Assembly Election Results: ભાજપની પ્રચંડ જીત પર પ્રધાનમંત્રી મોદીએ પાઠવ્યા અભિનંદન, જાણો તેમના સંબોધનની 10 ખાસ વાતો

ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર કમળ ખીલ્યું છે અને ભગવો રંગ લહેરાયો છે. ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને આજે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ તમામ મતદારોને આ જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

Assembly Election Results: ભાજપની પ્રચંડ જીત પર પ્રધાનમંત્રી મોદીએ પાઠવ્યા અભિનંદન, જાણો તેમના સંબોધનની 10 ખાસ વાતો
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 10:48 PM

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ફરી એકવાર યોગી સરકારે વિજયકૂચ કરી છે અને વિપક્ષોના સુપડાં સાફ કરી નાખ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ (Prime Minister Narendra Modi) ભાજપની (BJP) આ પ્રચંડ જીત પર યોગી સરકારની ખૂબ પ્રશંસા કરી હતી. તેઓએ આજે (10/03/2022) સાંજે 7 કલાકે વિશાળ જનમેદનીને સંબોધી હતી. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 4 રાજ્યોમાં જીત મેળવી છે. આ વખતે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની સરકારની રચના લગભગ નિશ્ચિત છે. આ ખાસ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને મતદારોને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. આ ખાસ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે આગળ જણાવ્યું કે, આજનો દિવસ ઉત્સાહ અને ઉજવણીનો દિવસ છે. અમારા કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે 10 માર્ચથી જ હોળી શરૂ થશે.

પ્રધાનમંત્રી મોદીના સંબોધનની આ છે 10 મુખ્ય વાતો

  1. ભ્રષ્ટાચારના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, લોકોમાં તેની સામે ભારે નફરત છે. અમારી પ્રામાણિકતાના કારણે અમે 2019માં ફરી જીત્યા. ભ્રષ્ટાચારીઓ તપાસ એજન્સીઓને ભીંસમાં મૂકી રહ્યા છે. તેમને બદનામ કરે છે. કૌભાંડોમાં ફસાયેલા લોકો તપાસ એજન્સીઓને રોકી રહ્યા છે. તેમના પર દબાણ લાવી રહ્યા છે.
  2. પ્રધાનમંત્રી મોદીએ પરિવારવાદની રાજનીતિ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે હું કોઈ પરિવારની વિરુદ્ધ નથી. પરંતુ હું આ પ્રકારની લોકશાહીની વિરુદ્ધ છું. પરિવારવાદે ઘણા રાજ્યોને નુકસાન પહોંચાડ્યું છે. મને ખાતરી છે કે એક દિવસ લોકો દેશમાંથી પરિવારવાદની રાજનીતિનો અંત લાવશે. એક દિવસ પરિવારવાદનો સૂર્યાસ્ત થશે.
  3. પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો રાજનીતિનું ધોરણ નીચું લાવી રહ્યા છે. કોરોનાના કપરા સમયગાળા દરમિયાન દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઓપરેશન ગંગાને પ્રાદેશિકવાદમાં વહેંચવાનો પ્રયાસ કરાયો હતો. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનના પરિવારજનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ભારત માટે ચિંતાનો વિષય છે.
  4. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, પંજાબમાં ભાજપ હવે વધુ ઉભરશે. આપણા કાર્યકર્તાઓએ સખત મહેનત કરી રહ્યા છે. પંજાબના લોકોએ અલગતાવાદી દળોથી સાવધાન રહેવાની જરૂર છે.
  5. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હું ગરીબોનો હક તેમના ઘર સુધી પહોંચાડ્યા વિના શાંતિથી બેસવાનો નથી. ભારતની બહેનો-દીકરીઓ ભાજપ પર ભરોસો મૂકી રહી છે. આ વર્ષની ચૂંટણીએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે.
  6. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, યુપીની જનતાએ જ્ઞાતિ- જાતિની વાત કરનારાઓને મોટો સંદેશ આપ્યો છે. જ્ઞાતિ- જાતિના આધારે સમાજને બદનામ કરતાં લોકોને યુપીની જનતાએ આકરો જવાબ આપ્યો છે.
  7. પ્રધાનમંત્રી મોદીએ યુપીના પરિણામો પર કહ્યું કે, યુપીએ દેશને ઘણા વડાપ્રધાન આપ્યા છે. પરંતુ પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી ફરીથી ચૂંટાયા છે. ઉત્તરાખંડમાં પહેલીવાર સરકારનું પુનરાવર્તન થયું છે. ભાજપને ચારેય દિશામાંથી આશીર્વાદ મળ્યા છે.
  8. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજનો દિવસ ભારતની લોકશાહીનો દિવસ છે. પીએમ મોદીએ ભાજપની જીતનો શ્રેય મહિલાઓ અને યુવાનોને આપ્યો. તેમણે કહ્યું કે પહેલીવાર મતદારોએ ભાજપની જીતની પુષ્ટિ કરી.
  9. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, થોડા મહિનાઓ પૂર્વે આપણા દેશે કોરોના મહામારીનો સામનો કર્યો છે. અત્યારે વિશ્વ આ મુશ્કેલ સમયગાળામાંથી બહાર પણ નથી આવી શક્યું કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધે વિશ્વભરના દેશોને ચિંતામાં મૂકી દીધા છે. આ સમયે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે દરેક દેશને અસર કરી રહ્યું છે. ભારત શાંતિના પક્ષમાં છે. અમે વાતચીત દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ લાવવાના પક્ષમાં છીએ.
  10. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હું સમજું છું કે જે લોકો ઉત્તર પ્રદેશના નાગરિકોને જાતિવાદમાં વહેંચીને તેઓ તે જાતિઓ અને નાગરિકોનું અપમાન કરતા હતા, તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશનું અપમાન કરતા હતા. આ દેશ માટે ખૂબ જ દુઃખની વાત છે અને હું પોતે પણ એ દુ:ખ અનુભવતો હતો. આવા લોકો ઉત્તર પ્રદેશને માત્રને માત્ર જાતિવાદના ત્રાજવે જ તોળવા માંગતા હતા.

આ પણ વાંચો – Assembly Election Results: પીએમ મોદીએ ભાજપની જીત પર કહ્યું, ડબલ એન્જિન સરકાર હતી, ત્યાં વિકાસની ગતિ પણ ઝડપી બની

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">