Gujarat Election 2022 Live : ભાજપે 160 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર, જાણો તમારા વિસ્તારમાં કોને મળી ટિકિટ

Mamta Gadhvi

Mamta Gadhvi | Edited By: Mina Pandya

Updated on: Nov 10, 2022 | 9:26 PM

Gujarat Election: BJP's official candidate : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આજે ભાજપે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. જાણો તમારા વિસ્તારમાં કોને મળી ટિકિટ.

Gujarat Election 2022 Live : ભાજપે 160 ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર, જાણો તમારા વિસ્તારમાં કોને મળી ટિકિટ
Gujarat Election 2022 LIVE

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 લાઈવ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કોંગ્રેસ અને AAP બાદ આજે ભાજપ પ્રથમ 160 ઉમેદવારની યાદી (BJP Candidates Announced) જાહેર કરી. જેમાં 13 SC, 24 ST તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે.

તો બીજી તરફ પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી છે. એક બાદ એક કોંગ્રેસી નેતાઓ હાથ નો સાથ છોડી કેસરિયા કરી રહ્યા છે. આજે વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાઈ શકે છે. જો ગત વિધાનસભા ચૂંટણીના (ગુજરાત ઈલેક્શન અપડેટ્સ) પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જો કે પેટાચૂંટણીમાં જીતને કારણે ભાજપની બેઠકો વધીને 112 પર પહોંચી. તો બીજી બાજુ કોંગ્રેસને પક્ષપલટાને કારણે મોટુ નુકસાન થયુ, હાલ 65 બેઠકો કોંગ્રેસ પાસે છે. જો કે ગુજરાતમાં AAP ની એન્ટ્રીથી આ વખતે રાજકીય સમીકરણો બદલાયા છે, ત્યારે ગુજરાતમાં ક્યો પક્ષ બાજી મારે છે, તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 10 Nov 2022 09:25 PM (IST)

  Gujarat Election 2022: વડોદરામાં મધુ શ્રીવાસ્તવ બાદ વધુ એક નેતાનો બળવો

  વડોદરામાં મધુ શ્રીવાસ્તવ પછી વધુ એક નેતાએ બળવો કર્યો છે. પાદરા બેઠક પર દિનેશ પટેલે અપક્ષ ચૂંટણી લડવાનુ જણાવ્યુ છે. બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલને ભાજપે  ટિકિટ ન આપતા અપક્ષ લડવાની તૈયારી કરી છે. ભાજપે પાદરા બેઠક પર ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે

 • 10 Nov 2022 07:22 PM (IST)

  BJP Candidate Lists: વાઘોડિયાથી ટિકિટ ન મળતા મધુ શ્રીવાસ્તવની નારાજગી, અપક્ષ કે કોઈ પાર્ટી સાથે લડવાની કરી જાહેરાત

  વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેમણે અપક્ષ અથવા કોઈ પાર્ટીમાંથી લડવાની જાહેરાત કરી છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે જે પાર્ટી સહકાર આપશે તેનો સાથ લઈને લડીશું. તો બીજી તરફ તેમણે જણાવ્યુ કે 1995માં જેમ અપક્ષ તરીકે લડ્યો હતો એ રીતે લડીશ અને જીતીશ. જો કે અપક્ષ લડવુ કે કોઈ પાર્ટીમાંથી લડવુ તે અંગે આવતીકાલે નિર્ણય કરશે તેમ જણાવ્યુ છે.

 • 10 Nov 2022 07:16 PM (IST)

  BJP Candidate Lists : ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 4 નેતાઓને આપી ટિકિટ

  ભાજપે  160 મૂરતિયા જાહેર કરી દીધા છે. કયાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છે.  કેટલાક મંત્રીઓના પત્તા કપાયા છે, તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચાર નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી આવેલા હાર્દિકને વિરમગામથી તો હર્ષદ રિબડિયાને વિસાવદરથી ટિકિટ આપી છે. તો કાલે ભાજપમાં જોડાયેલા ભગા બારડને પણ ભાજપે તક આપી છે.પરંતુ મોરબીથી બ્રિજેશ મેરજાને સાઈડલાઈન કરાયા છે.

 • 10 Nov 2022 06:00 PM (IST)

  Gujarat Election 2022 Live: ભાજપે 12 નોન મેટ્રિક ઉમેદવારને આપી ટિકિટ

  ભાજપના 12 ઉમેદવારો 10 પાસ પણ નથી. SSC સુધીનું શિક્ષણ ન મેળવ્યુ હોય તેવા વર્તમાનમાં 2 મંત્રીઓ અને 1 પૂર્વ મંત્રીનો સમાવેશ થાય છે. ભાજપના અબડાસાથી ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા માત્ર 4 ધોરણ ભણેલા છે. તો માત્ર 7 ધોરણ સુધી ભણ્યા હોય તેવા 4 ઉમેજવારોને ભાજપે ટિકિટ આપી છે. વાંકાનેરના ઉમેદવાર જીતુ સોમાણી અને દ્વારકાના ઉમેદવાર પબુભા માણેક માત્ર સાત ધોરણ સુધી ભણેલા છે. કડીના કરસન સોલંકી, સુરત ઉત્તરના કાંતિ બલર ધોરણ 7 સુધી જ ભણ્યા છે. 8 ધોરણ સુધી ભણેલા બે ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યુ છે. જેમા રાજકોટથી રમેશ ટીલાળા અને ધંધુકાના કાળુ ડાભી 8 ધોરણ સુધી ભણેલા છે. ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો તેવા 4 ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યુ છે. જેમા બે પૂર્વ મંત્રી, વરાછાના ઉમેદવાર કુમાર કાનાણી અને ઉમરગામના ઉમેદવાર રમન પાટકરને ટિકિટ આપી છે. હાલ મંત્રી જીતુ ચૌધરી, કપરાડાના ઉમેદવાર અને દાતાના ઉમેદવાર લઘુભાઈ પારઘીને મેન્ડેટ આપ્યુ છે.

 • 10 Nov 2022 05:10 PM (IST)

  Gujarat Election 2022: વલસાડની પારડી બેઠક પર ભાજપે કનુ દેસાઈને આપી ટિકિટ

  વલસાડની હાઈપ્રોફાઈલ પારડી બેઠક પર કનુ દેસાઈને ભાજપે ટિકિટ આપી છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ભર્યા બાદ કનુ દેસાઈએ કહ્યું, સમગ્ર ગુજરાતમાં ભાજપ બહુમતીનો રેકોર્ડ તોડશે.

 • 10 Nov 2022 05:07 PM (IST)

  Gujarat Election 2022: ભાજપે પંચમહાલની શહેરા બેઠક પર જેઠા ભરવાડને સતત છઠ્ઠીવાર રિપીટ કર્યા

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભાજપે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં પંચમહાલની શહેરા બેઠક પર દિગ્ગજ ભાજપ નેતા જેઠા ભરવાડને સતત છઠ્ઠી વખત રિપિટ કરવામાં આવ્યા છે. જેઠા ભરવાડ વર્ષ 1998થી ધારાસભ્ય પદે ચૂંટાઇ આવે છે. ટિકિટ મળ્યા બાદ જેઠા ભરવાડે હાઇકમાન્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.

 • 10 Nov 2022 05:02 PM (IST)

  Gujarat Election 2022: મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્ર રાઠવાને ભાજપે આપી ટિકિટ

  બે દિવસ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે. છોટાઉદેપુર બેઠક પરથી રાજેન્દ્રસિહ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. મોહનસિંહ રાઠવાની ઓફિસે સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. રાજેન્દ્ર રાઠવાએ કહ્યું, વડાપ્રધાન મોદીની વિચારધારાને લઈ અમે ભાજપ સાથે જોડાયા છે. સામાજિક અને પારિવારિક વિચાર ધારા એક છે પણ રાજકીય વિચારધારા બદલાઈ છે.

 • 10 Nov 2022 04:03 PM (IST)

  Gujarat Election 2022 Live : ઝાલોદ વિધાનસભા બેઠક માટે કોકડું ગુંચવાયું, ભાવેશ કટારાના નામ સામે નારાજગી

  Gujarat Election 2022 Live : ઝાલોદ વિધાનસભા બેઠક માટે હાલમાં કોકડું ગૂચવાયું છે અને ઝાલોદ તથા ગરબાડા બેઠક માટે ઉમેદવારોના નામની  જાહેરાત બાકી છે ત્યારે  ભાજપ ભાવેશ કટારાને ટિકીટ આપશે તો ભાજપના  જ  કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં  રાજીનામા આપી શકે  છે ભાજપ દ્વારા ઝાલોદ અને ગરબાડા બેઠક માટે જાહેરાત બાકી છે.

 • 10 Nov 2022 03:53 PM (IST)

  Gujarat Election 2022 Live : નરોડામાં યુવા ડો. પાયલ કુકરાણીને ટિકિટ આપતા બલરામ થાવાણીના સમર્થકો નારાજ

  Gujarat Election 2022 Live : નરોડામાં યુવા ડો. પાયલ કુકરાણીને ટિકિટ આપતા બલરામ થાવાણીના સમર્થકો નારાજ થયા છે અને તેના કારણે બજારો બંધ જોવા મળી રહ્યા છે.  બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે,  પાયલ મારી દીકરી  સમાન છે અન તે સિંધી સમાજની  છે  પરંતુ  તેણે લગ્ન અન્ય સાજમાં કર્યા છે હું મારી  ઉમેદવારી અંગે સી.આર. પાટીલ સાથે વાત કરીશ.

 • 10 Nov 2022 03:21 PM (IST)

  Gujarat Election 2022 Live : ભાજપ દ્વારા ટિકિટ જાહેર થયા બાદ શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)એ કર્યા કુળદેવીના દર્શન

  Gujarat Election 2022 Live : બાજપ દ્વારા  ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ શૈલેષ મહેતા સોટ્ટા  કુળદેવી માતાના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા . તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે  ભાજપ આ ચૂંટણીમાં જંગી જીત મેળવશે.  નવા સીમાંકનમાં પણ ભાજપ સંગઠન મજબૂત છે, ભાજપ જીત માટે તૈયાર છે

  Shailesh sotta

  Shailesh sotta

 • 10 Nov 2022 03:13 PM (IST)

  Gujarat Election 2022 Live : અમદાવાદની નરોડા બેઠક પર ભાજપમાં વિવાદ , બલરામ થાવાણીની નારાજગી

  Gujarat Election 2022 Live : અમદાવાદની નરોડા બેઠક પરથી બલરામ થાવાણીનું નામ કપાતા વિવાદ સામે આવ્યો છે. બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે,  પાયલ મારી દીકરી  સમાન છે અન તે સિંધી સમાજની  છે  પરંતુ  તેણે લગ્ન અન્ય સાજમાં કર્યા છે હું મારી  ઉમેદવારી અંગે સી.આર. પાટીલ સાથે વાત કરીશ.

 • 10 Nov 2022 03:09 PM (IST)

  Gujarat Election 2022 Live : નવસારીમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ, 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

  Gujarat Election 2022 Live :  નવસારીના વાંસદા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સામે આવ્યું છે. વાંસદા તાલુકાના આપના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સંગઠનના મહામંત્રી અને સહિતના તમામ હોદેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે.

 • 10 Nov 2022 03:04 PM (IST)

  Gujarat Election 2022 Live : સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 3 બેઠકો પર કોકડું ગુચવાયું

  Gujarat Election 2022 Live :  સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 3 બેઠકો પર કોકડું ગુચવાયું  છે અને   ભાજપ દ્રારા હજુ સુધી  ઉમેદવારના નામ જાહેર  કરવામાં આવ્યા નથી.   તો રાજકોટ જિલ્લાની ધોરાજી બેઠક, દેવભૂમિ દ્વારિકાની જામખંભાળિયા બેઠક અને ભાવનગર પૂર્વ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થયા  નથી.  ધોરાજી બેઠક પર કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજનું લોબીંગ થઇ રહ્યું છે

 • 10 Nov 2022 02:18 PM (IST)

  Gujarat Election Live : રિવાબા જાડેજાને ટિકિટ મળતા રવિન્દ્ર જાડેજાએ હાઈ કમાન્ડનો આભાર માન્યો

  જામનગર ઉત્તરથી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ મળતા તેમણે ટ્વિટ કરીને PM મોદી અને અમિત શાહનો આભાર માન્યો છે.

 • 10 Nov 2022 01:32 PM (IST)

  ગુજરાત ચૂંટણી 2022 : અમદાવાદની નરોડા બેઠક પર ભાજપે મહિલા યુવા ડોક્ટરને મેદાનમાં ઉતાર્યા

  ભાજપની પ્રથમ યાદીમાં 14 મહિલાઓનો સમાવેશ કરાયો છે. જેમાં અમદાવાદની નરોડા બેઠક પરથી ભાજપે પાયલ કુકરાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.  29 વર્ષીય પાયલ કુકરાણી વ્યવસાયે ડોક્ટર છે. ટિકિટ અંગે વાત કરતા પાયલ કુકરાણીએ કહ્યું કે, મારી પસંદગી બદલ હું  ભાજપ હાઇકમાન્ડને આભારી છુ.

 • 10 Nov 2022 01:26 PM (IST)

  Gujarat Election Live : રાજુલા બેઠક પર કોળી સમાજના દિગ્ગજ નેતા હીરા સોલંકીને અપાઈ ટિકિટ

  રાજુલા બેઠક પર ભાજપના સિનીયર નેતા અને કોળી સમાજના દિગ્ગજ નેતા હીરા સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે  હીરા સોલંકી ભારતીય જનતા પાર્ટીના સીનયર નેતા અને પરષોત્તમ સોલંકીના નાના ભાઈ છે. મહત્વનું છે કે આ વિધાન સભા બેઠક ઉપર કોંગ્રેસ સામે લડવા હીરા સોલંકીએ હુંકાર કર્યો હતો.

 • 10 Nov 2022 01:15 PM (IST)

  રાજકોટમાં ‘નો રિપીટ' થિયરી ! ભાજપે 4 બેઠક પર નવા ચહેરાને આપી તક

  ભાજપે રાજકોટમાં ‘નો રિપીટ' થિયરી  અપનાવી છે. તેમાં 4 બેઠક પર નવા ચહેરાને તક આપવામાં આવી છે.  રાજકોટ પશ્ચિમ બેઠક પર ડૉ.દર્શિતા શાહ, રાજકોટ દક્ષિણથી ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, રાજકોટ ગ્રામ્ય બેઠક પર SC સમાજના ભાનુ બાબરીયાને ટિકિટ, તોરાજકોટ પૂર્વમાં ઓબીસી સમાજના આગેવાન ઉદય કાનગડને ટિકિટ આપવામાં આવી છે.

 • 10 Nov 2022 12:54 PM (IST)

  ગુજરાત ચૂંટણી 2022 : ભાજપની પ્રથમ યાદીમાં 13 SC, 24 ST ઉમેદવારોને સ્થાન

  કોંગ્રેસ અને AAP બાદ આજે ભાજપ પ્રથમ 160 ઉમેદવારની યાદીજાહેર કરી. જેમાં 13 SC, 24 ST તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે.

 • 10 Nov 2022 12:42 PM (IST)

  Gujarat Election Live Updates : ભાજપ કાર્યાલય પર CM ભૂપેન્દ્ર પટેલનું ઢાલ નગારા સાથે સ્વાગત

  ભાજપે 69 ઉમેદવારોને રિપીટ કર્યા છે, જેમાં ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે.  ત્યારે ઘાટલોડિયા ભાજપ કાર્યાલાય પર તેમનું કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યુ.

 • 10 Nov 2022 12:33 PM (IST)

  ગુજરાત એસેમ્બલી ઈલેક્શન : જાણો તમારા વિસ્તારમાં કોને મળી ટિકિટ

  ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઢોલ વાગી ચૂક્યો છે, ત્યારે ભાજપે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

 • 10 Nov 2022 12:23 PM (IST)

  Gujarat Election 2022 : ગીતાબા જાડેજા ના ઘરે ફટાકડા ફોડી કાર્યકરોએ કરી ઉજવણી

  ગોંડલમાં ફરી ગીતાબા જાડેજાની ટિકિટ મળતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. મહિલા આગેવાનોએ પણ ગીતાબાને પુષ્પાહાર પહેરાવી મોં મીઠુ કરાવ્યુ. તો સાથે ગીતાબા જાડેજાએ આ વખતે 25,000 થી વધુને લીડ સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 • 10 Nov 2022 12:21 PM (IST)

  Gujarat BJP : જમાલપુર ખાડિયા બેઠક પર ભુષણ ભટ્ટને રિપીટ કરાયા, કાર્યકરોએ કરી ઉજવણી

  ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ 160 ઉમેદવારોમાં ઘણા જૂના જોગીઓને રિપીટ કરાયા છે. જમાલપુર ખાડિયા બેઠક પર ભુષણ ભટ્ટને રિપીટ કરાતા ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 • 10 Nov 2022 12:08 PM (IST)

  ગુજરાત ચૂંટણી 2022 : અમરાઈવાડીનાં કોંગ્રેસના ઉમેદવાર ધમેન્દ્ર પટેલે પ્રચાર શરૂ કર્યો

  અમદાવાદના અમરાઈવાડીનાં કોંગ્રેસના ઉમેદવાર ધમેન્દ્ર પટેલે પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસનાં ઉમેદવારે પગપાળા પ્રચાર કરીને મતદારો સુધી પહોંચી રહ્યા છે. અને લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે સમજાવી રહ્યા છે. કોંગ્રેસનાં ઉમેદવારે જણાવ્યું હતું કે કોંગ્રેસનાં 8 વચનો સાથે તેઓ મતદારો સામે જઈ રહ્યા છે. અને તેમનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 • 10 Nov 2022 11:59 AM (IST)

  BJP Candidate List : રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટિલાળાનું નામ જાહેર થતા ઉજવણી

  ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટિલાળાને રિપીટ કરાયા છે. જેને પગલે કાર્યકરોએ ફટાકડા ફોડી અને મોં મીઠુ કરાવી ઉજવણી કરી છે.

 • 10 Nov 2022 11:55 AM (IST)

  Gujarat Election Live : ભાજપે જાહેર કરેલ યાદીમાં 14 મહિલાનો સમાવેશ કરાયો

  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલ યાદીમાં 14 મહિલાનો સમાવેશ કરાયો. વાંચો આ યાદી...

  વઢવાણ- જિજ્ઞાબેન પંડ્યા ગાંધીધામ (અનુસુચિત જનજાતિ)- માલતીબેન મહેશ્વરી રાજકોટ પશ્ચિમ - ડૉ. દર્શિતા પારસ શાહ રાજકોટ ગ્રામિણ -ભાનુબેન બાબરિયા ગોંડલ- ગીતાબા જાડેજા જામનગર ઉત્તર- રિવાબા જાડેજા નાંદોદ- ડૉ.દર્શનાબેન દેશમુખ લિંબાયત- સંગીતા પાટિલ બાયડ- ભીખીબહેન પરમાર નરોડા- ડૉ. પાયલ કુકરાણી ઠક્કરબાપા નગર- કંચનબેન રાદડિયા અસારવા- દર્શના વાઘેલા મોરવાહડફ- નિમિષા સુથાર વડોદરા- શહેર મનિષા વકીલ

 • 10 Nov 2022 11:46 AM (IST)

  Gujarat Election Live : મહુવા ભાજપમાં ભડકો, 300 સભ્યોએ આપ્યા રાજીનામા

  ભાવનગર જિલ્લાના મહુવામાં શિવા ગોહિલનું નામ જાહેર થતા ઉકળતો ચરૂ જેવી સ્થિતિ જોવા મળી છે. 300 થી વધુ સભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોનો સમાવેશ થાય છે.

 • 10 Nov 2022 11:42 AM (IST)

  Gujarat Election Live : ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

 • 10 Nov 2022 11:35 AM (IST)

  BJP Candidates : ભાવનગર બેઠક પર જીતુ વાઘાણીને રિપીટ કરાતા કાર્યકરોએ કરી ઉજવણી

  ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં કેટલાક જૂના જોગીઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે.  ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ પર જીતુ વાઘાણીને રિપીટ કરતા તેમના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠા- મો કરી ઉજવણી કરી છે.

 • 10 Nov 2022 11:31 AM (IST)

  BJP's official candidate : ભાજપની પ્રથમ યાદીમાં 14 મહિલાઓને મળ્યુ સ્થાન, વાંચો સંપૂર્ણ યાદી

  ભાજપે 160 ઉમેદવારોના નામો સત્તાવાર રીતે કર્યા જાહેર કર્યા છે. જેમાં 13 SC, 24 ST તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. પ્રભારી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, સમાજના દરેક વર્ગના જોડાયેલા લોકોને સમાયોજિત કરવામાં આવ્યા છે. પ્રમુખ નેતાઓએ વરીષ્ઠ નેતાઓએ પત્ર લખીને કહ્યું છે કે, પ્રદિપસિંહ જાડેજા, આરસી ફળદુ સહીતના નેતાઓ પાર્ટી સંગઠન માટે કામ કરશે.

 • 10 Nov 2022 11:01 AM (IST)

  BJP Candidate List : ભાજપના બીજા તબક્કાના ઉમેદવારોની યાદી પણ જાહેર

  ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે, ત્યારે ભાજપે બીજા તબક્કાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે.

  વાવ - સ્વરુપજી ઠાકોર

  થરાદ- શંકર ચૌધરી

  ધાનેરા - ભગવાનજી ચૌધરી

  દાંતા - લઘુ પારઘી

  વડગામ - મણિભાઈ વાઘેલા

  પાલનપુર - અનિકેત ઠાકર

  ડીસા - પ્રવીણ માળી

  દિયોદર - કેશોદ ચૌહાણ

  કાંકરેજ - કિર્તીસિંહ વાઘેલા

  ચાણસ્મા - દિલીપ ઠાકોર

  સિદ્ધપુર -બળવંતસિંહ રાજપૂત

  ઉંધા- કે.કે. પટેલ

  વિસનગગર- ઋષિકેશ પટેલ

  બેચરાજી - સુખાજી ઠાકોર

  કડી - કરશનભાઈ સોલંકી

  મહેસાણા - મૂશેક પટેલ

  વિજાપુર - રમણભાઈ પટેલ

  ઈડર - રમણલાલ વોરા

  ખેડબ્રહ્મા - અશ્નિની કોટવાલ

  ભીલોડા - પૂનમચંદ બરંડા

  મોડાસા - ભીખુભાઈ પરમાર

  બાયડ - ભીખીબેન પરમાર

  પ્રાંતિજ - ગજેન્દ્રસિંહ દહેગામ - બલરાજસિંહ

  વિરમગામ - હાર્દિક પટેલ

  વેજલપુર- અમિત ઠાકર

  એલિસબ્રિજ - અમિત શાહ

  નારણપુર - જીતેન્દ્ર પટેલ

  નિકોલ - જગદિશ વિશ્વકર્મા

  નરોડા - પાયલબેન કુકરાણી

  ઠક્કરબાપા નગર - કંચબેન રાદડીયા

  બાપુનગર - દિનેશસિંહ

  અમરાઈવાડી- હસમુખ પટેલ

  દરીયાપુર - કૌશિક જૈન

  જમાલપુર - ભૂષણ ભટ્ટ

  મણિનગર - અમૂલ ભટ્ટ

  દાણીલિમડા - નરેશ વ્યાસ

  સાબરમતી - હર્ષદ પટેલ

  અસારવા - દર્શના વાઘેલા

  દસક્રોઈ - બાબુભાઈ પટેલ

  ધોળકા - કિરિટસિંહ ડાભી

  ધંધુકા - કાલુભાઈ ડાભી

  બોરસરદ - રમણભાઈ સોલંકી

  અંકલાવ - ગુલાબસિંહ પઢીયાર

  આણંદ - યોગેશ પટેલ

  સોજિત્રા - વિપૂલ પટેલ

  માતર - કલ્પેશ પરમાર

  નડીયાદ - પંકજ દેસાઈ

  મહુધા - સંજયસિંહ મહીડા

  ઠાસરા - યોગેન્દ્રસિંહ પરમાર

  કપડવંજ - રાજેશ ઝાલા

  બલાસિનોર - માનસિંહ ચૌહાણ

  લુણાવાડા - જિજ્ઞેશ કુમાર સેવક

  સંતરામપુર - કુબેર ડીંડોર

  મોરવા હડફૃ - મીનિષા બેન

  કાલોર - ફતેસિંહ ચૌહાણ

  હાલોલ - જયદ્રથસિંહ પરમાર

  ફતેપુરા - રમેશ કટારા

  લિમખેડા - શૈલેષ ભાગોર

  દાહોદ - કનૈયાલાલ કિશોરી

  દેવગઢ બારીયા - બચુ ખાબડ

  સાવલી - કેતન ઈનામદાર

  વાઘોડીયા - અશ્વિનીભાઈ પટેલ

  છોટાઉદેપુર - રાજેન્દ્રસિંહ રાઠવા

  સંખેડા - અભયસિંહ તડવી

  ડભોઈ - શૈલેષ મહેતા

  વડોદરા - મનીષા વકીલ

  અકોટા - ચૈતન્ય દેસાઈ

  રાવપુરા - બાલકૃષ્ણ શુક્લ

  કરજણ - અક્ષય પટેલ

 • 10 Nov 2022 10:43 AM (IST)

  Gujarat Election : ભાજપના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

  કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

  ઘાટલોડીયા - ભૂપેન્દ્ર પટેલ

  અબડાસા - પ્રધ્યુમનસિંહ જાડેજા

  માંડવી - અનિરુદ્ધ ભાઈલાલા દવે

  ભૂજ - કેશુભાઈ પટેલ

  અંજાર - ત્રિકમ છાંગા

  ગાંધીધામ - માલતી મહેશ્વરી

  લીંબડી - કિરીટસિંહ

  ચોટીલા - શામજી ચૌહાણ

  ધાંગધ્રા - પ્રકાશ વરમોરા

  મોરબી - કાંતિલાલ અમરતીયા

  ટંકારા - દૂર્લભજી દેથરીયા

  વાંકાનેરા - જીતુ સોમાણી

  રાજકોટ ઈસ્ટ - ઉદયકુમાર પ્રતાપભાઈ કાંગર

  રાજકોટ પશ્ચિમ - દર્શિતા શાહ

  રાજકોટ દક્ષિણ - રમેશ ટિલાળા

  રાજકોટ ગ્રામીણ - ભાનુબેન બાવરીયા

  જસદણ - કુંવરજી બાવળીયા

  ગોંડલ - ગીતાબા જાડેજા

  જેતપુર - જયેશ રાદડીયા

  કાલાવાડ - મેઘજી ચાવડા

  જામનગર ગ્રામીણ - રાઘવજી પટેલ

  જામનગર - રીવાબા જાડેજા

  જામનગર દક્ષિણ - દિવ્યેશ રણછોડભાઈ

  જામજોધપુર - ચીમનભાઈ છાપરીયા

  દ્રારકા - પબુભા માણેક

  પોરૂબંદર - બાબુભાઈ બોખરીયા

  માણાવદર - જવાહર ચાવડા

  જુનાગઢ - સંજય કોરડીયા

  વિસાવદર - હર્ષદભાઈ રીબડીયા

  કેશોદ - દેવા માલમ

  માંગરોલ - ભગવાનજી કરગડીયા

  સોમનાથ - માનસિંગ મેરામણભાઈ

  તલાળા - ભગા બારડ

  કોડીનાર - ડૉ. પ્રધ્યુમન વાજા

  ઉના - કાલુ રાઠોડ ધારી - જયસુખ કાકડીયા

  અમરેલી - કૌશિક વેકરીયા

  લાઠી - જનક તલાવીયા

  સાવરકુંડલા - મહેશ કાશવાલા

  રાજુલા - હીરાભાઈ સોલંકી

  મહુવા - શિવાભાઈ ગોહીલ

  તળાજા - ગૌતમ ચૌહાણ

  ગારીયાધાર - કેશુભાઈ નાકરાણી

  પાલિતાણા - બિકાભાઈ રવજીભાઈ બારૈયા

  ભાવનગર- પુરુષોત્તમ સોલંકી

  ભાવનગર પશ્ચિમ- જીતુ વાઘાણી

  ગઢડા - શંભુપ્રસાદ ટુંડીયા

  બોટાદ - ઘનશ્યામ પ્રાગજી વિરાણી

  જંબુસર - દેવકિશોરદાસ સાધુ

  વાઘરા - અરુણસિંહ રાણા

  ઝઘડીયા - રીતેશ વસાવા

  ભરુચ - રમેશ મિસ્ત્રી

  અંકલેશ્વર - ઈશ્વરસિંહ

  ઓલપાડ - મુકેશ પટેલ

  માંગરોળ - ગણપત વસાવા

  માંડવી - કુંવરજી હળપતિ

  કામરેજ - પ્રફૂલભાઈ પાનસેરીયા

  સુરત - અરવિંદ રાણા

  સુરત ઉત્તર - કાંતિભાઈ

  સુરત વરાછા - કિશોર કાનાણી

  કારંજ - પ્રવીણ ખોગારી

  લિંબાયત - સંગીતા પાટીલ

  ઉધના - મનુ પટેલ

  મજૂરા - હર્ષ સંઘવી

  કાતરગામ - વિનુ મોરડીયા

  સુરત પશ્ચિમ - પૂર્ણેશ મોદી

  બારડોલી - ઈશ્વર પરમાર

  મહુવા - મોહનભાઈ ડોડીયા

  વ્યારા - મોહનભાઈ કોકણી

  ડાંગ - વિજય પટેલ

  જલાલપુર - રમશે પટેલ

  નવસારી - રાકેશ દેસાઈ

  ગણદેવી - નરેશ પટેલ

  વાંસદા - પીયુષ પટેલ

  ધરમપુર - અરવિંદ પટેલ

  વલસાડ - ભરત પટેલ

  પારડી - કનુ દેસાઈ

  કપરાડા - જીતુ ચૌધરી

  ઉંમરગામ - રમણલાલ પાટકર

 • 10 Nov 2022 10:36 AM (IST)

  સાથે મળીને ચૂંટણી લડીશુ અને જીતીશુ - વિનુ મોરડિયા

  સુરત કતારગામ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ટિકિટ મળતા કેબિનેટ મંત્રી વિનુ મોરડિયા ખુશ છે. તેમણે કહ્યું કે, સાથે મળીને ચૂંટણી લડીશુ અને જીતીશુ .

 • 10 Nov 2022 10:28 AM (IST)

  ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ભાજપમાં પોરબંદર વિધાનસભા બેઠક પર બાબુ બોખીરિયા નક્કી

  પોરબંદર વિધાનસભા બેઠક પર બાબુ બોખીરિયાનું નામ નક્કી છે. માહિતી મુજબ બાબુ બોખીરિયાને મોડી રાત્રે ફોન આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, બાબુ બોખીરિયાને સતત બે વખત થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

 • 10 Nov 2022 10:17 AM (IST)

  Gujarat Election Live : ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર વિભાવરી દવેની ટિકિટ કપાઈ

  ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ગારીયાધાર બેઠક પર કેશુભાઈ નાકરાણી, પાલીતાણા બેઠક પર ભીખાભાઇ બારૈયા અને તળાજા બેઠક પર ગૌતમ ચૌહાણનું નામ નક્કી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાવનગર પૂર્વ વિધાનસભા સીટ પર વિભાવરીદવેની ટિકિટ કપાઈ છે.

 • 10 Nov 2022 09:57 AM (IST)

  Gujarat Assembly Election : ભાજપે ફરી એક વાર સિનિયર નેતા ચીમન સાપરિયાને તક આપી

  જામનગર જિલ્લાની જામજોધપુર બેઠક પરથી પૂર્વ કૃષિપ્રધાન ચીમન સાપરિયા નક્કી છે.  ભાજપે ફરી એક વાર સિનિયર નેતા ચીમન સાપરિયાને તક આપી છે. પૂર્વ કૃષિપ્રધાન ચીમન સાપરિયાને મોડી રાત્રે ફોનથી જાણ કરવામાં આવી હતી. 2012-2017 દરમિયાન તેઓ કૃષિમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જો કે 2017 ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

 • 10 Nov 2022 09:35 AM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022 : કચ્છ જિલ્લાની બેઠકોમાં આ ઉમેદવારો સંભાળશે ભાજપનો મોરચો

  કચ્છ જિલ્લાની માંડવી, ભુજ, અંજાર, અને ગાંધીધામ (SC) તથા રાપર બેઠક પૈકી ગાંધીધામ બેઠક પરથી માલતી મહેશ્વરીને ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે રાપર બેઠક માટે વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ મળી હોના અહેવાલ છે. તો અબડાસા બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજાનું નામ નક્કી છે. તો બીજી તરફ અંજાર બેઠક પરથી વાસણ આહિરનું પત્તુ કપાયું છે અને અંજાર બેઠક પરથી ત્રિક્રમ બીજલ છાંગાને ટિકીટ મળે તેવી શકયતા સેવાઈ રહી છે. વર્તમાન ધારાસભ્ય અને 4 ટર્મ અંજાર અને ભુજ બેઠક પર ધારાસભ્ય રહેલ વાસણ આહિરની ટિકિટ કપાઈ છે.

 • 10 Nov 2022 09:23 AM (IST)

  Gujarat Election 2022 : ટિકિટ માટે સંતો મેદાને ઉતર્યા

  વિધાનસભા ચૂંટણીમાં હવે બોટાદના સંતો મેદાને ઉતર્યા છે. ભાજપ પાસેથી ટિકિટની માગ કરનાર સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુના સમર્થનમાં બેઠક યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ઋષિ ભારતીબાપુએ બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડવાની તૈયારી દેખાડી હતી. ઋષિ ભારતીબાપુ પણ બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત લોક સંપર્ક કરી રહ્યા છે. એવામાં ભાજપ ઋષિ ભારતી બાપુને બોટાદ બેઠક પરથી ટિકિટ આપે તેવી માગ વધી છે.

 • 10 Nov 2022 09:21 AM (IST)

  Gujarat Election Live : ભાજપના કેટલાક ઉમેદવારોને આવ્યો સી આર પાટીલનો ફોન

  ગઢડા બેઠક પરથી સાંસદ શંભુ પ્રસાદ ટૂંડિયાને ફોન આવ્યો છે જ્યારે અમરેલી બેઠકથી કૌશિક વેકરિયા અને લીંબડીથી કિરીટસિંહ રાણાની ટિકિટ લગભગ ફાઈનલ છે.

 • 10 Nov 2022 09:19 AM (IST)

  Gujarat Election Live : અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહીં લડે ચૂંટણી

  ભાજપના ઉમેદવારને લઈ મોટા સમચાર સામે આવી રહ્યા છે. સૂત્રોનુ માનીએ તો અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી નહીં લડે. પરંતુ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડશે.  આપને જણાવી દઈએ કે, ક્ષત્રિય ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરનું વર્ચસ્વ છે. ત્યારે ગાંધીનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસના હિમાંશુ પટેલને તેઓ ટક્કર આપશે.

 • 10 Nov 2022 08:44 AM (IST)

  BJP Candidate List : ગોંડલ સીટ પર ગીતાબા જાડેજાને રિપીટ કરાયા

  ભાજપ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરે તે પહેલા મહત્વના સમચાર મળી રહ્યા છે. ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાને રિપીટ કરાયા હોવાના અહેવાલ છે. તો આ સાથે ગીતાબા જાડેજાને ઉમેદવારી ફોર્મ ભરવા પણ કહેવામાં આવ્યુ છે.

 • 10 Nov 2022 08:35 AM (IST)

  Gujarat Election Live Updates : ભાજપના જૂના જોગીઓ નહીં લડે ચૂંટણી

  ભાજપ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. તો રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. તો આર સી ફળદુ અને સૌરભ પટેલ પણ આ રેસ ની બહાર છે.

 • 10 Nov 2022 08:33 AM (IST)

  Gujarat Election Live : સુરત ચોર્યાસી અને ઉધના બેઠક સિવાય તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો રિપિટ

  ભાજપની પ્રથમ યાદીને લઈ મહત્વના સમચાર મળી રહ્યા છે. સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલરને ટિકિટ આપવામાં આવી હોવાના અહેવાલ છે. તો વરછામાં કિશોર કાનાણી, કરંજ બેઠક પર પ્રવીણ ઘોઘારીને ટિકિટ આપવામાં આવી છેતો બીજી તરફ લિંબાયતમાં સંગીતા પાટીલ, કતારગામમાં વીનુ મોરડિયાને ટિકિટ અપાઈ. તો મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી, સુરત પશ્ચિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી અને કામરેજ બેઠક પર વી.ડી.ઝાલાવાડિયાને ટિકિટ આપવામાં આવી છે.

 • 10 Nov 2022 08:27 AM (IST)

  ગુજરાત ચૂંટણી 2022 સમાચાર : થોડીવારમાં ભાજપ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરશે

  થોડીવારમાં ભાજપ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. ભાજપના 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કરશે.

 • 10 Nov 2022 08:11 AM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022: વલસાડમાં ભરત પટેલ અને પારડી બેઠકથી કનુ દેસાઈને ટિકિટ

  ભાજપની યાદીની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેટલાક નેતાઓને ફોન કરીને ફોર્મ ભરવાની સૂચના આપી છે. વલસાડમાં ભરત પટેલ સહિત પારડી બેઠકથી કનુ દેસાઈ, ઉમરગામ બેઠકથી રમણ પાટકર, કપરડાવા બેઠકથી જીતુ ચૌધરીને ફોર્મ ભરવા પ્રદેશ પ્રમુખે સુચના આપી દીધી છે.

 • 10 Nov 2022 08:08 AM (IST)

  Gujarat Assembly Election : ભાજપે ભરૂચમાં પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ફોર્મ ભરવા સૂચના આપી

  વલસાડની સાથે ભરૂચમાં પણ કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચના આપી દેવામાં આવી છે. અંકલેશ્વરથી સહકાર પ્રધાન ઈશ્વર પટેલ, તો ભરૂચ બેઠકથી 3 ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્ય દુષ્યંત પટેલનું પત્તુ કપાયું છે અને ભાજપે પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ફોર્મ ભરવા સૂચના આપી છે. જંબુસર બેઠકથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ડી.કે.સ્વામીને ફોર્મ ભરવા સૂચના આપી દેવામાં આવી છે.

 • 10 Nov 2022 08:04 AM (IST)

  BJP Candiadate List : ગીર સોમનાથ બેઠક પર જશા બારડનું પત્તુ કપાયું

  સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા ભાજપે મોડી રાત્રે કેટલાક દાવેદારોને ફોન કર્યા. ગીર સોમનાથમાં જશા બારડનું પત્તુ કપાયું અને માનસિંહ પરમારને ટિકિટ આપી હોવાની ચર્ચા છે. તો કોંગ્રેસમાં ગઈકાલે ભાજપમાં આવેલા ભગા બારડને ટિકિટ અપાઈ હોવાની પણ ચર્ચા છે. ગઢડા બેઠક પરથી સાંસદ શંભુ પ્રસાદ ટૂંડિયાને ફોન આવ્યો છે જ્યારે અમરેલી બેઠકથી કૌશિક વેકરિયા અને લીંબડીથી કિરીટસિંહ રાણાની ટિકિટ લગભગ ફાઈનલ છે

 • 10 Nov 2022 08:01 AM (IST)

  ભાજપ ઉમેદવાર : વલસાડમાં ભરત પટેલને રિપીટ કરાયા

  ગુજરાત વિધાનસભાની 179 વલસાડ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્યને ભાજપે ફરી વાર રીપીટ કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મોડી રાત્રે ફોન દ્વારા ભરત પટેલની પસંદગી થઈ હોવાનું જણાવતા ભાજપ કાર્યકરો અને ભરત ભાઈના સમર્થકોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો. મોડી રાત્રે તેમના સમર્થકો ઘરે ભેગા થયા હતા અને મોઢું મીઠું કરીને શુભેચ્છા આપી હતી. તો સતત ત્રીજી વાર ભરત ભાઈ ને ભાજપે ટિકિટ આપતા તેમણે ભાજપ મોવડી મંડળ નો આભાર માન્યો હતો.

Published On - Nov 10,2022 7:55 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati