Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા પ્રચાર માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે  કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા પ્રચાર માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
Gujarat Congress Star CampaignarImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 6:45 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે  કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીના કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, કમલનાથ, સચિન પાયલટ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા આ યાદીમાં સામેલ છે.

ગુજરાત ઇલેકશન 2022 : હાલમાં રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ પર છે. આ મુલાકાતના કારણે તેમણે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કર્યો ન હતો. જ્યારે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળી હતી.ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે અને બાકીની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે પીએમ મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે . તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સામેલ થવાના છે. તેવા સમયે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનું નેતૃત્વ કરશે. NCPએ સોમવારે આ જાહેરાત કરી હતી. એનસીપીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ, મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલ, વરિષ્ઠ નેતાઓ અજિત પવાર, સુપ્રિયા સુલે, છગન ભુજબળ અને પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટો સહિત 31 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">