EDના અધિકારીઓએ જતા જતા મને કહ્યું, PMની મુલાકાતને યાદ રાખજો- પંજાબના CM ચન્નીનો આક્ષેપ

|

Jan 19, 2022 | 7:14 PM

પંજાબના સીએમ ચન્નીએ કહ્યું કે પીએમના પ્રવાસ દરમિયાન હું પંજાબની સાથે ઉભો હતો, હવે સમય આવી ગયો છે કે પંજાબના લોકો મારી સાથે ઉભા રહે. તેમણે કહ્યું કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમની સાથે ભળેલા છે.

EDના અધિકારીઓએ જતા જતા મને કહ્યું, PMની મુલાકાતને યાદ રાખજો- પંજાબના CM ચન્નીનો આક્ષેપ
Punjab Chief Minister Charanjit Singh Channi. (File Photo)

Follow us on

Punjab Assembly Election 2022: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર નિશાન સાધ્યું હતું. તેમણે પીએમ મોદીની સરખામણી મુઘલો સાથે કરી હતી. આ સાથે સીએમ ચન્નીએ એમ પણ કહ્યું કે પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ લોકોએ મને પણ ફસાવવાનો પૂરો પ્રયાસ કર્યો. મારા સગા સંબંધીઓને હેરાન કરવામાં આવ્યા. ED ના અધિકારીઓએ જતા જતા કહ્યું કે PM ની મુલાકાતને યાદ રાખજો. ચન્નીએ કહ્યું કે મારા પૂર્વજોએ ચમકૌર સાહિબની ધરતી પર મુઘલોનો અત્યાચાર સહન કર્યો છે, તેઓ મારો જીવ લેશે તો પણ હું તેમનો અત્યાચાર સહન કરીશ.

સીએમ ચન્નીએ વધુમાં કહ્યું કે પીએમની મુલાકાત દરમિયાન હું પંજાબની સાથે ઉભો હતો. આજે પંજાબના લોકોએ મારી સાથે ઉભા રહેવું જોઈએ. કેજરીવાલ પણ તેમની સાથે મળેલા છે. તેઓ મને ધમકી આપતા ગયા છે કે, મને ચૂંટણી લડવા નહીં દે. દર વખતે ચૂંટણીમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી ખુરશીઓનો બદલો મારી સાથે કેમ લેવામાં આવે છે ?

હું ખેડૂતો પર લાકડીઓ નહીં ઉગામી શકું

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પંજાબના સીએમએ કહ્યું કે હું ખેડૂતો પર લાકડીઓ નથી ઉગામી શકતો નથી. મેં પણ આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે, મેં શાયરી પણ સાંભળી છે. જ્યાં જીતી શકે તેમ ના હોય ત્યાં તેઓ કેન્દ્રીય એજન્સીઓને પાછળ છોડી દે છે. અરવિંદ કેજરીવાલના સગા સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું પરંતુ કેજરીવાલ હવે અમને જોઈને ખુશ થઈ રહ્યાં છે. 2018ની FIRમાં મારા ભત્રીજાનું નામ નથી. ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીની પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ સુખજિંદર સિંહ રંધાવા અને ઘણા કેબિનેટ મંત્રીઓ પણ હાજર હતા.

આ પણ વાંચોઃ

Uttar pradesh assembly election 2022: ભાજપે સ્ટાર પ્રચારક તરીકે PM મોદી સહિત 30 નેતાઓની યાદી કરી જાહેર

આ પણ વાંચોઃ

Goa Assembly Election 2022: અરવિંદ કેજરીવાલે પંજાબ બાદ ગોવામાં પણ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યપ્રધાન કેન્ડિડેટની કરી જાહેરાત

Next Article