Gujarat Election 2022 : પ્રથમ તબક્કાના મતદાન પહેલા શહેરામાંથી મોટી સંખ્યામાં ઝડપાયો દારૂ, 5 ઇસમો સામે નોંધાયો ગુનો
પંચમહાલના (Panchmahal) શહેરામાંથી બે જુદા જુદા સ્થળો અનુક્રમે આંબાજટી અને ઉંમરપુર ગામના રહેણાંક મકાનમાંથી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત 12 લાખ રૂપિયા જેટલી છે. આ ઘટનામાં પોલીસે પાચં જેટલા ઇમસો સામે પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ કામગીરી હાથ ધરી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાતમાં એક દિવસ બાદ પ્રથમ તબક્કાનું મતદાન આયોજિત થવાનું છે તે પહેલા જ પંચમહાલ જિલ્લાના શહેરામાંથી મોટી સંખ્યામાં દારૂ મળી આવ્યો છે. પંચમહાલના શહેરામાંથી બે જુદા જુદા સ્થળો અનુક્રમે આંબાજટી અને ઉંમરપુર ગામના રહેણાંક મકાનમાંથી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત 12 લાખ રૂપિયા જેટલી છે. દારૂ મળતા એવી ચર્ચા હતી કે વિધનસભાની ચૂંટણી પહેલા આ દરૂ વહેચવા માટે મંગાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે પાચં જેટલા ઇમસો સામે પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ કામગીરી હાથ ધરી છે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : અરવલ્લી તેમજ મહિસાગરમાં મોટી માત્રામાં ઝડપાયો દારૂ
ગુજરાતમાં ચૂંટણી પહેલા સતત નાણાકીય હેરફેર તેમજ દારૂની હેરફેર પર નજર રાખવા માટે ચૂંટણી પંચ સક્રિય છે ત્યારે એક દિવસ અગાઉ મોનિટરીંગ સેલ દ્વારા શામળાજી પંથકમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તો
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : લઘુ પારઘીનો દારૂી અંગેનો વીડિયો વાયરલ
બનાસકાંઠાની દાંતા બેઠકના ભાજપ ઉમેદવાર લઘુ પારઘીનો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. દાંતાના કોઈ ગામે ચૂંટણી પ્રચાર દમિયાન લાધુ પારગી ખુલ્લેઆમ દારૂ વેચાવવાનું વચન આપી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં લાધુ પારગીએ કહ્યું કે હું જીત્યા પછી મહિલાઓ ખોળામાં નહીં ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચી શકશે. જો કે દાંતા ભાજપ ઉમેદવારના વાયરલ વીડિયો અંગે TV9 પુષ્ટિ કરતું નથી.
ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
વિથ ઇનપુટ ક્રેડિટઃ નિકુંજ પટેલ, ટીવી9 પંચમહાલ