Gujarat Election 2022: ભાજપે જુના જોગીઓથી લઈ યુવા અને મહિલાથી લઈ જાતિગત સમીકરણો સાથે કરી ઉમેદવારોની પસંદગી, ગુજરાત જીતવા ફૂંક્યુ રણશિંગુ

ગુજરાતમાં સૌથી છેલ્લે ઉમેદવારોની યાદી જાહેર કરનારી ભાજપા(BJP)એ 360 ડિગ્રી પર પસંદગીને લઈને કામ કર્યુ છે, આ વખતે 130 ને પાર કરાવવા માટે ભાજપ કોઈ કસર છોડવા નથી માગતુ અને વિરોધી પરિબળોને કોઈ મોકો પણ આપવા નથી માગતુ જે તેની યાદી પરથી સાબિત તઈ રહ્યું છે જો કે પરિણામો જ આખરે તો સ્પષ્ટ ચિત્ર જાહેર કરી શકશે.

Gujarat Election 2022: ભાજપે જુના જોગીઓથી લઈ યુવા અને મહિલાથી લઈ જાતિગત સમીકરણો સાથે કરી ઉમેદવારોની પસંદગી, ગુજરાત જીતવા ફૂંક્યુ રણશિંગુ
Gujarat Election 2022 and BJP's Political Calculations
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 10, 2022 | 4:30 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં હમણા ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. આ ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા અને કોંગ્રેસના સમીકરણો પર સીધા પ્રહાર કરવા માટે આપ પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારો અને સીએમનો ચહેરો શુદ્ધા જાહેર કરીને પડકાર ફેંક્યો, ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા પણ ઓછી વિવાદાસ્પદ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી, જો કે ઘણાબધા હજુ ઉમેદવારો બાકી છે. વાત ભાજપની કરીએ તો આજે ભૂપેન્દ્ર યાદવ દ્વારા 160 ઉમેદવારોની જાહેરાત કરીને ચિત્ર સ્પષ્ટ કરી દીધુ કે તેનું ગુજરાત માટેનું રાજકીય ગણિત શું કહી રહ્યું છે.

ભાજપને માત્ર જીત જ ખપે છે

ભાજપ દ્વારા આ વખતે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો માટે સીધા સમીકરણ એક જ દેખાઈ રહ્યા છે કે જે જીતે તે ભાજપનો ઉમેદવાર. અત્યાર સુધી ઉમરના ક્રાઈટેરીયાને જોઈને ચાલનારી પાર્ટીમાં આ વખતે માત્ર જીતને જોઈને પસંદ કરવામાં આવ્યા છે. વિજય રૂપાણી સરકારમાં આખા મંત્રીમંડળને ફેરબદલ કરી દેવાયા બાદ અને નવા મંત્રીમંડળને અસ્તિત્વમાં લાવનારા પક્ષે એક મેસેજ એ પણ આપ્યો કે વ્યક્તિ કરતા પક્ષ મહાન છે. આજે જ શંકર ચૌધરી દ્વારા તેમને ટિકિટ મળી ત્યારે પરબત પટેલને મળીને તેમણે આ જ ઉલ્લેખ કર્યો કે કમળ લડી રહ્યું છે હું તો માત્ર એક સૈનિક તરીકે છું.

ક્યાં ફેરફાર થયા અને એની પાછળ ના કારણો

  1. દબંગ નેતાઓને પાર્ટીએ ટિકિટ આપી જેમાં પબુ ભા માણેક, જેઠા ભરવાડ , પરસોત્તમ સોલંકી હીરા સોલંકીનો સમાવેશ થાય છે જો કે આ નેતાઓની દબંગાઈથી પાર્ટીની છબીને સીધી રીતે કોઈ નુકસાન નથી
  2. તો બીજી તરફ મધુ શ્રીવાસ્તવની સતત આડોડાઈથી પાર્ટીની ઇમેજ ખરડાતી હતી એ જ રીતે રાજેન્દ્ર ત્રિવેદીના વિવાદિત નિવેદનોના કારણે સરકાર અને સંગઠન ફિકસમાં મુકાઈ જતા હતા. આ બન્ને નેતાઓ પાર્ટી લાઈનથી અલગ ચાલતા હતા જેના કારણે ડ્રોપ કરી એક ચોખ્ખો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો
  3. Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
    Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
    Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
    Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
    'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
    ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  4. એ જ રીતે હકુભાના ગુનાહિત ઇતિહાસથી પાર્ટીને નુકસાન થઈ રહતુ હતું સાથે જ આડકતરી રીતે રિલાયન્સ ગ્રુપને પણ હકુભાના ગુનાહિત પ્રવૃતિઓ સામે વાંધો હતો એ જ કારણ હતું કે રિલાયન્સ દ્વારા જામનગરના ગુનાહિત ઇતિહાસ વાળા દાવેદારો સામે ખુલીને વિરોધ કરવામાં આવ્યો હતો, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને હકુભા ચૂંટણીના મેદાનમાંથી બહાર થયા.
  5. મહિલા ભાગીદારીની વાત કરવામાં આવે તો વિધાન સભામાં 30 % મહિલા ભાગીદારીની આરક્ષણની માગ છે, જો કે હજુ સુધી એક પણ રાજકીય પાર્ટી એ આ સ્વિકારી નથી ત્યારે આ વખતે પહેલી યાદીમાં 14 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમાં અમદાવાદ માં પહેલી વાર 3 મહિલાઓ ને ટિકિટ મળી છે, વર્ષ 2017 માં અમદાવાદમાં એક પણ મહિલા ઉમેદવાર ભાજપમાં નોહતા.

સૂરતમાં ‘આપ’ની અસર

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં આમ આદમી પાર્ટી ની જમીન પર અસર વધારે જોવા મળે છે એ જ કારણ છે કે સુરત શહેર માં માત્ર 3 બેઠક બદલવામાં આવી. બાકી ની બેઠકો ખાસ કરીને વરાછા, કતારગામ, કરંજ, કામરેજ માં જીતની જવાબદારી ઉમેદવારોને આપવામાં આવી છે અને આ બેઠક પર કોઈ ચેહરા બદલવામાં નથી આવ્યો.

મોરબીના પડઘા

મોરબીની હોનારતના પડઘા આખા સૌરાષ્ટ્ર માં ઘેરા પડ્યા છે અને બ્રિજેશ મેરઝાની નબળી કામગીરી આખે વળગે એવી હતી એ જ કારણ છે કે બ્રિજેશ મેરઝાનું પત્તુ કપાયું તો અન્ય બેઠક પર મૂળ ભાજપના ઉમેદવારોને તક આપી. આ બેઠક પર કાંતિ અમૃતિયાને ટિકિટ આપવા પાછળનું કારણ એ પણ છે કે બ્રિજ ધરાશાય થયો ત્યારે કાંતિ અમૃતિયાએ પાણીમાં કુદીને પણ લોકોના જીવ બચાવ્યા હતા અને તેમની આ કામગીરી સોશ્યલ મિડિયા પર છવાઈ ગઈ હતી.

જુના જોગીઓને કેમ કાપ્યા

ચૂંટણી સમયે કોઈ નારાજગી કે અસંતોષ ના થાય એ માટે વિજય રૂપાણીથી માંડી ભુપેન્દ્રસિંહ ચુડાસમા , પ્રદિપસિંહ જાડેજા, આરી.સી. ફળદુ પાસે સામે થી ચૂંટણી ના લડવાનો નિર્ણય જાહેર કરાવ્યો, જો કે ભાજપનું આ પાછળ નું મૂળ કારણ આગામી 20 વર્ષ માટે નવી કેડર તૈયાર કરવાની હતી, આ તમામ નેતાઓ સમાજ માં પણ એન્ટી ઇન્કબસીનું વાતાવરણ બની ગયું હતું જેની અસર મતો અને બેઠકની જીત પર પડી શકે તેમ હતી.

સરવાળે એમ કહી શકાય કે ભાજપે એક ઝાટકે જાહેર કરેલા 160 ઉમેદવારોમાંથી પાર્ટી 100 કરતા વધારે ઉમેદવારોની જીત પર નિશ્ચિત હોવાનો સૂર વ્યક્ત કરી રહી છે અને વર્ષ 2017માં જે સીટો પર 1000 થી લઈને 2000 સુધીનું માર્જીન રહ્યું છે તેને વિકાસના કામોથી લઈ પ્રચારના તબક્કામાં વણી લઈને જીતમાં ફેરવી નાખવાની ગણતરી છે, હિસાબ સીધો એ છે કે જે તે સમયના સરકારના વિરોધીઓ અને પડકાર જનક કોંગ્રેસીઓ પણ હવે ભાજપમાં છે ત્યારે ગુજરાતની ચૂંટણીનું ચિત્ર 8 ડિસેમ્બરે જરૂર સ્પષ્ટ થઈ જશે.

g clip-path="url(#clip0_868_265)">