AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા સ્વામી પ્રસાદ મોર્યની વિરૂદ્ધ જાહેર થયું ધરપકડ વોરંટ, જાણો સમગ્ર વિગત

ભાજપમાંથી રાજીનામું આપનારા યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ આજે સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની વાત કહી.

Uttar Pradesh: યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા સ્વામી પ્રસાદ મોર્યની વિરૂદ્ધ જાહેર થયું ધરપકડ વોરંટ, જાણો સમગ્ર વિગત
Swami Prasad Maurya (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 5:36 PM
Share

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) પહેલા યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા સ્વામી પ્રસાદ મોર્ય (Swami Prasad Maurya)ની વિરૂદ્ધ એમપી-એમએલએ કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યુ છે. 2014થી જોડાયેલા એક કેસમાં તેમની વિરૂદ્ધ આ વોરંટ જાહેર થયું છે. કેસ મામલે સુલ્તાનપુરની કોર્ટે (Sultanpur court) તેમને આગામી 24 જાન્યુઆરી સુધી હાજર થવાનો આદેશ આપ્યો છે.

સમગ્ર મામલો વર્ષ 2014નો છે. જ્યારે સ્વામી પ્રસાદ મોર્યએ હિન્દુ દેવી દેવતાઓ પર આપતિજનક ટિપ્પણી કરી હતી. આ કેસને લઈ બુધવારે પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મોર્યને કોર્ટમાં હાજર થવાનું હતું પણ તે હાજર ના થયા. જેના કારણે એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ એમપી-ધારાસભ્યએ આરોપી પૂર્વ શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય સામે અગાઉ જાહેર કરાયેલ ધરપકડ વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. હવે સ્વામી પ્રસાદ મોર્યને આગામી 24 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

14 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટીમાં થશે સામેલ

ભાજપમાંથી રાજીનામું આપનારા યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ આજે સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની વાત કહી. મોર્યએ કહ્યું કે હું 14 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યો છું. મારી પાસે કોઈ નાના કે મોટા રાજનેતાનો ફોન નથી આવ્યો.

એક ડઝનથી વધારે ધારાસભ્ય ભાજપ છોડવાની તૈયારીમાં: મોર્ય

ત્યારે સમાજવાદી પાર્ટીમાં સામેલ થનારા સ્વામી પ્રસાદ મોર્યએ દાવો કર્યો છે કે રાજ્યમાં એક ડઝનથી વધારે ધારાસભ્ય ભાજપ છોડવાની તૈયારીમાં છે અને ઝડપી જ તે ભાજપ છોડી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. એક તરફ યોગી સરકારના મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા દારા સિંહ ચૌહણ પણ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી.

ટિકિટ વહેંચણીને લઈને મંગળવારે દિલ્હીમાં BJPની મહત્વની બેઠક યોજાઈ હતી

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જીતનો દાવો કરી રહ્યા છે અને તેના માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે મોટાભાગના પક્ષો આ સપ્તાહના અંત સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. રાજ્યની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે ​​દિલ્હીમાં ટિકિટ વહેંચણીને લઈને બેઠક બોલાવી હતી. 

આ પણ વાંચો: UP Assembly Election: BJP કોર ગ્રૂપની બેઠક 10 કલાક ચાલી, 170 ઉમેદવારોના નામ પર ચર્ચા, અમિત શાહ આજે ફરી બેઠકમાં હાજરી આપશે

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાયદાઓમાં સુધારો કરવા માટે સાંસદો સહિત અન્ય હિતધારકો પાસેથી માંગ્યા સૂચનો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">