Gujarat Election : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સપ્ટેમ્બર અંત સુધીમાં આવશે ગુજરાત, આણંદ અને વડોદરામાં વિવિધ કાર્યક્રમો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections) લઇને હવે કોંગ્રેસ પણ એકટીવ મોડ પર આવી ગયુ છે. આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસના (Congress) અલગ અલગ નેતાઓના કાર્યક્રમો ડીઝાઇન કરવામાં આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 2:06 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઇને હવે કોંગ્રેસ પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયુ છે. કોંગ્રેસ (Congress) દ્વારા ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સપ્ટેમ્બરના અંતમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પણ ગુજરાત આવે તેવી શક્યતા છે. વડોદરામાં પ્રિયંકા ગાંધી રોડ-શો કરી શકે છે. તો આણંદમાં (Anand) મહિલા સંમેલનમાં તેઓ ભાગ લે એવી શક્યતા છે. આણંદ અથવા વડોદરામાં (Vadodara) ગરબા કાર્યક્રમમાં તેઓ ભાગ લઇ શકે છે. તો પ્રિયંકા ગાંધીના કાર્યક્રમને પ્રદેશ કોંગ્રેસ આખરી ઓપ આપી રહ્યુ છે.

આણંદ અને વડોદરાના વિવિધ કાર્યક્રમો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને હવે કોંગ્રેસ પણ એકટીવ મોડ પર આવી ગયુ છે. આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસના અલગ અલગ નેતાઓના કાર્યક્રમો ડીઝાઇન કરવામાં આવી રહ્યા છે. જેની અંદર કોંગ્રેસના પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કે જ્યારે નવરાત્રિનો કાર્યક્રમ પણ ગુજરાતમાં મનાવવામાં આવી રહ્યો હશે, ત્યારે પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવી શકે છે. આણંદ અને વડોદરાના વિવિધ કાર્યક્રમોમાં પ્રિયંકા ગાંધી ભાગ લેશે.

પહેલી વાર ગુજરાત ચૂંટણી માટે કરશે કેમ્પેઇન

પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસ દરમિયાન એક મહિલા સંમેલનમાં હાજરી આપવાના છે. ત્યારબાદ નવરાત્રિમાં ગરબા કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી ભાગ લે તેવી પણ શક્યતા છે. પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યો છે. કારણકે કોંગ્રેસ દ્વારા પણ તેમના કાર્યક્રમને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પહેલી વખત હશે કે તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીના કેમ્પેઇનમાં ભાગ લેવા જઇ રહ્યા છે. વર્ષ 2017માં રાહુલ ગાંધી દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર ત્રણ ત્રણ દિવસીય યાત્રા યોજવામાં આવી હતી. એ જ પ્રકારની યાત્રાઓ પણ આગામી સમયની અંદર પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કરી શકે છે.

(વીથ ઇનપુટ-નરેન્દ્ર રાઠોડ,અમદાવાદ)

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">