કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાયદાઓમાં સુધારો કરવા માટે સાંસદો સહિત અન્ય હિતધારકો પાસેથી માંગ્યા સૂચનો
શાહે જણાવ્યુ હતુ કે, સંસદ લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભોમાંનું એક છે અને કાયદા ઘડતરની પ્રક્રિયામાં સંસદ સભ્યોની મહત્વની ભૂમિકા હોવાથી, ફોજદારી કાયદાઓમાં વ્યાપક સુધારાની આ કવાયતમાં તેમના સૂચનો પણ મહત્વના છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય દંડ સંહિતા, CrPC અને ભારતીય પુરાવા અધિનિયમમાં સૂચિત સુધારા અંગે સંસદના સભ્યો (Members of Parliament), ભારતના મુખ્ય ન્યાયાધીશ, (Chief Justice) ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના મુખ્ય પ્રધાન, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક, બાર કાઉન્સિલ અને કાયદા યુનિવર્સિટીઓને અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો માગ્યા છે.
સાંસદો અને અન્ય હિતધારકોને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ (Home Minister Amit Shah) કહ્યું કે, ભારતીય લોકશાહીના સાત દાયકાના અનુભવમાં ફોજદારી કાયદાઓ, ખાસ કરીને આઈપીસી 1860, ફોજદારી પ્રક્રિયાની સંહિતા (CRPC) 1973 અને ભારતીય પુરાવાઓની વ્યાપક સમીક્ષાની આવશ્યકતા છે. અધિનિયમ 1872 અને તેને લોકોની સમકાલીન જરૂરિયાતો અને આકાંક્ષાઓ અનુસાર ફેરફાર કરવાની જરૂર જણાય છે.
ભારત સરકાર કેન્દ્રિત કાનૂની માળખું બનાવવા માગે છે : શાહ
અમિત શાહે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના તેના મંત્ર સાથે ભારતના તમામ નાગરિકોને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉપરાંત તેણે કહ્યુ કે, આ બંધારણીય અને લોકશાહી(Democracy) આકાંક્ષાઓને આધારે સરકારે ફોજદારી કાયદાના માળખામાં વ્યાપક ફેરફારો કરવાનો નિર્ણય કર્યો છે.
હિતધારકોની ભાગીદારીથી જ આ સફળ થઈ શકશે
ભારત સરકાર દ્વારા ફોજદારી ન્યાય પ્રણાલીમાં નમૂનારૂપ પરિવર્તન લાવવાનો આ પ્રયાસ વાસ્તવમાં જનભાગીદારીની જ એક કવાયત હશે, જે તમામ હિતધારકોની ભાગીદારીથી જ સફળ થઈ શકે છે.ગૃહ પ્રધાને જણાવ્યુ હતુ કે તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ, (Chief Justice) ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના મુખ્ય પ્રધાન, કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક, બાર કાઉન્સિલ અને કાયદા યુનિવર્સિટીઓને તેમના સૂચનો મોકલવા વિનંતી કરી છે.
સંસદ લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભોમાનું એક
શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, સંસદ (Parliament) લોકશાહીના ત્રણ મહત્વના સ્તંભોમાંનું એક છે અને કાયદા ઘડતરની પ્રક્રિયામાં સંસદ સભ્યોની મહત્વની ભૂમિકા હોવાથી, ફોજદારી કાયદાઓમાં વ્યાપક સુધારાની આ કવાયતમાં તેમના સૂચનો પણ મહત્વના છે. તેથી IPC, CrPC અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારા અંગે તમારા મૂલ્યવાન સૂચનો વહેલામાં વહેલી તકે મોકલવા વિનંતી છે.