AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ અભિનેતાને લોકો ‘ઓટો ડ્રાઈવર’ કહેતા, આજે રહે છે 150 કરોડના ઘરમાં, જાણો કોણ છે આ અભિનેતા?

કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સેટ પર ક્રૂ મેમ્બર્સ તેની મજાક ઉડાવતા અને ઓટો ડ્રાઈવર કહેતા હતા. હવે એ જ અભિનેતા સુપરસ્ટાર બની ગયો છે અને 150 કરોડ રૂપિયાના ભવ્ય મહેલમાં રહે છે.

આ અભિનેતાને લોકો 'ઓટો ડ્રાઈવર' કહેતા, આજે રહે છે 150 કરોડના ઘરમાં, જાણો કોણ છે આ અભિનેતા?
| Updated on: Apr 11, 2025 | 7:43 PM
Share

આ એક એવો અભિનેતા કે જેણે માત્ર 19 વર્ષની ઉંમરે જ અભિનયમાં પોતાનો પગ જમાવ્યો. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં સેટ પર ક્રૂ મેમ્બર્સ તેની મજાક ઉડાવતા અને ઓટો ડ્રાઈવર કહેતા હતા. હવે એ જ અભિનેતા સુપરસ્ટાર બની ગયો છે અને 150 કરોડ રૂપિયાના ભવ્ય ઘરમાં રહે છે. સાઉથના દિગજ્જ અભિનેતા ધનુષની વાત કરીએ તો, લોકો તેમના દેખાવને લઈને તેમની મશ્કરી કરતા હતા. જો કે, ધનુષે તેની માલામાલ એક્ટિંગથી ભલભલાના મોં બંધ કરી નાખ્યા.

‘થુલ્લુવધો ઈલામાઈ’થી ડેબ્યૂ કર્યું

ધનુષના ઘરમાં શરૂઆતથી જ ફિલ્મી વાતાવરણ હતું, કારણ કે તેના પિતા કસ્તુરી રાજા એક અભિનેતા અને દિગ્દર્શક છે. પોતાના પિતાના પગલે ચાલીને ધનુષે વર્ષ 2002માં ફિલ્મ થુલ્લુવાધો ઇલામઈથી પોતાના અભિનયની શરૂઆત કરી. આ ફિલ્મનું દિગ્દર્શન ધનુષના પિતાએ જ કર્યું હતું અને 19 વર્ષની વયે જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું.

View this post on Instagram

A post shared by Dhanush (@dhanushkraja)

લોકો ઓટો ડ્રાઈવર કહીને તેની ફિરકી લેતા

2015માં પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં ધનુષે 2003માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘કાધલ કોંડેન’ વિશે વાત કરી હતી. ધનુષે કહ્યું હતું કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેના લુકની મજાક ઉડાવવામાં આવી હતી. ક્રૂ મેમ્બર્સ તેને ઓટો ડ્રાઈવર કહેતા હતા. ધનુષ આ બાબતોથી ખૂબ જ નારાજ થયો અને તેનું મન તૂટી ગયું. આ પછી તે પોતાની કારમાં બેસીને કલાકો સુધી રડતો રહ્યો. સમય જતાં-જતાં તેણે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી અને પોતાના અભિનયથી ટીકાકારોના મોં બંધ કરી નાખ્યા.

150 કરોડની કિંમતનું ઘર અને 230 કરોડની કુલ સંપત્તિ

પોતાના લુક અંગે મજાક સહન કરનાર ધનુષ આજે દક્ષિણના સૌથી સફળ અભિનેતાઓમાંનો એક છે. સૂત્રો મુજબ, ધનુષની કુલ સંપત્તિ 230 કરોડ રૂપિયાની છે તેવું કહેવાય છે. ચેન્નઈના પોઈસ ગાર્ડન વિસ્તારમાં તેનું 150 કરોડ રૂપિયાનું ઘર છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">