Gujarat Election 2022 : મતદારોને આકર્ષવા ભાજપ- કોંગ્રેસનો અનોખો પ્રચાર, નુક્કડ નાટક અને ફ્લેશ મોબનો ઉપયોગ

Gujarat Election 2022: ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે ભાજપ-કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નુક્કડ નાટક દ્વારા કોંગ્રેસ પ્રચાર કરી રહી છે તો ભાજપ ફ્લેશ મોબ જેવા માધ્યમો દ્વારા મતદારોને આકર્ષી રહી છે.

Gujarat Election 2022 : મતદારોને આકર્ષવા ભાજપ- કોંગ્રેસનો અનોખો પ્રચાર, નુક્કડ નાટક અને ફ્લેશ મોબનો ઉપયોગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 10:47 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓએ  પ્રચાર અભિયાન તેજ કર્યુ છે. તમામ પાર્ટીઓ જનતાને આકર્ષવા માટે લોભામણી જાહેરાતો, અનેક વાયદાઓ અને વચનોની ભરમાર લઈને ચૂંટણીના રણમાં ઝંપલાવી રહી છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પ્રચારમાં તમામ તાકાત લગાવી રહી છે. જેમા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વખતે કોંગ્રેસનું કામ બોલે છે ‘સ્લોગન દ્વારા નુક્કડ નાટકો રજૂ કરી જનતાના વિવિધ પ્રશ્નોને વાચા આપી રહ્યા છએ. જેમા સત્તાધારી ભાજપના શાસનમાં વધેલી મોંઘવારી, અને બેરોજગારી ઉપરાંત ચૂંટણીના વાયદાઓને લઈને કોંગ્રેસ નુક્કડ નાટક ચલાવી રહી છે.

ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસનો નુક્કડ નાટકો દ્વારા પ્રચાર, ભાજપનો ફ્લેશ મોબ દ્વારા આકર્ષવાનો પ્રયાસ

વિધાનસભા બેઠકો પર નુક્કડ નાટકો દ્વારા કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. તો ભાજપ પણ પ્રચાર મતદારોને આકર્ષવામાં ક્યાંય પાછળ નથી. વિકાસ અને ડબલ એન્જિન સરકારના બેનર સાથે ભાજપ ફ્લેશ મોબ, યુથ વિથ નમો બેન્ડ, એલઈડી અને સ્માર્ટ રથનો ઉપયોગ પણ ભાજપ તરફથી કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને નાટક મારફતે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગરબા સ્વરૂપે ગરબાના ગીતના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. નાટક દ્વારા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, અટલ પેન્શન યોજના અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના,આમ આદમી વીમા યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકાર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જન-ધન યોજના વગેરે વિષે માહિતી આપવામાં આવે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ચૂંટણીમાં પ્રચારના અનેક રંગ જોવા મળી રહ્યા છે. પ્રચારની આ નવી રીત લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. પરંપરાગત પ્રચાર સાથે આધુનિક ટેકનોલોજી અને નુક્કડ નાટકો પણ પ્રજામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જનતા વચ્ચે પ્રચાર માટે જતા ઉમેદવારો સિવાય યુવા કાર્યકરો વચ્ચે પણ પ્રચાર માટેની હરીફાઈ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનુ છે જેમા 1લી ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. રાજ્યની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">