્યા છે.

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">