ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ શું બોલ્યા પીએમ મોદી- જાણો મોદીના ભાષણની10 મોટી વાતો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Dec 08, 2022 | 11:59 PM

PM Modi Speech: ગુજરાતમાં મળેલી પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમએ કહ્યુ કે ગુજરાતના લોકોએ નવો ઈતિહાસ રચી દીધો છે. તેમણે કહ્યુ કે મારો રેકોર્ડ તૂટવો જોઈએ અને ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ તોડી નાખ્યો.

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ શું બોલ્યા પીએમ મોદી- જાણો મોદીના ભાષણની10 મોટી વાતો
PM Narendra Modi

ગુજરાતમાં મળેલી પ્રચંડ જીત બાદ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યુ કે ગુજરાતના લોકોએ ઈતિહાસ રચી દીધો છે. મે જનતાએ કહ્યુ હતુ કે મારો રેકોર્ડ તૂટવો જોઈએ અને ભૂપેન્દ્રએ નરેન્દ્રનો રેકોર્ડ તોડી નાખ્યો. પીએમએ ઉમેર્યુ કે ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ બનાવી નાખ્યો. ગુજરાતના ઈતિહાસનો સૌથી વધુ પ્રચંડ જનાદેશ ભાજપને આપીને ગુજરાતના લોકોએ નવો ઈતિહાસ રચી દીધો છે. તેમણે કહ્યુ જ્યાં ભાજપ નથી જીત્યુ ત્યાં ભાજપનો વોટ શેર ભાજપ પ્રત્યેના સ્નેહનો સાક્ષી છે. પીએમએ કહ્યુ હું ગુજરાત, હિમાચલ અને દિલ્હીની જનતાનો વિનમ્ર ભાવે આભાર વ્યક્ત કરુ છુ. ભાજપ પ્રત્યે આ સ્નેહ દેશના અલગ અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ દેખાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં ભાજપને જીત મળી છે. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનો સ્પષ્ટ સંદેશ છે.

ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની જીતે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે હિમાચલપ્રદેશમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા દિલ્હી નગર નિગમ (MCD)માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે અમે હિમાચલ અને દિલ્હીના વિકાસમાં કોઈ કસર બાકી નહીં રાખીએ.

વાંચો પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો

  1. હું જનતા જનાર્દન સામે નત મસ્તક છુ. જનતા જનાર્દનનો આશિર્વાદ અભીભૂત કરી દેનારો છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે આજે રંગ લાવી છે. જે આજે ચારે તરફ દેખાઈ રહી છે.
  2. હિમાચલપ્રદેશની ચૂંટણીમાં એક ટકા માર્જિનના ઓછા અંતરથી હારજીતનો નિર્ણય થયો છે. આટલા ઓછા માર્જિનથી હિમાચલમાં ક્યારેય પરિણામ નથી આવ્યુ. હિમાચલમાં દર પાંચ વર્ષમાં સરકાર બદલાય છે પરંતુ દરેક વખતે 5થી7 ટકાના અંતરથી સરકાર બદલી છે, જે આ વખતે માત્ર એક ટકાનું અંતર છે.
  3. દેશનો મતદાતા આજે એટલો જાગૃત બન્યો છએ કે પોતાનુ સારુ ખરાબ સારી રીતે જાણે છે. દેશનો મતદાતા જાણે છે કે શોર્ટકટની રાજનીતિથી દેશને મોટુ નુકસાન સહન કરવુ પડશે. તેમા કોઈ શંકા નથી. દેશ સમૃદ્ધ થશે તો દરેકની સમૃદ્ધિ નક્કી છે. આપણા પૂર્વજોએ એક કહેવત આપી છે. આમદની અઠન્ની ખર્ચા રૂપિયા. જો આ હિસાબ રહેશે તો શું સ્થિતિ રહેશે તે આપણે આસપાસના દેશોમાં જોઈ રહ્યા છીએ. આથી આજે દેશ સતર્ક છે. દેશના દરેક રાજનીતિક દળને એ યાદ રાખવુ જોઈએ કે ચૂંટણી હથકંડાઓ કોઈનું ભલુ નથી કરી શક્તા
  4. ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની જીતે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે હિમાચલપ્રદેશમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા દિલ્હી નગર નિગમ (MCD)માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે અમે હિમાચલ અને દિલ્હીના વિકાસમાં કોઈ કસર બાકી નહીં રાખીએ.
  5. ભાજપને મળેલુ જનસમર્થન નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. ભાજપને મળેલુ જનસમર્થન ભારતના યુવાઓની વિચારશક્તિનું પ્રગટીકરણ છે. ભાજપને મળેલુ જનસમર્થન ગરીબ, શોષિત, વંચિત, આદિવાસીઓના સશક્તિકરણને મળેલુ સમર્થન છે. લોકોએ ભાજપને મત આપ્યા, કારણ કે ભાજપ દરેક સુવિધાને પ્રત્યેક ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સુધી જલ્દીમાં જલ્દી પહોંચાડવા માગે છે. લોકોએ ભાજપને વોટ આપ્યા કારણ કે ભાજપ દેશ હિતમાં મોટામાં મોટા અને કડકમાં કડક નિર્ણયો લેવાની તાકાત રાખે છે.
  6. ગુજરાતમાં યુવાનો ત્યારે જ વોટ આપે છે જ્યારે તેમને ભરોસો હોય છે અને સરકારનું કામ પ્રત્યક્ષ દેખાતુ હોય. આજે મોટી સંખ્યામાં યુવાનોએ ભાજપને વોટ આપ્યા છે. તો આની પાછળવો સંદેશ સ્પષ્ટ છે કે યુવાનોએ અમારા કામને પારખ્યુ છે અને ભરોસો મુક્યો છે.
  7. ગુજરાતના પરિણામોએ સાબિત કરી દીધુ છે કે સામાન્ય માનવીમાં વિકસીત ભારત માટે પ્રબળ આકાંક્ષા છે. સંદેશ સ્પષ્ટ છે કે જ્યારે દેશ સામે અનેક પડકારો હોય છે તો દેશની જનતાનો ભરોસો ભાજપ પર હોય છે. અમે વિચાર પર પણ ભાર ભાર મુકીએ છીએ અને વ્યવસ્થાને સબળ બનાવવા કામ કરીએ છીએ. ભાજપ તેમના કાર્યકર્તઓની અથાગ સંગઠન શક્તિ પર ભરોસો કરીને જ તેમની રણનીતિ બનાવે છે અને સફળ પણ થાય છે.
  8. આજે ભાજપ જ્યાં છે ત્યાં એમ જ રાતોરાત નથી પહોંચી. જનસંઘના જમાનાથી ભાજપના કાર્યકર્તાઓની પેઢીઓની પેઢી તપશ્ચર્યા કરીને ખપી ગઈ છે. ત્યારે આજે આટલુ વિશાળ દળ બન્યુ છે. આજે ભાજપ જ્યાં પહોંચી છે તેવની પાછળ ભાજપના લાખો સમર્પિત કાર્યકર્તઓએ તેમનુ જીવન સમર્પિત કરી દીધુ છે.
  9. ગુજરાતમાં એસસી/ એસટીની લગભગ 40 સીટો રિઝર્વ છે જેમાથી 34 સીટો ભાજપે જીતી છે. આજે જનજાતિય સમાજ ભાજપને પોતાની અવાજ માને છે. તેમનુ જબરદસ્ત સમર્થન ભાજપને મળી રહ્યુ છે આ બદલાવને સમગ્ર દેશ અનુભવ કરી રહ્યો છે.
  10. ભાજપને સમર્થન વંશવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધતા લોકોના ગુસ્સાને બતાવે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati