Gujarat Election 2022: સપ્ટેમ્બર માસના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા

આ વખતે ગુજરાતમાં ચૂંટણી જંગ રસાકસીભર્યો બની રહે તેવું અત્યારથી જ લાગી રહ્યું છે. આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે. ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ કોંગ્રેસ (Congress) પ્રજાને વધુ ત્રણ વચન આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી લાગુ કરીશું. 

Gujarat Election 2022: સપ્ટેમ્બર માસના અંતમાં પ્રિયંકા ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા
Rahul Gandhi and Priyanka Gandhi Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 10:21 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આ  જ કડીમાં કોંગ્રેસના (Congress) પ્રિયંકા ગાંધી પણ  ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વડોદરામાં રોડ શો કરે તેવી શક્યતાઓ છે, આ વખતે ગુજરાતમાં ચૂંટણી જંગ રસાકસીભર્યો બની રહે તેવું અત્યારથી જ લાગી રહ્યું છે.  આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે. દરમિયાન ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ કોંગ્રેસ પ્રજાને વધુ ત્રણ વચન આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના  ફરી લાગુ કરીશું.

ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસને આપ્યા વચનો

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election)ને લઈ કોંગ્રેસ (Congress) પ્રજાને વધુ ત્રણ વચન આપ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે ગુજરાતમાં સરકાર બનશે તો જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ફરી લાગુ કરીશું. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં 100 દિવસીય ઈન્દિરા ગાંધી રોજગાર યોજના શરૂ કરાશે. ઉપરાંત ગરીબોને સવાર સાંજ માત્ર 8 રૂપિયામાં શહેરી વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરાશે. જેમાં બપોરે અને સાંજે 100 ગ્રામ દાળ, શાક, રોટલી અને અથાણા સહિતનું પૌષ્ટિક ભોજન જરૂરિયાતમંદોને આપવામાં આવશે. અગાઉ 8 ચૂંટણી વચનો આપી ચુકેલી કોંગ્રેસે આજે વધુ ત્રણ વચનોની લ્હાણી કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાહુલ ગાંધીએ પણ કરી હતી ગુજરાત વિઝિટ

રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના  રોજ  અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજર રહ્યા. આ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (CM Ashok Gehlot) સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી. તેમણે કહ્યુ કે, ‘જો અમારી સરકાર આવશે તો ખેડૂતોનું 3 લાખ રુપિયાનું દેવુ માફ કરીશું. ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતેના કાર્યક્રમ દરમિયાન ગુજરાતની જનતાને અનેક વચન આપ્યા હતા.

તેમજ રાહુલ ગાંધીએ GST, ગુજરાતમાં પકડાતો ડ્રગ્સનો જથ્થો, ખેડૂતોનું દેવુ, કન્યા શિક્ષણ, નોટબંધી જેવા અલગ અલગ મુદ્દાઓને લઇને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયુ છે. દર બે-ત્રણ મહિને ગુજરાતના બંદરો પર ડ્રગ્સ ઝડપાય છે. ગુજરાતની ભાજપ સરકાર ડ્રગ્સ મામલે મૌન બેઠી છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે એક તરફ ગુજરાતમાં વિરોધ કરનારાઓ પર દંડા વરસાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ડ્રગ્સ લાવનારા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">