AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ભાજપના ‘મુરતિયા’ પર દિલ્હીમાં મંથન, ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવશે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ

ઉમેદવારોના નામને લઈને ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 10:08 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ અને આપે એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ભાજપના ઉમેદવારોની યાદીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ઉમેદવારોના નામ અંતિમ મહોર હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ લગાવશે. આ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દિલ્લી પહોંચી ગયા છે.

ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ

ઉમેદવારોના નામને લઈને ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ટિકિટ વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ તમામ 182 બેઠકોના ઉમેદવારોના નામની ફાઈનલ યાદી તૈયાર કરાશે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલની યાદી મોકલવામાં આવી હતી.

ભાજપે ‘આ ગુજરાત મેં બનાવ્યું’ કેમ્પેઈન લોન્ચ કર્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તાને કાયમી રાખવા મતદારોને રીઝવવા મથામણ કરી રહી છે. ભાજપ દ્વારા એક પછી એક કાર્યક્રમ કરીને મતદારો સુધી વધુને વધુ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ ભાજપ દ્વારા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગુજરાતની જનતાના સૂચનો લેવામાં આવી રહ્યા છે. તો આ જ રીતે આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરુઆત કરવામાં આવી છે.

Follow Us
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક
કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક
g clip-path="url(#clip0_868_265)">