AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલવાળાનો બેફામ વાણીવિલાસ, “દારૂ આપણને નહીં આપણે દારૂને પીવાનો છે”

Gujarat Election 2022: ગીરસોમનાથથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલવાળાનો દારૂ વિશે બેફામ વાણી વિલાસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા ગીરસોમનાથમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ખુલ્લેઆમ એવુ કહી રહ્યા છે. કે 214 દેશોમાં દારૂ પીવાય છે આથી દારૂ પીવો એ ખરાબ નથી, દારૂ આપણને નહીં, આપણે દારૂને પીવાનો છે.

Gujarat Election 2022: આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલવાળાનો બેફામ વાણીવિલાસ, દારૂ આપણને નહીં આપણે દારૂને પીવાનો છે
આપના ઉમેદવાર જગમલ વાળાImage Credit source: File image
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 8:45 PM
Share

ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે તેમ-તેમ નેતાઓના બેફામ નિવેદનોનો મારો પણ શરૂ થઈ ગયો છે. જેમા આમ આદમી પાર્ટીના(Aap)  ઉમેદવાર જગમલ વાળા( Jagmal Vala)  લોકોને જાહેર મંચ પરથી દારૂ (Alcohol)પીવાની સલાહ આપી રહ્યા છે.  તેમના બેફામ વાણી વિલાસનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા તેઓ એવુ કહી રહ્યા છે કે દુનિયાના 214  દેશોમાં દારૂ પીવાય છે, સમગ્ર ભારત દેશમાં પણ દારૂ  પીવાય છે એકમાત્ર ગુજરાતમાં જ દારૂબંધી છે. આથી દારૂ પીવો એ ખરાબ નથી. આટલેથી ન અટક્તા આમ આદમી પાર્ટીના નેતા  તેમનુ દારૂ વિશેનું જ્ઞાન આપી રહ્યા છે. આગળ તેઓ કહે છે કે  ડૉકટર્સ, IAS, IPS ઓફિસર્સ પણ દારૂ પીતા હોય છે. એટલે સાબિત થઈ જાય છે કે દારૂ ખરાબ નથી. તેમણે કહ્યુ દારૂ આપણને પી ન જવો જોઈએ, આપણે દારૂને પીવાનો છે.

IAS- IAPS, ઓફિસર્સ, મોટા મોટા ડોક્ટર્સ પણ પીવે છે દારૂ- આપના ઉમેદવાર જગમલ વાળા

વાયરલ વીડિયોમાં જગમલ વાળા એવુ કહેતા પણ જોવા મળે છે કે મોટા મોટા અધિકારીઓ IAS-IPS ઓફિસરો, મોટા મોટા ડૉક્ટરો પણ દારૂ પીતા હોય છે. આખા ભારત દેશમાં બધે દારૂ પીવાય છે એકમાત્ર ગુજરાતમાં જ દારૂની છૂટ નથી. આથી સાબિત થાય છે કે દારૂ  ખરાબ નથી.

 

જગમલવાળાના દારૂ વિશેના વાયરલ વીડિયો બાદ રાજનીતિ તેજ

હાલ તો જગમલ વાળાના દારૂ વિશેના બેફામ નિવેદનોને લઈને રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. આ અંગે પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ કે ગુજરાતની શાણી જનતા પુરેપૂરી પરિપક્વ છે તો આપના નેતાને સિઝનલ કહેતા તેમણે કહ્યુ આવા સિઝનલ નેતાઓને ગંભીરતાથી લેવાની જરૂર નથી. આ તરફ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે પણ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ એ આ પ્રકારનો વાણી વિલાસ આપના નેતાઓનુ ચાલ ચરિત્ર દર્શાવે છે. શિક્ષણની મોટી-મોટી વાતો કરી ગુજરાતને મૂર્ખ બનાવવાના પ્રયાસમાં આમ આદમી પાર્ટી ખુલ્લી પડી છે. આ તરફ ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પણ કહ્યુ કે આમ આદમી પાર્ટી ગુજરાતને બદનામ કરવા માગે છે. જો કે ગુજરાતની શાણી જનતા બધુ જ સમજે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ દારૂની એક બોટલ પર એક ફ્રી આપવાની સ્કીમ શરૂ કરે છે એ જ પદ્ધતિ ગુજરાતમાં પણ લાવવા માગે છે જે આપના નેતાના નિવેદનો પરથી સાબિત થાય છે.

દારૂ અંગે બફાટ કરનાર જગમલ વાળા સોમનાથ બેઠક પરથી આપના ઉમેદવાર

આપના ઉમેદવારનો દારૂ વિશે અને દારૂબંધી વિશેનો આ બફાટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે આમ આદમી પાર્ટીના સોમનાથ બેઠક પરના ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાયરલ વીડિયોમાં ખુલ્લેઆમ દારૂ પીવાનો પરવાનો આપી રહ્યા છે. તેમણે કહ્યુ દારૂ પીવાય એટલો પીવો. દુનિયાભરના દેશોમાં દારૂ પીવાય છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">