નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે ! , 20 થી 30 માર્ચની વચ્ચે સત્તાવાર જાહેરાત કરી શકે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલની શક્યતા સેવાઈ રહી છે. સુત્રોનું માનીએ તો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ખુલ્લા આમંત્રણ વચ્ચે નરેશ પટેલ (Naresh Patel) રાજનીતિમાં ક્યારે જોડાશે તેવી ચર્ચા ગુજરાત (Gujarat) ના રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હોળી બાદ શુભ દિવસોમાં 20 થી 30 માર્ચની વચ્ચે રાજકારણમાં આવવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલની શક્યતા સેવાઈ રહી છે. સુત્રોનું માનીએ તો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. નરેશ પટેલે પણ કહ્યું હતું કે, તેઓ આગામી સમયમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણય લેશે. જેને લઈને હવે ચર્ચા થઈ રહી છે કે, નરેશ પટેલની નજર પંજા પર નહીં પરંતુ પંજાબ પર છે. એટલે કે, નરેશ પટેલને આમ આદમી પાર્ટીમાંથી પંજાબમાંથી રાજ્યસભાના સાંસદ બનાવાઈ શકે છે. આમ, આમ આદમી પાર્ટી ગુજરાતના મોટા પાટીદાર નેતાને AAPમાં જોડી પાટીદાર મત અંકે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, 21 માર્ચ પંજાબમાં રાજ્યસભામાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. માર્ચના અંતમાં પંજાબમાં રાજ્યસભાની પાંચ સીટ પર ચૂંટણી યોજાવાની છે. પાંચમાંથી 4 સીટ પર AAPની જીત લગભગ નક્કી છે.
મહત્વનું છે કે, તાજેતરમાં જ નરેશ પટેલ દિલ્લી ગયા હતા. ચર્ચા છે કે દિલ્લીમાં તેઓએ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી છે. જો કે, મુલાકાતની વાત નરેશ પટેલ ફગાવી ચુક્યા છે. ગુજરાતના AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પણ નરેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા આડકતરી રીતે સંકેત આપી ચુક્યા છે.
આ પહેલાં પણ નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ બની હતી. જો કે, તેઓ આમ આદમી પાર્ટીમાં નહીં પરંતુ કોંગ્રેસનો હાથ પકડશે તેવી ચર્ચા હતી. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે મુલાકાત કરી પાર્ટીમાં જોડાવા આહ્વાન પણ કર્યુ હતું. જો કે, નરેશ પટેલે હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ત્યારે હવે હોળી બાદ શુભ દિવસોમાં 20 થી 30 માર્ચની વચ્ચે રાજકારણમાં આવવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો-
સૌરાષ્ટ્રમાં ખેડૂતોની વીજકાપની ઉઠેલી ફરિયાદો મામલે PGVCLનું નિવેદન, આજથી વીજળીની સમસ્યાનો અંત આવી જશે
આ પણ વાંચે-