AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: બોટાદ અને ગઢડામાં ભાજપના નવા ઉમેદવારના નામ સામે વિરોધનો વંટોળ, 500થી વધુ કાર્યકોરના રાજીનામા

ઘનશ્યામ વિરાણી  બોટાદ વિસ્તાર માટે નવા છે એટલે સૌરભ પટેલની ટિકિટ આપે તેવી માંગણી સમર્થકો  કરી રહ્યા છે અને કહ્યું હતું કે જો ભાજપ  સૌરભ પટેલને ટિકિટ નહીં આપે તો આ બેઠક ભાજપ ગુમાવશે તેમ પણ કહ્યું હતું.

Gujarat Election 2022: બોટાદ અને ગઢડામાં ભાજપના નવા ઉમેદવારના નામ સામે વિરોધનો વંટોળ, 500થી વધુ કાર્યકોરના રાજીનામા
બોટાદમાં નવા ઉમેદવારોના નામ સામે વિરોધનો વંટોળ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 2:08 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જીત મેળવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ સાથે જ કેટલાક નેતાઓ એવા પણ છે જેઓ ટિકિટ કપાઈ જવાથી નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ દિવસોમાં ગુજરાતમાં  નારાજ નેતાઓ અને તેમના સમર્થકો બલવો કરી રહ્યા છે આવી જ ઘટના બોટાદમાં જોવા મળી રહી છે અને ઘનશ્યામ વિરાણીના  સ્થાને સૌરભ પટેલને જ યથાવત્ રાખવામાં આવે તેવી માંગણી થઈ રહી છે આ માંગણી સાથે તેમના સમર્થકો કમલમ જઇને સી.આર. પાટીલને રજૂઆત કરશે.

ગુજરાત ઇલેકશન 2022:  બોટાદ જિલ્લા ભાજપના 500થી વધુ હોદેદારો અને કાર્યકરોએ આપ્યા રાજીનામા

બોટાદ માર્કેટીંગ યાર્ડમાં સંગઠનમાં મહત્વના હોદેદારો અને કાર્યકરો ગાંધીનગર જવા એકઠા થયા હતા.  તો બોટાદ કાર્યાલય ખાતે  ભાજપ હાઈ કમાન્ડ દ્રારા ઉમેદવાર બદલવામાં આવે તેવી જિલ્લા ભાજપ પ્રમુખને 2000થી વધુ લોકોએ  રજુઆત  કરી હતી અને સૌરભ પટેલના  સ્થાને  ઘનશ્યામ વિરાણીને  તેમજ ગઢડામાં શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકીટ  કાર્યકરો નારાજ થયા છે અને  ગાંધીનગર સી.આર.પાટીલને રજૂઆત કરવા આગેવાનો રવાના થયા છે.  ઘનશ્યામ વિરાણી  બોટાદ વિસ્તાર માટે નવા છે એટલે સૌરભ પટેલની ટિકિટ આપે તેવી માંગણી સમર્થકો  કરી રહ્યા છે અને કહ્યું હતું કે જો ભાજપ  સૌરભ પટેલને ટિકિટ નહીં આપે તો આ બેઠક ભાજપ ગુમાવશે તેમ પણ કહ્યું હતું.

ભાવનગરના મહુવા બેઠક પર શીવા ગોહિલનું નામ જાહેર થતા મહુવા ભાજપમાં ભડકો થયો હતો અને  ક્ષત્રિય સમાજે ભાજપ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો. મહુવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સભ્યો, ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. આર.સી મકવાણાની ટિકિટ કાપી શીવા ગોહિલને ટિકિટ આપતા ભાજપના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો  હતો.

ગુજરાત ઇલેકશન 2022: પ્રથમ યાદી જાહેર થતા  સર્જાયો વિવાદ

ભાજપની પ્રથમ યાદીમાં  કેટલાક નેતાઓની ટિકિટ કપાતા વાઘોડિયા, કરજણ, પાદરામાં બળવો થયો છે. ભાજપના કટ થયેલા નેતાઓ  ભાજપ સામે રણશિગુ ફૂંકી રહ્યા છે અને  કેટલાકે  તો યાદીમાંથી નામ કપાતાની સાથે જ  આમ આદમી પાર્ટીનો સાથ લઈ લીધો હતો તો ઘણાએ રાજીનામા ધરી દીધા હતા.  તો વાઘોડિયા, કરજણ, પાદરા, બોટાદ સહિત  જેમના નામ કપાયા છે તે ઉમેદવારો તેમજ તેમના સમર્થકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

Follow Us
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક
કાયદાનો રક્ષક જ બન્યો ગુંડો! બોર્ડર પર ચેકિંગના નામે પોલીસનો આતંક
જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ
જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમવાર ભાજપના ફાળે ગઈ
g clip-path="url(#clip0_868_265)">