વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 ઓક્ટોબરે ફરી ગુજરાત પ્રવાસે

TV9 GUJARATI

|

Updated on: Sep 28, 2022 | 7:44 PM

પીએમ મોદીના 2 દિવસના પ્રવાસ બાદ ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. તેમજ ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે. આ પૂર્વે મંગળવારે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી.

વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 ઓક્ટોબરે ફરી ગુજરાત પ્રવાસે
Amit Shah
Follow us

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022)  લઇને ભાજપે(BJP)  તૈયારીઓ આરંભી દીધી છે. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રિય નેતૃત્વ એક્શન મોડમાં છે. જેમાં રાજ્યના પીએમ મોદી ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) પ્રવાસો વધ્યા છે. જેમાં પીએમ મોદીના 2 દિવસના પ્રવાસ બાદ ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. તેમજ ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે. આ પૂર્વે મંગળવારે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે અને તેમણે કમલમમાં મહત્વની બેઠક યોજી.. જેમાં CM અને સી.આર.પાટીલ સાથે ચૂંટણીને લઇ મહત્વની ચર્ચા કરી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવાની રણનીતિ અંગે ચર્ચા થઇ. 2022ની ચૂંટણી પહેલા અમિત શાહની મેરેથોન બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે..ઉલ્લેખનીય છે કે શાહના કાર્યક્રમમાં કમલમની બેઠકનો કોઇ ઉલ્લેખ નહોતો. જોકે અંતિમ ઘડીએ કાર્યક્રમની જાહેરાતથી અનેક તર્કવિતર્કો સર્જાયા  હતા. આ પહેલા 28 ઓગસ્ટે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમલમમાં બેઠક કરી હતી.

આ દરમ્યાન પીએમ  મોદી  29 સપ્ટેમ્બરના રોજ સુરત મહાનગર પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સુરત વોટર સપ્લાય, ડ્રેનેજ નેટવર્ક, રોડ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 લોકેશન પર ઇ-ચાર્જિંગ સ્ટેશન અને સાયન્સ સેન્ટરમાં ખોજ મ્યુઝિયમ ખુલ્લું મુકશે. આ પ્રોજેક્ટો પાછળ પાલિકાને 1247 કરોડનો ખર્ચ થયો છે. આ ઉપરાંત ખજોદમાં ડ્રીમ સિટી ખાતે આધુનિક સુવિધા તેમજ CCTV મોનીટરિંગ સિસ્ટમ સહિતની સુવિધા લોકો માટે ખુલ્લી મુકાશે.

આ સાથે જ 103 કરોડના ખર્ચે નવા રોડ, વોટર, સુએઝ, ટર્સરી ટ્રીટમેન્ટ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ લોકાર્પણ કરાશે.જ્યારે મગોબ, ડુંભાલ અને પરવત ખાતે 24 કલાક પાણી સપ્લાય કરવા 144 કરોડના ખર્ચે બનેલા પ્લાન્ટનું લોકાર્પણ કરાશે.કોસાડમાં 81 કરોડના ખર્ચે 212 MLDનો પ્લાન્ટ પણ કાર્યરત થશે.​​​​​​​લિંબાયતમાં 19.17 કરોડના ખર્ચે બનેલા અધ્યતન સ્મશાનને પણ ખુલ્લુ મુકાશે.

ગુજરાતની જનતા અને રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભા ચૂંટણીની આતુરતાથી રાહ જોઈ રહી છે. તે બધા વચ્ચે કેન્દ્રીય ચૂંટણીપંચના 2 સભ્યો ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રેસ કોન્ફ્રરન્સ કરીને મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીથી આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી પહેલા તમામ ગુજરાતની જનતાને મતદાન માટે અપીલ કરી હતી. તેમણે આ અપીલ ખાસ અંદાજમાં કરી હતી. તેમણે ગુજરાતીમાં કહ્યું કે, મતદાન કરવાનો અવસર આવ્યો છે,

તેમણે આવનારા 2 દિવસમાં તેઓ કઈ કામગીરી કરવાના છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં હાલની સરકારનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2023ના રોજ પૂરો થશે. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 6 કરોડ લોકો વસે છે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટ છે. ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને પ્રલોભનમુક્ત ગુજરાત વિધાનસભા ચૂંટણી કરવા માંગે છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati