Uttar Pradesh Election: મુલાયમ સિંહ યાદવના ઘરમાં ગાબડું, પુત્રવધૂ Aparna Yadav જોડાઈ ભાજપમાં

મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ ગઈ છે. અપર્ણા સપા સુપ્રીમો મુલાયમના નાના પુત્ર પ્રતીકની પત્ની છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર હતા.

Uttar Pradesh Election: મુલાયમ સિંહ યાદવના ઘરમાં ગાબડું, પુત્રવધૂ Aparna Yadav જોડાઈ ભાજપમાં
Aparna Yadav Joins BJP
Follow Us:
Hemendrasinh Umat
| Edited By: | Updated on: Jan 19, 2022 | 11:52 AM

મુલાયમ સિંહ યાદવની(Mulayam Singh Yadav) પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં(Aparna Yadav joins BJP) જોડાઈ ગઈ છે. અપર્ણા સપા સુપ્રીમો મુલાયમના નાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર હતા. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે અપર્ણા યાદવે કહ્યું કે હું હંમેશા ભાજપની વિચારધારાથી પ્રભાવિત રહી છું. યાદવે કહ્યું કે હું વડાપ્રધાન, સીએમ યોગી આદિત્યનાથ(Yogi Adityanath), ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત તમામ પદાધિકારીઓનો આભાર માનું છું. હું મારી ક્ષમતા મુજબ જેટલું થઈ શકશે તે તમામ કામ કરીશ. અપર્ણાએ કહ્યું કે મારા માટે રાષ્ટ્ર ધર્મ સૌથી ઉપર છે અને હવે હું રાષ્ટ્ર માટે કામ કરવા જઈ રહી છું.

બીજી તરફ કેશવ પ્રસાદ મૌર્યએ આ પ્રસંગે કહ્યું કે અખિલેશ યાદવ પોતાનું જ ઘરમાં સંભાળવામાં નિષ્ફળ છે. હું આ પ્રસંગે વધુ કંઈ કહેવા માંગતો નથી. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ અમારી તમામ યોજનાઓનો શ્રેય લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેણે હજુ સુધી પોતાની સીટ જાહેર નથી કરી. મૌર્યએ કહ્યું કે ભાજપે પહેલી જ યાદીમાં મારી અને સીએમ યોગી આદિત્યનાથની સીટની જાહેરાત કરી છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે તેમણે વિકાસ કર્યો છે. જો તેમનો આટલો વિકાસ થયો છે, તો પછી તેમને સુરક્ષિત બેઠક શોધવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડયા પછી પણ તેઓ આટલો સમય લઈ રહ્યા છે.

સ્વામી પ્રસાદ મૌર્ય સહિત એક ડઝનથી વધુ ધારાસભ્યો ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ આ પગલું ભાજપ દ્વારા પલટવાર તરીકે જોવામાં આવી રહ્યું છે. ભાજપે હવે મુલાયમ પરિવારમાં ગાબડું પાડી દીધું છે. યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ઘણા લોકો ભાજપમાં જોડાવા માંગે છે. આ ક્રમમાં અપર્ણા યાદવ પણ ભાજપમાં જોડાઈ ગઈ છે.

2017માં લખનૌ કેન્ટમાંથી ચૂંટણી લડી હતી

અપર્ણા યાદવ મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. અપર્ણાએ 2017માં લખનૌ કેન્ટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ ભાજપના રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અપર્ણા ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી.

આ પણ વાંચો:

Uttar pradesh assembly election 2022: અખિલેશ યાદવ લડશે ચૂંટણી, આઝમગઢની ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં

આ પણ વાંચો:

UP Assembly Election: BJP આજે 160 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે, CECની બેઠકમાં વાગશે મહોર

g clip-path="url(#clip0_868_265)">