AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goa Assembly Election 2022: અરવિંદ કેજરીવાલે પંજાબ બાદ ગોવામાં પણ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યપ્રધાન કેન્ડિડેટની કરી જાહેરાત

પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત પાલેકરનું નામ જાહેર કર્યુ. પ્રેસ કોન્ફરન્સ કરતા કેજરીવાલે કહ્યું ગોવાના લોકો હાલની પાર્ટીઓથી કંટાળી ગયા છે.

Goa Assembly Election 2022: અરવિંદ કેજરીવાલે પંજાબ બાદ ગોવામાં પણ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યપ્રધાન કેન્ડિડેટની કરી જાહેરાત
Amit Palekar AAP's Goa CM candidate
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:06 PM
Share

આમ આદમી પાર્ટી Aam Aadmi Party)એ પંજાબ બાદ ગોવામાં પણ વિધાનસભા ચૂંટણી  (Goa Assembly Elections) માટે મુખ્યપ્રધાન કેન્ડિડેટની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ ગોવામાં આ જવાબદારી અમિત પાલેકર (Amit Palekar) ને આપી છે. આ વાતની જાહેરાત દિલ્હીના મુખ્યપ્રધાન અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કરી છે. અમિત પાલેકર વકીલ છે પણ સોશિયલ કામમાં ખુબ એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે ગોવામાં લોકો તેમને પસંદ કરે છે. તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા રહે છે. તે સિવાય ભ્રષ્ટાચારને લઈને પણ ઘણી વખત અવાજ ઉઠાવી ચૂક્યા છે.

કેજરીવાલ મંગળવારે જ ગોવા પહોંચ્યા હતા. તેમને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત પાલેકરનું નામ જાહેર કર્યુ. પ્રેસ કોન્ફરન્સ કરતા કેજરીવાલે કહ્યું ગોવાના લોકો હાલની પાર્ટીઓથી કંટાળી ગયા છે. નેતાઓથી કંટાળી ગયા. તે સત્તામાં રહી પૈસા કમાય છે અને પછી તે પૈસાથી સત્તામાં આવે છે. , ગોવાના લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે. તેમની પાસે વિકલ્પો નહોતા, પરંતુ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે.

15 માર્ચે ખત્મ થઈ રહ્યો છે ગોવા વિધાનસભાનો કાર્યકાળ

કેજરીવાલે કહ્યું કે તેમની પાર્ટી તમામ 40 સીટ પર ચૂંટણી લડશે. 40 સીટ વાળી ગોવા વિધાનસભાનો કાર્યકાળ આગામી 15મી માર્ચે ખત્મ થઈ રહ્યો છે. આશા છે કે 15 માર્ચ સુધી રાજ્યમાં નવી સરકાર બની જશે. ગોવાની 40 સીટો પર આ વખતે એક જ તબક્કામાં ચૂંટણી થશે. 14 ફેબ્રુઆરીએ ગોવામાં મતદાન થશે, જ્યારે 10 માર્ચે પરીણામ આવશે. ગોવાની સાથે જ દેશના અન્ય 4 રાજ્ય ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબમાં પણ 10 માર્ચે જ મતગણતરી થશે.

AAPએ જાહેર કર્યા 30 ઉમેદવારોના નામ

પાર્ટીએ 8 જાન્યુઆરીએ ગોવા માટે પ્રથમ લિસ્ટમાં 10 ઉમેદવારોના નામ જાહેર કર્યાય હતા. 9 જાન્યુઆરીએ જાહેર કરેલા લિસ્ટમાં પણ 10 ઉમેદવારોનામની જાહેરાત કરવામાં આવી હતી. 12 જાન્યુઆરીએ જાહેર કરેલા લિસ્ટમાં અન્ય 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા અને હવે ચોથા લિસ્ટમાં પણ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટી તરફથી હજુ 10 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

આ પણ વાંચો: Corona Update: અચાનક કોરોના કેસમાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 2.82 લાખથી વધુ કેસ નોંધાતા વધી ચિંતા

આ પણ વાંચો: દિગ્ગજોની સત્તા દાવ પર : મહારાષ્ટ્રમાં OBC અનામત વિના યોજાયેલી 106 નગરપાલિકાની ચૂંટણીનુ આજે પરિણામ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">