સતત ત્રીજી વાર મોદી સરકાર, TV9ના પોલમાં NDA ને મળી શકે 346 બેઠક, જાણો કયા રાજ્યમાં કેટલી મળશે સીટ
એનડીએને 2019ની લોકસભા ચૂંટણી કરતાં આ વખતે વધુ સીટો મળતી હોય તેવું લાગી રહ્યું છે. TV9ના એક્ઝિટ પોલ અનુસાર આ વખતે એનડીએને 346 સીટો મળવાની આશા છે. જ્યારે INDIA ગઠબંધનને 162 તો અધરના ફાળે 35 સીટો જઈ શકે છે. દક્ષિણ ભારતમાં ભાજપની મહેનત રંગ લાવી છે
શનિવારે લોકસભા ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે આ સાથે 543 પ્રતિનિધિઓને ચૂંટવાની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયાનો અંત આવ્યો છે. 4 જૂને મતગણતરી થવાની છે, પરંતુ તે પહેલા જ એક્ઝિટ પોલના પરિણામો સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ અનુસાર દેશમાં સતત ત્રીજી વખત મોદી સરકાર આવી રહી છે. જો કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ જીતનો દાવો કરી રહી છે. એક્ઝિટ પોલના આંકડા એ તો મોદી સરકાર 3.O આવી રહી હોવાનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે ત્યારે ચાલો જાણીએ કયા રાજ્યમાં ભગવો લહેરાઈ રહ્યો છે.
NDAને 346 સીટો મળવાની આશા
એનડીએને 2019ની લોકસભા ચૂંટણી કરતાં આ વખતે વધુ સીટો મળતી હોય તેવું લાગી રહ્યું છે. TV9ના એક્ઝિટ પોલ અનુસાર આ વખતે એનડીએને 346 સીટો મળવાની આશા છે. જ્યારે INDIA ગઠબંધનને 162 તો અધરના ફાળે 35 સીટો જઈ શકે છે. દક્ષિણ ભારતમાં ભાજપની મહેનત રંગ લાવી છે, જો વલણોનું માનીએ તો આ વખતે ભાજપને દક્ષિણ ભારતના રાજ્યોમાં સારી લીડ મળી રહી છે. જો કે, વલણો અનુસાર, ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલીક બેઠકો ઘટવાની ધારણા છે, પરંતુ એકંદરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધનને બમ્પર જીત મળવાની છે.
ગુજરાતમાં મોદી મેજીક
ગુજરાતમાં તમામ મુદ્દાઓ પર અંતે PM મોદીનો ચહેરો ફરી એકવાર ભારે રહ્યો છે. કારણ કે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થઈ શકે છે. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક અગાઉથી જ ભાજપના નામે થઈ ચુકી છે, ત્યારે બાકીની 25 બેઠકો પર પણ ભગવો લહેરાઈ શકે છે આથી ગુજરાતની 26 તમામે તમામ બેઠક ભાજપના નામે જઈ રહી છે અહીં કોંગ્રેસ અને અધરને મોદી મેજિક ક્લિન સ્વીપ કરતુ જોવા મળી રહ્યું છે.
દક્ષિણમાં ભાજપને મળી શકે મોટી સફળતા
દક્ષિણમાં ભાજપને અહીં થોડો ઝટકો લાગી શકે છે પણ દક્ષિણની ભૂમિ પર પગપેસારો કરવામાં બીજેપી સરકાર સફળ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે જેમાં તમિલનાડુમાં ભાજપને 2, કોંગ્રેસને 8, ડીએમકેને 21 સીટ મળી શકે છે. તમિલનાડુ બાદ કેરળમાં ભાજપ ખાતુ ખોલાવામાં સફળ રહેશે આ સાથે કર્ણાટકમાં ભાજપને 18 બેઠકો મળી શકે છે, જ્યારે તેલંગાણામાં BJPને 07 બેઠકો મળી રહી છે અને આંધ્ર પ્રદેશની 25 બેઠકોમાંથી ભાજપને 02 બેઠકો મળી રહી છે આ સાથે ભાજપે દક્ષિણમાં આ વખતે પગ પેસારો કરી દીધો છે
રાજસ્થાનમાં ભાજપના ફાળે આટલી સીટ
રાજસ્થાનમાં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. અહીં ઇન્ડિયા ગઠબંધન રોકી શકે છે ભાજપનો વિજય રથ. આથી ભાજપને એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં 25માંથી ભાજપને 19 બેઠક મળી રહી છે. જ્યારે INDIA ગઠબંધનને 5 બેઠક મળી શકે છે. જે પૈકી કોંગ્રેસને 4 મળી શકે છે. આ સાથે અન્ય- અપક્ષને ફાળે એક બેઠક જાય છે
મધ્ય પ્રદેશમાં આ વખતે ફરી ભાજપ
મધ્ય પ્રદેશમાં આ વખતે ફરી ભાજપ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે એગ્ઝિટ પોલના સૌથી ચોંકાવનારા તારણો સામે આવી રહ્યા છે. એગ્ઝિટ પોલ પ્રમાણે મધ્યપ્રદેશમાં ભાજપ તમામે તમામ 29 બેઠક જીતતી જોવા મળી રહી છે .
UPમાં ભાજપ કરતા NDAને વધારે બેઠકો મળી
ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર TV9 દ્વારા કરવામાં આવેવા સર્વે પ્રમાણે 80માંથી ભાજપને 58 બેઠકો મળી શકે છે, જ્યારે NDAને 62 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 3 બેઠકો અને INDIA ગઠબંધનને 18 બેઠક મળી શકે છે.
દિલ્હીમાં ભાજપ તમામ સીટો જીતી શકે
TV9, POLSTRAT અને પીપલ્સ ઈનસાઈટના એક્ઝિટ પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી દિલ્હીની તમામે તમામ 7 બેઠકો જીતી શકે છે. જ્યારે, ઇન્ડિયા એલાયન્સનું ખાતું પણ અહીં ખુલે તેવું લાગતું નથી.
બિહારમાં પણ ચાલ્યો મોદી મોજીક
TV9ના એક્ઝિટ પોલમાં બિહારને NDA ને મોટી સફળતા મળી રહી છે. NDA ને 29 બેઠકો પર બિહારમાં વિજય મળશે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ખાતામાં 8 બેઠકો રહેવાની શક્યતા છે. રાજકીય પક્ષ મુજબ બેઠકોના આંકડાઓ જોવામાં આવે તો, BJP ને 17 બેઠકો પર, JDU ને 07 બેઠકો, LJP ને 4 બેઠકો અને જીતન રામ માઝીની હમ પાર્ટીને 01 બેઠક પર વિજય મળી રહ્યાનું જોવામાં આવી રહ્યું છે.