Gujarat Election 2022: વહીવટી તંત્રએ મતદાન મથકે જઈ ન શકે તેમના માટે ગોઠવી વિશેષ વ્યવસ્થા, 2,261 વૃદ્ધ અને 139 દિવ્યાંગ ઘરે બેઠા કરી શકશે મતદાન

વિધાનસભા ચૂંટણીના (Assembly elections) બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જોકે તે પહેલા સિનિયર સિટીઝન, પોલીસ સ્ટાફ સહિત ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા યોજાશે.. જેમાં 2 હજાર 261 સિનિયર સિટીઝને ઘરે બેસીને મતદાન કરવા અરજી કરેલી છે.

Gujarat Election 2022: વહીવટી તંત્રએ મતદાન મથકે જઈ ન શકે તેમના માટે ગોઠવી વિશેષ વ્યવસ્થા, 2,261 વૃદ્ધ અને 139 દિવ્યાંગ ઘરે બેઠા કરી શકશે મતદાન
ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો, વૃદ્ધો માટે મતદાન કરવાની વિશેષ વ્યવસ્થા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 20, 2022 | 4:34 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જોકે તે પહેલા સિનિયર સિટીઝન, પોલીસ સ્ટાફ સહિત ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સ્ટાફ માટે મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 2,261 સિનિયર સિટીઝને ઘરે બેસીને મતદાન કરવા અરજી કરેલી છે. જેના માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 80થી વધુ વયના 1 લાખ 30 હજાર 893 મતદારો છે. 80થી 89 વર્ષ વય જૂથના 1 લાખ 10 હજાર 949 મતદારો છે. 90થી 99ની વય જૂથના 18 હજાર 444 અને 100થી વધુ વય જૂથના 1500 મતદારોનો સમાવેશ થાય છે. 100થી વધુ વય જૂથના સૌથી વધુ 218 મતદારો એલિસબ્રિજ બેઠક પર છે. જ્યારે સૌથી ઓછા 36 મતદારો નિકોલ વિધાનસભા વિસ્તારમાં છે.

ગુજરાત ચૂંટણી 2022: પારદર્શી મતદાન માટે રખાઈ તકેદારી

ગુજરાત વિધાનસભાની સામન્ય ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. અમદાવાદ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અવસર રથ, મતદાન જાગૃતિ ઝુંબેશ, દિવ્યાંગ તથા 80 વર્ષથી વધુ વય જૂથના મતદારો માટે પોસ્ટલ બેલેટ જેવી સુવિધાઓ હાથ ધરાઈ છે. વૃદ્ધ મતદારોમાં તંત્રને કુલ 2 હજાર 261 અરજી ઘરે બેસીને મતદાન કરવાની મળી છે. જ્યારે મતદાન મથકે ન આવી શકે તેવા 139 દિવ્યાંગોએ અરજી કરી છે. જેમને કોઈ હાલાકી ન પડે તે માટે તંત્રની ટીમ તેમના ઘરે મતદાન કરાવવા જશે અને બેલેટ પેપરથી મતદાન કરાવશે. આ પ્રક્રિયા ચાલુ મહિનાના અંતમાં પૂરી કરવામાં આવશે. આ દરમિયાન પારદર્શી મતદાન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવશે.

ગુજરાત ચૂંટણી 2022: 2261 સિનિયર સિટીઝન અને 139 દિવ્યાંગજનને શોર્ટ લિસ્ટ કરાયા

આ તમામ મતદારોને હાલાકી ન પડે અને જે લોકો મત આપવા જઈ નથી શકતા તેવા મતદારો આ ચૂંટણીમા મતદાન કરી શકે માટે તંત્ર દ્વારા ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ. જેના માટે સિનિયર સીટીઝનના ઘરે BLO અધિકારીને મોકલી ફોર્મ 12D પણ ભરાવડાવ્યા છે અને તેમાં તંત્રને 2261 અરજી ઘરે બેસીને મતદાન કરવાની મળી છે. તો સાથે જ 40 ટકા વધુ દિવ્યાંગતા ધરાવતા અને મતદાન મથક પર નહિ આવી શકતા દિવ્યાંગોમાંથી 139 દિવ્યાંગજને ઘરે બેસી મતદાન કરવાની અરજી કરી છે. જેના પર પણ કામ હાથ ધરાયુ છે. આવા 2261 સિનિયર સિટીઝન અને 139 દિવ્યાંગજનને શોર્ટ લિસ્ટ કરી 5 ડિસેમ્બરે મતદાન છે તેની પહેલા એટલે કે નવેમ્બર મહિનાના અંતમાં ટીમને અરજી કરનાર સિનિયર સીટીઝનના ઘરે મોકલી બેલેટ પેપેરથી મતદાન કરાવશે અને તે મતદાન સચોટ અને પારદર્શી થાય માટે તંત્ર દ્વારા તેના પર ખાસ ધ્યાન પણ આપવાની ખાતરી અપાઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જો સમગ્ર શહેર-જિલ્લાની વિગતો જોઈએ તો 100થી વધુ વય જૂથના સૌથી વધુ મતદારોમાં એલીસબ્રીજ પછી અનુક્રમે નારણપુરામાં 128, વેજલપુરમાં 105 તથા ધંધુકામાં 100 મતદારોનો સમાવેશ થાય છે. આજ રીતે 80 થી 89 વર્ષ વય જૂથના સૌથી વધુ 12051 મતદારો પણ એલીસબ્રીજ વિસ્તારમાં છે. ત્યાર પછીના ક્રમે ઘાટલોડીયામાં 9350 મતદારો, વેજલપુરમાં 8542, નારણપુરામાં 7270 મતદારો છે. 90 થી 99 વય જૂથના સૌથી વધુ 2984 મતદારો એલીસબ્રીજમાં છે ત્યાર પછીના ક્રમે આ વય જૂથના 1557 મતદારો ઘાટલોડીયામાં, 1397 મતદારો નારણપુરામાં અને 1375 મતદારો વેજલપુરમાં છે અને જો 80 વર્ષથી ઉપરની વિવિધ વય જૂથમાં મતદારોની સંખ્યા વિધાનસભા વિસ્તાર પ્રમાણે જોઈએ તો તે નીચે મુજબ છે.

આ સિવાય કલેકટરના જણાવ્યા પ્રમાણે 25 હજાર જેટલા ચૂંટણી સ્ટાફ જ્યારે 8 હજાર જેટલા પોલીસ સ્ટાફ કે જેઓ ચૂંટણી કામગીરીમાં જોડવાથી મતદાન કરી ન શકતા તેઓ માટે પણ નવેમ્બર મહિનાના અંતમાં વિશેષ કેન્દ્રો ઉભા કરી બેલેટ પેપર થકી મતદાન કરવાની વ્યવસ્થા કરાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રથમ વખત સિનિયર સીટીઝન અને દિવ્યાંગ ઘરે બેસીને મતદાન કરી શકે તેવી આ પ્રથમ ઘટના બનવા જઈ રહી છે. જેમાં કોઈ ખામી ન રહે અને કોઈ મતદાન થી વંચિત ન રહી જાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી આવા લોકો પણ પોતાના પસંદિતા ઉમેદવારને પસંદ કરી જીત અપાવી લોકશાહીના પર્વનો ભાગ બની શકે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">