Punjab Election Results 2022: પંજાબના વલણોમાં AAPની લીડ ચાલુ, ભગવંત માનના ઘરે ઉજવણી શરૂ
આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સતત આગળ ચાલી રહી છે. દરમિયાન, મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાને ઉજવણી શરૂ થઈ ગઈ છે.
પંજાબ ચૂંટણી પરિણામો 2022 (Punjab Election Results 2022 )ના વલણોમાં આમ આદમી પાર્ટી (AAP) ઝડપથી પ્રગતિ કરી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના સીએમ ચહેરા ભગવંત માનના (Bhagwant Man) ઘરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તતેમના ઘરોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે અને ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પંજાબ સરકારે ભગવંત માનની સુરક્ષા વધારી દીધી છે. માનને સાંસદ હોવાના કારણે પહેલાથી જ સુરક્ષા મળી હતી, પરંતુ તેમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ રહી નથી. પંજાબ અમૃતસર પૂર્વમાં કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના બિક્રમ સિંહ મજીઠિયા પાછળ ચાલી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીની જીવન જ્યોતે પ્રથમ રાઉન્ડ બાદ લીડ મેળવી છે.
અત્યાર સુધીના ટ્રેન્ડમાં પાર્ટીને 64 સીટો પર લીડ મળી છે જ્યારે કોંગ્રેસ 35 સીટો પર આગળ છે. પંજાબ ચૂંટણીના શરૂઆતી વલણોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગાઢ મુકાબલો છે. અકાલી દળ અત્યાર સુધી 15 સીટો પર આગળ છે જ્યારે ભાજપ ત્રણ સીટો પર આગળ છે. અહીં કુલ 117 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. આજે રાજ્યના કુલ 1,304 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.
117 વિધાનસભા બેઠકો પર અનેક ઉમેદવારોના ભાવિનો નિર્ણય
અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ પંજાબની જલાલાબાદ વિધાનસભા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. પટિયાલાથી કેપ્ટન પાછળ છે અને ચન્ની બંને સીટો પર આગળ છે, જ્યારે નવજોત સિદ્ધુ ત્રીજા સ્થાને છે. પૂર્વ મુખ્ય પ્રધાન અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના પટિયાલા શહેરી વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના અજીત પાલ કોહલીથી 3300 મતોથી પાછળ છે. પંજાબની કુલ 117 વિધાનસભા બેઠકો પર ઘણા ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. જેમાં પંજાબની રાજનીતિમાં છેલ્લા ઘણા સમયથી પ્રાસંગિક રહી ગયેલા નેતાઓના ભાવિનું રહસ્ય પણ ખુલશે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની ચમકૌર સાહિબ અને ભદૌરથી ચૂંટણી લડી રહ્યા છે. ભગવંત માન સંગરુરની ધુરી વિધાનસભા સીટથી મેદાનમાં છે.
આ પણ વાંચો-
UP Election Results 2022: ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગળાકાપ હરીફાઈ, ગોરખપુરથી CM યોગી આગળ
આ પણ વાંચો-