Gujarat Election 2022 : ગુજરાતમાં બે તબક્કામાં મતદાન માટે 6 બેઠકો પર બેથી વધુ ઇવીએમ વપરાશે

ગુજરાત નું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં મોરબીમાં 02 અને લિંબાયત (સૂરત)માં 03 તથા બીજા તબક્કામાં પાટણ તથા અમદાવાદના નરોડા, બાપુનગર, અમરાઈવાડી એમ કુલ 04 બેઠકો પર 02 બેલેટ યુનિટ વપરાશે. પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

Gujarat Election 2022 : ગુજરાતમાં બે તબક્કામાં મતદાન માટે 6 બેઠકો પર બેથી વધુ ઇવીએમ વપરાશે
Gujarat Evm
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 29, 2022 | 3:59 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભામાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં મોરબીમાં 02 અને લિંબાયત (સૂરત)માં 03 તથા બીજા તબક્કામાં પાટણ તથા અમદાવાદના નરોડા, બાપુનગર, અમરાઈવાડી એમ કુલ 04 બેઠકો પર 02 બેલેટ યુનિટ વપરાશે

સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે 14 જિલ્લાઓમાં પણ ઈવીએમ અને વીવીપેટના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જ્યારે બીજા તબક્કામાં પાટણ જિલ્લાના 18-પાટણ વિધાનસભા મતવિસ્તારમાં 16 હરીફ ઉમેદવારો હોવાથી દરેક બુથ પર 02 બેલેટ યુનિટ, જ્યારે અમદાવાદ જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તાર-47-નરોડામાં 17 ઉમેદવારો હોવાથી, 49-બાપુનગરમાં 29 ઉમેદવારો હોવાથી અને 50-અમરાઈવાડીમાં 17 ઉમેદવારો હોવાથી દરેક બુથ પર 02 બેલેટ યુનિટ વપરાશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે.

આ ઉપરાંત ગુજરાતમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કવોડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. જેમાં મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 3,07,574 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે. આચાર સંહિતાના અમલના ભંગની કુલ 2,423 અરજીઓ મળી છે, જેમાંથી 2,389 નો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 3,822 જનરલ ફરિયાદો મળી છે, તેમાંથી 3,600 અરજીઓનો નિકાલ કરાયો છે

g clip-path="url(#clip0_868_265)">