Gujarat Election result 2022 : વડોદરાની 10 બેઠકની મતગણતરી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ સહિતના ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય

નોંધનીય છે કે રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થયું છે અને એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે કે રાજ્યમાં ભાજપની સરકાર બનશે ત્યારે મધ્ય ગુજરાતની બેઠકો દરેક રાજકીય પક્ષ માટે ખૂબ મહત્વની બની રહેશે.

Gujarat Election result 2022 : વડોદરાની 10 બેઠકની મતગણતરી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, મધુ શ્રીવાસ્તવ, યોગેશ પટેલ સહિતના ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય
વડોદરાની 10 બેઠકની પોલિટેકનિક ખાતે થશે મતગણતરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 9:53 AM

રાજયમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયા બાદ આવતીકાલે તમામ સ્થળે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે વડોદરા જિલ્લાની 10 બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. વડોદરા બેઠકની મતગણતરી વડોદરા પોલિટેકનિક કોલેજ ખાતે કરવામાં આવશે. અહીં સઘન સુરક્ષા સાથે ઇવીએમની સુરક્ષા માટે CCTV પણ લગાવી દેવામાં આવ્યા છે. વડોદરામાં મતગણતરી સાથે જ દૂંરધરો જેવા કે યોગેશ પટેલ, કેતન ઇનામદારના ભવિષ્ય વિશે ખબર પડશે. તો અપક્ષ તરીકે લડીને ચૂંટણીમાં જીતનો દાવો કરનારા મધુ શ્રીવાસ્તવની હાર જીત નક્કી કરશે કે તેમના ઉપર મતદારોએ કેટલો ભરોસો મૂક્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

નોંધનીય છે કે રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થયું છે અને એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે કે રાજ્યમાં ભાજપની સરકાર બનશે ત્યારે મધ્ય ગુજરાતની બેઠકો દરેક રાજકીય પક્ષ માટે ખૂબ મહત્વની બની રહેશે , કારણ કે આ બેઠકોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના ગુજરાતના મોટા શહેરો તેમજ ડાકોર, પાવાગઢ જેવા યાત્રાધામોનો પણ સમાવેશ થાય છે. ત્યારે મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકોમાં કિંગ મેકર કોણ રહેશે ? કયા મુદ્દાઓ અહિં અસરકર્તા છે અને કઈ જાતિના કેટલા મતદારો છે. આ તમામ બાબતો મહત્વની બની જાય છે. વર્ષ 2017માં અહીં 61માંથી ભાજપને 37 બેઠક મળી હતી જ્યારે કે કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. આ વખતે તો ત્રીજા પક્ષ તરીકે AAP પણ મેદાનમાં છે તેવી સ્થિતિમાં કોનું પલડું રહેશે ભારે રહેશે તે તો 8 ડિસેમ્બરના રોજ જ ખબર પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">