AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Elections 2022: ચૂંટણી પહેલા રાજ્યમાંથી 3 લાખથી વધુ લાયસન્સવાળા હથિયાર થયા જમા, 6.60 લાખ લીટર દારૂ પણ જપ્ત

ચૂંટણી પંચે કહ્યું હતું કે કોરોનાના વધતા કેસોની વચ્ચે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં ચૂંટણી કરાવવી ખુબ જ મુશ્કેલ કામ છે.

Punjab Assembly Elections 2022: ચૂંટણી પહેલા રાજ્યમાંથી 3 લાખથી વધુ લાયસન્સવાળા હથિયાર થયા જમા, 6.60 લાખ લીટર દારૂ પણ જપ્ત
Punjab Assembly Elections 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 7:16 PM
Share

આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Elections 2022) પહેલા રાજ્યમાં 3,54,075 લાઈસન્સવાળા હથિયાર જમા કરવામાં આવ્યા છે. બુધવારે આ વાતની જાણકારી મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયે આપી છે. તે સિવાય કાર્યાલયે જણાવ્યું કે સર્વિલાન્સ ટીમોએ 2 કરોડ રૂપિયાનો 6.60 લાખ લીટર દારૂ પણ જપ્ત કર્યો છે. એન્ફોર્સમેન્ટ વિંગે રૂ. 16 લાખની બિનહિસાબી રોકડ અને રૂ. 44.49 કરોડના સાયકોસોમેટિક પદાર્થો પણ રિકવર કર્યા છે.

ગઈ 8 જાન્યુઆરીએ ચૂંટણી પંચે દેશના 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોનીન જાહેરાત કરી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે કોરોનાના વધતા કેસોની વચ્ચે દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં ચૂંટણી કરાવવી ખુબ જ મુશ્કેલ કામ છે. 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓ માટે આયોગે આ વખતે ઘણા મોટા ફેરફાર કર્યા છે. આયોગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ચૂંટણીમાં જનભાગીદારીને વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા લોન્ચ કરેલી સી વિજિલ એપ (cVIGIL App) દ્વારા કોઈ પણ વ્યક્તિ આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારાની ફરિયાદ કરી શકે છે.

100 મિનિટની અંદર લેવામાં આવશે સંજ્ઞાન

ફરિયાદ કર્યા બાદ જિલ્લા નિયંત્રણ રૂમને સૂચના જાય છે, જ્યાં તેને ફિલ્ડ યૂનિટને સોંપવામાં આવે છે. સી-વિજિલ એપ પર ફરિયાદી જે પણ ફોટો, વીડિયો અને ડેટા અપલોડ કરશે, તે 5 મિનિટની અંદર સ્થાનિક ચૂંટણી અધિકારીની પાસે પહોંચી જશે. કમિશનનો દાવો છે કે જો ફરિયાદ સાચી જણાશે તો તેના પર સંજ્ઞાન લેવામાં આવશે અને 100 મિનિટની અંદર કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે આ એપ પર રેકોર્ડ વીડિયો અથવા ફોટો તમારા ફોન ગેલેરીમાં સેવ થતાં નથી. ફરિયાદીને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના થાય, તેના માટે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.

શું છે cVIGIL એપ?

સી-વિજિલ એક એન્ડ્રોઈડ અને આઈફોન એપ્લિકેશન છે. જેનો ઉપયોગ નોટિફિકેશનની તારીખથી આચારસંહિતાના ઉલ્લંઘનની જાણ કરવા માટે થાય છે. ચૂંટણીમાં ગેરરીતિ અટકાવવા માટે ચૂંટણી પંચે આ એપ તૈયાર કરી છે. આ એપની મદદથી ચૂંટણી યોજાનારા રાજ્યોમાં લોકો આચારસંહિતાના ઉલ્લંઘનની જાણકારી આપી શકે છે. આ એપને તમામ એન્ડ્રોઈડ અને આઈઓએસ યૂઝર્સ માટે તૈયાર કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષથી આ એપનો ઉપયોગ લોકસભા અને વિધાનસભા સહિત તમામ પ્રકારની ચૂંટણીમાં કરવામાં આવે છે.

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી

જણાવી દઈએ કે પંજાબમાં પ્રથમ મતદાનની તારીખ 14 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી હતી. હવે તેને બદલીને 20 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. સંત રવિદાસ જયંતીના કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. લગભગ તમામ રાજકીય પક્ષોએ મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી. ભલામણ કરવામાં આવી હતી કે મતદાનની તારીખને એક અઠવાડિયા પછી રાખવામાં આવે. તે જ સમયે આ મુદ્દા પર ચૂંટણી પંચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજીને પોતાનો નિર્ણય આપ્યો.

આ પણ વાંચો: Uttar Pradesh Assembly Election 2022 : ઉત્તર પ્રદેશમાં અપના દળ અને નિષાદ પાર્ટી સાથે મળીને ભાજપ લડશે ચૂંટણી

આ પણ વાંચો: Maharashtra Nagar Panchayat Result: મહારાષ્ટ્રમાં આઘાડી જોરમાં, નાના પટોલેએ પીએમ મોદી પર જ્યા વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ ત્યાં કોને મળી કમાન ?

g clip-path="url(#clip0_868_265)">