AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: તમારા ઘરમાં 80 વર્ષથી ઉપરના વૃદ્ધ મતદાર છે ? તો જાણી લો 12Dનું ફોર્મ ભરવા સહિતની અગત્યની માહિતી

રાજ્યના વૃદ્ધ મતદારો માટે મતદાન કરવું હવે અત્યંત સરળ બન્યું છે. અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં વયોવૃદ્ધ મતદાતાઓને  (Senior Citizen) 12 Dનું ફોર્મ વિતરણ કરવાની   કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

Gujarat Election 2022: તમારા ઘરમાં 80 વર્ષથી ઉપરના વૃદ્ધ મતદાર છે ? તો જાણી લો 12Dનું ફોર્મ ભરવા સહિતની અગત્યની માહિતી
ફરજ પર ગેરહાજર રહેનારા રાજકોટના પ્રિસાઇડિંગ ઓફિસરનું ધરપકડ વોરંટ (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 9:24 AM
Share

 ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. વૃદ્ધ મતદારો ચૂંટણીમાં હંમેશા હોંશે-હોંશે મતદાન કરતા હોય છે. ત્યારે 80 વર્ષથી વધુ વર્ષના મતદારો 12Dનું ફોર્મ ભરીને ઘરેથી જ પોતાનો મત આપી શકશે. રાજ્યના વૃદ્ધ મતદારો માટે ચૂંટણી પંચે ઘરેથી જ મતદાનની ખાસ વ્યવસ્થા ગોઠવી આપી છે. ત્યારે રાજ્યના વૃદ્ધ મતદારો માટે મતદાન કરવું હવે અત્યંત સરળ બન્યું છે. અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં વયોવૃદ્ધ મતદાતાઓને  12 Dનું ફોર્મ વિતરણ કરવાની   કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાત ઈલેક્શન 2022:  ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો  પૈકી 4 લાખથી વધુ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતા

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 ઓક્ટોબર અગાઉ જ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ મતદાર યાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ  અને વૃદ્ધ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાની નોંધણી કરાવીને  મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે. આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 માં વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા કે કોઈ કારણોસર મતદાન મથક સુધી ન પહોંચી શકનાર વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર (Postal ballot) ની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે.

ઘરેથી મતદાન કરનારાઓની સંખ્યા સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં નોંધાઇ છે. અમદાવાદમાં 100 વર્ષના સૌથી વધુ 1500 જેટલા મતદારો ઘરેથી મતદાન કરનારાઓમાં સામેલ છે. હાલમાં 80 વર્ષથી વધુ વયના 1.31 લાખથી વધુ મતદારો અમદાવાદમાં છે. જયારે રાજ્યમાં 11, 000થી વધુ મતદારો શતાયું છે. તેમજ ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે  વિકલાંગ અને દિવ્યાંગ  મતદાર મતદાન મથકે જશે તેમના માટે  ગ્રાઉન્ડ ફ્લોર પર જ મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે.

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">