ચૂંટણી પ્રચારમાં બોલ્યા અમિત શાહ, કમળનુ બટન એટલા જોરથી દબાવજો કે તેને ઝટકો જેલમાં બેઠેલા આજમખાનને લાગે

ઉતર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુરુવારે ચૂંટણી પ્રચાર માટે યુપીના પ્રવાસે છે. અનુપશહેર વિધાનસભાના પ્રચાર્થે જાહેર સભા કરવા પહોંચ્યા હતા.

ચૂંટણી પ્રચારમાં બોલ્યા અમિત શાહ, કમળનુ બટન એટલા જોરથી દબાવજો કે તેને ઝટકો જેલમાં બેઠેલા આજમખાનને લાગે
Home Minister Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 3:17 PM

ઉતર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના (Uttar pradesh assembly election 2022) ચૂંટણી પ્રચારમાં ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)  ગુરુવારે BJPના ચૂંટણી પ્રચાર માટે યુપીના પ્રવાસે છે. અમિત શાહ ગુરુવારે અનુપશહર (Anupshahar) વિધાનસભામાં જાહેર સભા કરવા પહોંચ્યા છે. અહીં જનસભાને સંબોધતા અમિત શાહે અનુપશહેરના લોકોને કહ્યું કે ભારત માતાની જયના ​​નારા એટલા જોરથી બોલાવો કે અહીંથી કાશી સુધી તેનો અવાજ સંભળાવો જોઈએ, અમિત શાહે કહ્યું કે અનુપશહરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે.

અમિત શાહે કહ્યું કે યોગી આદિત્યનાથ બે તૃતિયાંશ બહુમતી સાથે યુપીમાં ફરીથી મુખ્ય પ્રધાન બનશે. આજે કોઈ માફિયામાં તમને હેરાન કરવાની હિંમત નથી ? માફિયાઓ બધા ભાગી ગયા છે. હું ફરીથી કહું છું કે માફિયાઓ માટે હવે માત્ર 3 જ જગ્યાઓ બચી છે. રાજ્ય બહાર, જેલમાં અથવા તો એસપીની યાદીમાં.

‘કમળનું બટન એટલા જોરથી દબાવો કે આઝમ ખાનને જેલમાં ઝટકો લાગે’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા અમિત શાહે અનુપશહરમાં જાહેર સભા દરમિયાન હાજર લોકોને કહ્યું કે વોટિંગના દિવસે કમળનું બટન એવી રીતે દબાવો કે જેલમાં બંધ આઝમ ખાનને સીધો ઝટકો લાગે. આ દરમિયાન તેમણે આરએલડી નેતા જયંત ચૌધરી અને અખિલેશ યાદવ પર પણ પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું, તમે લોકો કહો કે અખિલેશ યુપીમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જાળવી શકે છે ખરા ? આજકાલ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને જયંત ચૌધરીને પોતાની સાથે બેસાડે છે. જયંત ચૌધરી જી સરકાર બનવાની નથી. જે પોતાના પિતા અને કાકાની વાત ન સાંભળે તે તમારું શું સાંભળશે ?

‘દેશને સુરક્ષિત કરવા મોદી સરકારે કર્યુ કામ’

અમિત શાહે જાહેરસભામાં કહ્યું કે મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. આજે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીની સરકારમાં આતંકવાદીઓ આપણા જવાનો સાથે તોડફોડ કરતા હતા, આજે દુશ્મન આંખ ઉંચી કરીને પણ ભારત તરફ જોવામાં અસમર્થ છે. શાહે વધુમાં કહ્યું કે, મોદીએ ઉતરપ્રદેશને 5 ઈન્ટરનેશનલ એરપોર્ટ અને 5 એક્સપ્રેસ વે આપ્યા છે. 14 હજાર જેટલા રસ્તા પહોળા કરવાનું કામ કર્યું, મેટ્રો આપી, 7 હજાર કિલોમીટર ગ્રામીણ વિસ્તારોમાં રોડ બનાવ્યા, લોકોને ઘર આપ્યા છે.

‘આગામી પાંચ વર્ષમાં યુપી નંબર વન હશે’

જાહેરસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, 5 વર્ષમાં યોગી આદિત્યનાથે ઉતરપ્રદેશને બદલવાનું કામ કર્યું, તમે વધુ એક તક આપો, આગામી 5 વર્ષમાં ઉતરપ્રદેશ દેશનું નંબર વન રાજ્ય બનશે. અનુપશહેર બાદ અમિત શાહ દિબાઈ અને લોનીમાં પણ જનસંપર્ક કર્યો. અમિત શાહ અહીં ભાજપના ઉમેદવાર સંજય શર્મા માટે પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

યુપી પોલીસે કહ્યુ, યોગી સરકારના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ પર હુમલાની વાત ખોટી

આ પણ વાંચોઃ

UP Assembly Election: પશ્ચિમ યુપીમાં આજે રાજકીય જંગ, અમિત શાહ, પ્રિયંકા ગાંધી, માયાવતી, અખિલેશ અને જયંત મેદાનમાં ઉતરશે

g clip-path="url(#clip0_868_265)">