Uttar pradesh assembly election 2022: ભાજપે સ્ટાર પ્રચારક તરીકે PM મોદી સહિત 30 નેતાઓની યાદી કરી જાહેર
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગાયબ છે. આ સિવાય વરુણ ગાંધી, મેનકા ગાંધીના નામ પણ પ્રચારકોની યાદીમાં સામેલ નથી.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar pradesh assembly election 2022) માટે ભાજપે સ્ટાર પ્રચારકોની (Star campaigner) યાદી જાહેર કરી છે. પાર્ટીએ પીએમ મોદી (PM Modi) સહિત 30 નેતાઓની યાદી જાહેર કરી છે. આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે, ભાજપે બુધવારે 30 નેતાઓની યાદી જાહેર કરી છે, જેઓ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પીએમ મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા (Party President JP Nadda), રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), સીએમ યોગી આદિત્યનાથ, પાર્ટી સાંસદ હેમા માલિની સહિત લગભગ 30 બીજેપી નેતાઓ ચૂંટણીના પહેલા તબક્કાના ઉમેદવારો માટે પ્રચાર કરશે.
આ સિવાય બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, યુપી બીજેપી ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનનો પણ સમાવેશ યાદીમાં કર્યો છે, જેઓ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ, યુપીના પ્રભારી રાધા મોહન સિંહ, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન પણ પ્રચાર કરશે.
સ્ટાર પ્રચારકોની યાદીમાંથી અજય મિશ્રા ટેની, મેનકા ગાંધી અને વરુણ ગાંધીના નામ ગાયબ ટોચના પ્રચારકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગી અને હેમા માલિનીનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગાયબ છે. આ સિવાય વરુણ ગાંધી, મેનકા ગાંધીના નામ પણ પ્રચારકોની યાદીમાં સામેલ નથી.
મથુરાના સાંસદ હેમા માલિની પણ પ્રચાર કરશે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં મથુરાના સાંસદ હેમા માલિનીનું નામ પણ સામેલ છે. આ સિવાય યુપીના પરિવહન મંત્રી અશોક કટારિયા, સુરેન્દ્ર નાગર, જનરલ વીકે સિંહ, ચૌધરી ભૂપેન્દ્ર સિંહ, બીએલ વર્મા, રાજવીર સિંહ, એસપી સિંહ બઘેલ, સાધ્વી નિરંજન જ્યોતિ, કાંતા કર્દમ પણ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. બીજી તરફ રજનીકાંત મહેશ્વરી, મોહિત બેનીવાલ, ધર્મેન્દ્ર કશ્યપ, જેપીએસ રાઠોડ અને ભોલા સિંહ ખટીક, જસવંત સૈની પણ પ્રચાર કરશે.
BJP releases a list of 30 leaders who will campaign for the party’s candidates in the first phase of the upcoming #UttarPradeshElection2022
PM Modi, party chief JP Nadda, Defence Minister Rajnath Singh, HM Amit Shah, CM Yogi Adityanath, party MP Hema Malini & others to campaign. pic.twitter.com/w0IKkHkQZ6
— ANI (@ANI) January 19, 2022
આ પણ વાંચોઃ
Uttar Pradesh Election: મુલાયમ સિંહ યાદવના ઘરમાં ગાબડું, પુત્રવધૂ Aparna Yadav જોડાઈ ભાજપમાં
આ પણ વાંચોઃ