AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ફરીથી મોદી મેજિક, માધવસિંહ સોલંકી બાદ ભાજપે મેળવી 156 બેઠકો સાથે રેકોર્ડ જીત, જાણો ઝોન અનુસાર ભાજપે ક્યા બાજી મારી

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને (BJP) મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે.

ગુજરાતમાં ફરીથી મોદી મેજિક, માધવસિંહ સોલંકી બાદ ભાજપે મેળવી 156 બેઠકો સાથે રેકોર્ડ જીત, જાણો ઝોન અનુસાર ભાજપે ક્યા બાજી મારી
Gujarat election result 2022: નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડયો !Image Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 8:26 AM
Share

ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. જીત માટે જરુરી 92 બેઠકની બહુમતીનો આંક તો શરુઆતના વલણોમાં જ જોવા મળ્યો હતો.  આ જીત સાથે ભાજપે સતત સાતમી વાર  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમીવાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના ડાબેરી દળો સાથે સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે.

156 બેઠકો ઉપર ભાજપનો દબદબો

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.

આ જીત બાદ  પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકશાહી માટે આ એક સારો સંકેત છે. પીએમએ કહ્યું કે ગુજરાતે રેકોર્ડ કર્યા છે,  ગુજરાતની જનતાને વંદન.  પીએમ મોદીએ કહ્યું કે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાનું વચન આપ્યું હતું, નરેન્દ્રએ આ માટે ઘણી મહેનત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતના દરેક પરિવારનો હિસ્સો છે.

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે  ભાજપને મત આપીને જીતાડવા બદલ જનતાનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે લોકોએ પીએમ મોદીની વિકાસશીલ રાજનીતીમાં વિશ્વાસ મૂક્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ના મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર સતત ભરોસો દાખવ્યો છે.

ઝોન અનુસાર  ભાજપને  મળેલી બેઠકો

દક્ષિણ ગુજરાતની 35 બેઠકના પરિણામ 2022 : ભાજપના ગઢ માનવામાં આવતા દક્ષિણ ગુજરાતમાં કુલ 35 વિધાનસભા બેઠકો છે. તેમાંથી 2022માં ભાજપને 33 બેઠકો  , કોંગ્રેસને 1 અને  આપને 1 બેઠક મળી છે.  વર્ષ 2017માં ભાજપને 25 બેઠકો મળી છે, જેમાં 8 બેઠકોના વધારે સાથે આ વર્ષે 33 બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં કોંગ્રેસને 10 બેઠક મળી હતી. જે ઘટીને આ વર્ષે માત્ર 1 બેઠક મળી છે. જ્યારે આ વર્ષે આપ પાર્ટીને એક બેઠક મળી છે.

મધ્ય ગુજરાતની 61 બેઠકના પરિણામ 2022 :  મધ્ય ગુજરાતની 61 બેઠકમાંથી 2022માં ભાજપને 55 બેઠક, કોંગ્રેસે 05 બેઠક જ્યારે અન્યને 1 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને આ ઝોનમાં એક પણ બેઠક પર જીત મળી નથી.

કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકના પરિણામ 2022 : કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠક પર આ વર્ષે ભાજપને 46 બેઠક મળી છે એટલે કે વધારાની 23 બેઠક મળી છે. આ વર્ષે ભાજપને 46 બેઠક પર જીત મળી છે. કોંગ્રેસને 23 બેઠકના નુકશાન સાથે માત્ર 3 બેઠક મળી છે. આમ આદમી પાર્ટીને માત્ર 4 બેઠક અને અન્યને 1 બેઠક પર જીત મળી છે.

ઉત્તર ગુજરાતની 32 બેઠકના પરિણામ 2022 :ઉત્તર ગુજરાતની  32 બેઠકમાંથી ભાજપને સૌથી વધારે 22 અને કોંગ્રેસ 3 બેઠક ઉપર વિજેતા રહી છે તો  ઉત્તર ગુજરાતમાં પણ આપ પાર્ટીને એક બેઠક મળી નથી અને અન્ય પક્ષને  2 બેઠક મળી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">