AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Gujarat Visit : PM Modi એ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું આદિવાસી સમાજની કોંગ્રેસે મજાક ઉડાવી, ભાજપ સરકારે સમાજની ચિંતા કરી

PM Modi Gujarat Visit : ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ બે દિવસમાં સતત વિપક્ષ પર સતત પ્રહાર કર્યા છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં પણ વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસી નેતાઓ(Congress)રાજકીય લાભ માટે આદિવાસી સમાજની(Tribal)મજાક ઉડાવે છે

PM Modi Gujarat Visit : PM Modi એ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું આદિવાસી સમાજની કોંગ્રેસે મજાક ઉડાવી, ભાજપ સરકારે સમાજની ચિંતા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીImage Credit source: ફાઇલ તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 5:44 PM
Share

PM Modi Gujarat Visit : ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં તેઓ અનેક વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ બે દિવસમાં સતત વિપક્ષ પર સતત પ્રહાર કર્યા છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં પણ વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસી નેતાઓ(Congress)રાજકીય લાભ માટે આદિવાસી સમાજની(Tribal)મજાક ઉડાવે છે. PM મોદીએ કહ્યું કે, આદિવાસી દિકરીઓને પ્રગતિ કરવાની તક મળી છે. આ ડબલ એન્જિનની સરકારે છેવાડાના સમાજનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. તો વધુમાં કહ્યું કે, આપના આશીર્વાદ અમારો વિશ્વાસ છે, આપના આશીર્વાદ અમારૂ સામર્થ્ય છે. નિરંતર આપની પ્રગતિ કરતા રહીએ એ માટે આશીર્વાદ જાળવી રાખજો. ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાથી સૌથી પહેલી 24 કલાક વીજળી મારા ડાંગ જિલ્લાને મળી હતી. આદિવાસીઓના 300 ગામમાં વીજળી પહોંચાડી હતી. આઝાદી બાદ દાયકા સુધી કોંગ્રેસની સરકાર રહી  આદિવાસીઓના જીવન અને મુસીબતોને ઓછી કરવાની ક્યારેય ચિંતા કરી નથી.

આખરે ભાજપની સરકાર જ આદિવાસી સમાજની ચિંતા કરી

તો વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આદિવાસી સમાજના દિકરા બિરસા મુંડાએ આઝાદી માટે જીંદગી ખપાવી દીધી, પણ અગાઉની સરકારે તેમને યાદ રાખ્યા નહીં. બાળકોએ અમારા આવ્યા બાદ બિરસા મુંડા નામ સાંભળ્યુ હશે. આઝાદી બાદ અટલજીની સરકાર સુધી આદિવાસી માટે કોઈ મંત્રાલય નહોતુ. પણ અમે આવતાની સાથે જ નવું મંત્રાલય શરૂ કર્યું. આખરે ભાજપની સરકાર જ આદિવાસી સમાજની ચિંતા કરી.

આદિવાસી સમાજના બાળકોને ગંભીર બિમારીઓથી બહાર લાવ્યા

તો વધુમાં વડાપ્રધાને ઉમેર્યું કે, આદિવાસી સમાજના બાળકોને ગંભીર બિમારીઓથી બહાર લાવ્યા. તો ગર્ભવતી મહિલાને પૌષ્ટિક આહાર મળે તે માટે પ્રયત્નો કર્યા. તેમજ બાળકોને સંજીવની યોજના થકી દૂધ પહોંચાડવાનુ બિડુ પણ સરકારે ઝડપ્યુ. તો આયુષ્માન યોજનાથી 5 લાખ સુધીની સહાય મળવાથી ગંભીર બિમારીઓની સમયસર સારવાર શક્ય બની છે.

અનેક યોજનાથી આદિવાસી યુવકોને ફાયદો થયો

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર બનતા જ અમે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ જ બદલી નાખી. આજે આદિવાસી સમાજના યુવકો આગળ વધ્યા. આદિવાસી વિસ્તારમાં પણ યુવાનો ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે, અને વિદેશમાં પણ જતા થયા છે. અમે આદિવાસી વિદ્યાર્થીઓના સ્કોલરશિપમાં પણ વધારો કર્યો.જેથી અનેક યોજનાથી આદિવાસીઓને યુવકોને ફાયદો થયો

મંગુભાઈએ આદિવાસી સમાજ માટે ઘણુ કામ કર્યું

તો ઉમેર્યું કે, અમે વીજળીની સાથે પાણીની પણ પાછળ પડ્યા. આજે આદિવાસી ભાઈઓ નાનાકડી જમીનમાં કાજુની ખેતી કરતા થયા છે. ઉકાઈ યોજનાનો લાભ લોકોને મળી રહે તે માટે અમે પ્રયત્ન કર્યા. એક સમયે 100 માંથી 25 ઘરોમાં પણ પાણી પહોંચતુ નહોતી. હવે મોટાભાગના ઘરો સુધી પાઈપલાઈનથી પાણી પહોંચ્યુ થયુ છે. મંગુભાઈ આજે મધ્યપ્રદેશના ગવર્નર છે, અને મધ્યપ્રદેશનુ કલ્યાણ કરી રહ્યા છે. આ સાથે તેમણે આદિવાસી સમાજ માટે ઘણુ કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી એ કેવડિયાથી મિશન લાઇફનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર રહ્યા હતા. તો તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં કુલ 2,192 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">