રાજસ્થાનમાં પરત ફરશે મહારાજાઓનું રાજ? જાણો કોણ છે મુખ્યમંત્રીની રેસમાં

વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક છે અને તેમનો રાજકીય ગ્રાફ આખા રાજ્યમાં છે. આ કારણે વસુંધરા રાજેનું નામ સીએમની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ ટોચના નેતૃત્વ સાથે તેમના સંબંધો બહુ સારા રહ્યા નથી. ત્યારે શું પાર્ટી વસુંધરા રાજેને ફરીથી મુખ્યમંત્રી બનાવશે? આ અંગે સસ્પેન્સ છે.

રાજસ્થાનમાં પરત ફરશે મહારાજાઓનું રાજ? જાણો કોણ છે મુખ્યમંત્રીની રેસમાં
Rajasthan Election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2023 | 9:27 PM

રાજસ્થાનમાં ભાજપ બહુમતી સાથે સત્તામાં પરત ફરી છે અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઈ ચહેરો જાહેર કર્યો નથી, ભાજપ અગાઉની ચાર ચૂંટણીઓમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને આગલ કરીને ચૂંટણી લડી રહી હતી. ભાજપે 115 સીટો જીતી છે. ત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કે પાર્ટી રાજસ્થાનના મુખ્યમંત્રી કોને બનાવશે.

વસુંધરા રાજે રાજસ્થાનમાં ભાજપના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક છે. રાજવી પરિવાર સાથે જોડાયેલા વસુંધરા રાજેને સરકાર ચલાવવાનો ઘણો અનુભવ છે. તેમનો રાજકીય ગ્રાફ આખા રાજ્યમાં છે. આ કારણે વસુંધરા રાજેનું નામ સીએમની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ ટોચના નેતૃત્વ સાથે તેમના સંબંધો બહુ સારા રહ્યા નથી. ત્યારે શું પાર્ટી વસુંધરા રાજેને ફરીથી મુખ્યમંત્રી બનાવશે? આ અંગે સસ્પેન્સ છે, પરંતુ જે રીતે વસુંધરાના જૂથના તમામ નેતાઓની જીત થઈ છે, તેને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે.

રાજસ્થાનમાં વસુંધરા રાજેનો રાજકીય વિકલ્પ શોધવો ભાજપ માટે આસાન નથી, પરંતુ બાબા બાલકનાથ, દિયા કુમારી અને ગજેન્દ્ર સિંહ શેખાવત જેવા નેતાઓ પણ રેસમાં હોવાનું માનવામાં આવે છે. બાલકનાથ અને દિયા કુમારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી લડ્યા હતા અને બંને નેતાઓ જીત્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દિયા કુમારી રાજવી પરિવારમાંથી આવે છે અને રાજપુત સમુદાયના છે. રાજસ્થાનના રાજકારણમાં તેઓ સેટ થઈ રહ્યા છે અને પક્ષના ટોચના નેતૃત્વ સાથે સારું સંકલન ધરાવે છે, પરંતુ રાજવી પરિવારમાંથી હોવાના કારણે તેમના રાજકીય માર્ગમાં અવરોધ બની શકે છે.

બાલકનાથ રાજસ્થાનમાં બીજેપીના હિંદુત્વના પોસ્ટર બોય છે અને સીએમ પદ માટેના સર્વેમાં તેઓ નંબર વન હતા. ભાજપે જે રીતે યુપીમાં યોગી આદિત્યનાથને સીએમ પદ સોંપ્યું હતું તે જ આધાર પર જો પાર્ટી નિર્ણય લે તો મહંત બાલકનાથની દાવેદારી પ્રબળ બની શકે છે. આ વખતે ભાજપ હિન્દુત્વની પીચ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યું હતું.

આ પણ વાંચો અશોક ગહેલોત પરિવાર : જાદુગરના પુત્ર છે અશોક ગહેલોત, જાણો કઈ રીતે બન્યા રાજકારણના જાદુગર અશોક ગહેલોત

સીએમ પદના દાવેદારોમાં ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ પણ સામેલ છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત વિરુદ્ધ સૌથી વધુ મોરચો ખોલનારા નેતાઓમાં ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ આવે છે. તેમની ગણતરી ભાજપના નેતૃત્વની નજીકના નેતાઓમાં પણ થાય છે. ત્યારે શેખાવતને પણ મુખ્યમંત્રી પદની રેસમાં ગણવામાં આવી રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે વસુંધરા રાજેને અવગણીને ભાજપ દિયા કુમારી, બાલકનાથ કે ગજેન્દ્ર સિંહ શેખાવતને સીએમ બનાવશે?

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">