Gujarat Election 2022: ચૂંટણી જંગમાં જોવા મળ્યો ખેલદિલીનો રંગ, હોસ્પિટલના બિછાને પડેલા રેવંતસિંહના ખબર અંતર પૂછવા પહોંચ્યા તેમના કટ્ટર હરિફ, જાણો શું કહ્યું
ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ સોલંકીએ માનવતા દાખવીને તેમના કોંગ્રેસના હરિફના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં રાજકારણ તેના સ્થાને છે અને માનવતાની રીત અલગ છે હું અહીં , હું રાજનીતિ કરવા આવ્યો નથી.
ભાવનગર ગ્રામ્ય બેઠક પર રાજકીય ખેલદિલીની ભાવના જોવા મળી હતી. ભાવનગર ગ્રામ્યના કોંગી ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમની ખબરઅંતર પૂછવા ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકીએ માનવતા દાખવીને તેમના કોંગ્રેસના હરિફના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં રાજકારણ તેના સ્થાને છે અને માનવતાની રીત અલગ છે હું અહીં , હું રાજનીતિ કરવા આવ્યો નથી. રેવતસિંહ પહેલા મારો ભાઈ છે , મારી દિલની લાગણી રેવતસિંહ સાથે છે અને ભગવાન તેમને જલ્દીથી સાજા કરે તેવી પ્રાર્થના છે.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જ ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટએટેક આવતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. રૈવતસિંહ ગોહિલ ગઈકાલ રાત્રિ સુધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. રૈવતસિંહ ગોહિલને અચાનક હાર્ટએટેક આવતા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ચિંતિત જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જે ભૂતકાળના વર્ષોમાં ઘોઘા-56 ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. ભાવનગર ગ્રામ્યની આ બેઠક ઉપરથી 2017માં પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકીને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે બીજેપીના ધારાસભ્ય છે. હાલમાં રૈવંતસિંહની ટકકર પરષોત્તમ સોલંકી સામે છે. ત્યારે અચાનક જ રૈવત સિંહને હાર્ટ એટેક આવતા હાલમાં તો તેમના ચૂંટણી પ્રચારના કાર્યમાં ઓટ આવી છે અને તેમના પરિવારજનો તથા સમર્થકોમાં ચિંતાનું મોજું વ્યાપી ગયું છે. જોકે રેૈવતસિંહે હોસ્પિટલના બિછાનેથી કાર્યકરોને પોતાના સ્વાસ્થ્યની ચિંતા ન કરવા માટે જણાવ્યું હતું.
ગુજરાત ઇલેક્શન 2022: ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 1972થી 11 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે. જેમાં પાંચ પાંચ વાર જીત મેળવીને ભાજપ-કોંગ્રેસની હાર-જીતનું પલડું એક સરખુ રહ્યું છે. પરંતુ ભાવનગર ગ્રામ્ય બેઠક ભાજપ સાથે પરસોત્તમ સોલંકીનો પણ ગઢ માનવામાં આવે છે. આ એજ પરસોત્તમ સોલંકી છે જેમણે ભાજપને અહીં પ્રથમવાર જીતનો સ્વાદ ચખાડ્યો હતો. સ્થાનિક મત વિસ્તારના મોટા નેતા તરીકે ઓળખાતા પરસોત્તમ સોલંકી પાછલી 5 ટર્મથી ચૂંટાતા આવે છે અને સતત 1998થી તેમને પ્રજાના મત મળી રહ્યો છે.
ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો