ગુજરાત ઇલેકશન 2022: ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગર રાજભવનથી તેઓ મતદાન કરવા માટે રાણીપ ખાતે પહોંચ્તેયા હતા. તેઓ મત આપવા માટે ગત રાત્રે જ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાને મત આપ્યા બાદ મતદાનનું ચિહ્ન બતાવીને નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાઈને મતદાન કરવાની અપીલ કરી હતી. મતદાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર મોટા ભાઈ સોમાભાઈના ઘરે પણ ગયા હતા. વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમ વાર મોટા ભાઈને ત્યાં ગયા હતા. સોમા ભાઈ રાણીપના સોમેશ્વર ટેનામેન્ટમાં રહે છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટાભાઈ સોમાભાઈના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સતત ચર્ચામાં રહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ભાવિનો નિર્ણય થશે.
Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N
— ANI (@ANI) December 5, 2022
Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi leaves from Gandhinagar Raj Bhawan to cast his vote for the Gujarat Assembly elections at Nishan Public School, Ranip.#GujaratElections2022 pic.twitter.com/gt9Rmg2tes
— ANI (@ANI) December 5, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
— Narendra Modi (@narendramodi) December 5, 2022
નરેન્દ્ર મોદી આજે રાણીપમાં મતદાન કરવાના છે તે અગાઉ ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાળા સુધી જવાના સમગ્ર રૂટ ઉપર પીએમના કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ ગુજરાત આવ્યા બાદ માતા હીરા બાને મળવા માટે પણ ગયા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થવાનું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે વિધાનસભાનો જંગ ખેલાવાનો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.
બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.
બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન યોજાયું છે. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.