AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election : આજે ભાજપ જાહેર કરશે ઉમેદવારોની પહેલી યાદી, જૂના જોગીઓ પહેલા જ રેસની બહાર

આજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરાશેય કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કરશે.

Gujarat Assembly Election : આજે ભાજપ જાહેર કરશે ઉમેદવારોની પહેલી યાદી, જૂના જોગીઓ પહેલા જ રેસની બહાર
Gujarat BJPImage Credit source: Tv9 Gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 7:22 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેની વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ તેજ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ આજે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. આજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરાશે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આરી પાટીલ આ ઉમેદવારોની યાદી જાહેર કરશે. મહત્વનું છે કે ગઈકાલે દિલ્લીમાં  ઉમેદવારોની પસંદગી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની હાજરીમાં ભાજપની બેઠક મળી હતી. ઉમેદવારો નક્કી કરવા ચાર કલાક કરતા વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. આપને જણાવી દઈએ કે,  દિલ્હીમાં મળેલી બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. આ વખતે નવા ચહેરાઓને ટિકિટ મળે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

રૂપાણી સહિતના નેતાઓએ ચૂંટણી ન લડવા કરી જાહેરાત

ઉમેદવારોને લઇને 75 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની માહિતી પણ મળી રહી છે. તેની સાથે જ કોઇપણના પરિવારજન કે સગાને ટિકિટ નહીં મળે તેવી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તે બોર્ડ લેતુ હોય છે. તો અનેક જગ્યાએ નો રિપીટ થીયરી આવે તેવુ લાગી રહ્યુ છે.

જો કે પ્રથમ યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. તો રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. તો આર સી ફળદુ અને સૌરભ પટેલ પણ આ રેસ ની બહાર છે.

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
g clip-path="url(#clip0_868_265)">