AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપ ખડગે અને તેમના પરિવારની હત્યા કરવા માંગે છે, કોંગ્રેસ નેતાનો BJP પર ગંભીર આરોપ !

કોંગ્રેસનો આરોપ છે કે ચિત્તપુરથી ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડે કોંગ્રેસ અધ્યક્ષની હત્યા અંગે નિવેદન આપ્યું છે. તેની સામે 40થી વધુ ગુનાહિત કેસ છે. કોંગ્રેસનો દાવો છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ બસવરાજ બોમાઈની નજીક છે.

ભાજપ ખડગે અને તેમના પરિવારની હત્યા કરવા માંગે છે, કોંગ્રેસ નેતાનો BJP પર ગંભીર આરોપ !
Congress leader Randeep Surjewala made a big allegation
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 2:39 PM
Share

ભાજપ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યા કરવા માંગે છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. સુરજેવાલાએ એક કથિત ઓડિયો ક્લિપના આધારે ભાજપ પર આ મોટો આરોપ છે.

ચિત્તપુરના બીજેપી નેતાએ કથિત રીતે ખડગેની હત્યાની વાત કરી હતી. જે બાદ સુરજેવાલાએ કહ્યું કે આ ષડયંત્ર પાછળ મોદીના ચહિતા વ્યક્તિનો હાથ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ખેંચતાણ જોવા મળી રહી છે.

ખડગે હત્યાનો BJP પર આરોપ

કોંગ્રેસનો આરોપ છે કે ચિત્તપુરથી ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડે કોંગ્રેસ અધ્યક્ષની હત્યા અંગે નિવેદન આપ્યું છે. તેની સામે 40થી વધુ ગુનાહિત કેસ છે. કોંગ્રેસનો દાવો છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ બસવરાજ બોમાઈની નજીક છે. કોંગ્રેસના દાવા મુજબ, ઓડિયો ક્લિપમાં ભાજપના ઉમેદવાર કથિત રીતે કહે છે કે “ખડગેનો પરિવાર બરબાદ થઈ જશે”.

ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડ સામે ફોજદારી કેસ

સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં, કોંગ્રેસે દાવો કર્યો છે કે મણિકાંત રાઠોડ પર હત્યાનો પ્રયાસ, અણ્ણા ભાગ્ય ચોખાના ગેરકાયદે પરિવહન, ડ્રગ અને માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાહિત ધમકીનો કેસ છે. કોંગ્રેસે ભાજપ પર નફરતની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસે કહ્યું કે રાજ્યમાં ભાજપની હારનો ડર સતાવી રહ્યો છે, આવી સ્થિતિમાં 40 ટકા કમિશનવાળી સરકાર ખડગે અને તેમના પરિવારની હત્યાનું કાવતરું કરી રહી છે.

સુરજેવાલાએ કર્યો દાવો

કોંગ્રેસનો દાવો છે કે વિવિધ એજન્સીઓ અને ટીવી ચેનલો દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ આ વખતે રાજ્યમાં કોંગ્રેસનો જ દબદબો રહશેના કોંગ્રેસ જણાવી રહ્યું છે. ભાજપ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારને મારી નાખવા માંગે છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ દાવો કર્યો છે. સુરજેવાલાએ એક કથિત ઓડિયો ક્લિપના આધારે ભાજપ પર આ મોટો આરોપ લગાવ્યો છે. ચિત્તપુરના બીજેપી નેતાએ કથિત રીતે ખડગેની હત્યાની વાત કરી છે. સુરજેવાલાએ કહ્યું કે આ ષડયંત્ર પાછળ મોદીની ફેવરિટ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરદસ્ત ખેંચતાણ જોવા મળી રહી છે. આ ઓડિયોનું ટ્વીટ કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યું છે જે સાચો કે ખોટો હોવા અંગે અમે કોઈ પુષ્ટી નથી કરતા.

કોંગ્રેસનો આરોપ છે કે ચિત્તપુરથી ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડે કોંગ્રેસ અધ્યક્ષની હત્યા અંગે નિવેદન આપ્યું છે. તેની સામે 40થી વધુ ગુનાહિત કેસ છે. કોંગ્રેસનો દાવો છે કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ બસવરાજ બોમાઈની નજીક છે. કોંગ્રેસના દાવા મુજબ, ઓડિયો ક્લિપમાં ભાજપના ઉમેદવાર કથિત રીતે કહે છે કે “ખડગેનો પરિવાર બરબાદ થઈ જશે”.

g clip-path="url(#clip0_868_265)">