Gujarat Assembly Election 2022: સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ, 22 માંથી 18 ધારાસભ્ય રિપીટ થવાની શક્યતા
ગુજરાતમાં 2017 વિધાનસભા બેઠકમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસ માટે સૌથી મજબૂત ગઢ પુરવાર થયેલ સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો માટે કોંગ્રેસના સંભવિત મુરતિયાઓના નામો સૌપ્રથમ ટીવી9 પર આવ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનના હાલના કોંગ્રેસના 22 ધારાસભ્યો પૈકી 18 ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી કર્યું છે
ગુજરાતમાં 2017 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ માટે સૌથી મજબૂત ગઢ પુરવાર થયેલ સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો માટે કોંગ્રેસના સંભવિત મુરતિયાઓના નામો સૌપ્રથમ ટીવી9 પર આવ્યા છે. સૌરાષ્ટ્ર ઝોનના હાલના કોંગ્રેસના 22 ધારાસભ્યો પૈકી 18 ધારાસભ્યોને રિપીટ કરવાનું નક્કી કર્યું છે જ્યારે 4 ધારાસભ્યોના કેસમાં કોંગ્રેસે તૈયાર કરેલ પેનલમાં હાલના સીટીંગ ધારાસભ્ય અને એ સિવાય અન્ય નામો પણ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ ની તમામ 54 બેઠકોના સિંગલ અને પેનલ માં સામેલ નામો આ પ્રમાણે છે.
વિધાનસભા નંબર – ઉમેદવારનું નામ
1-અબડાસા- રામદેવસિંહ જાડેજા, રાજેશ આહિર, મોહમ્મદ જત
2- માંડવી- વલ્લભ ભેલાણી, મુકેશ ગોર, કલ્પનાબેન જોશી
3- ભુજ- રાજેન્દ્રસિંહ જાડેજા, અરજન બુરીયા(પટેલ), નવલસિંહ જાડેજા.
4- અંજાર- રમેશ ડાંગર, અરજણ ખાટરીયા
5- ગાંધીધામ(SC)- મિતેષ લાલન, ભરત સોલંકી, જગદીશ દાફડા.
6- રાપર- સંતોકબેન એરઠીયા(સીટીંગ) અથવા તો તેમના પતિ
60-દસાડા- નૌશાદ સોલંકી(સીટીંગ)
61- લીંબડી- કલ્પના મકવાણા(કોળી), મુળજી પલાળીયા(કોળી), ભગીરથસિંહ રાણા(ક્ષત્રિય)
62- વઢવાણ- મોહન પટેલ, મનુ પટેલ, મનિષ દોશી
63 ચોટીલા- ઋત્વિજ મકવાણા(સીટીંગ)
64 ધ્રાંગધ્રા- ધર્મેન્દ્ર એરવડીયા, નટુજી ઠાકોર, ગોરધન ઠાકોર
65- મોરબી- મનોજ પનારા, કિશોર ચિખલીયા, નયન અઘારા
66- ટંકારા- લલિત કગથરા (સીટીંગ)
67 વાંકાનેર- મોહમ્મદ જાવેદ પીરઝાદા (સીટીંગ)
68 રાજકોટ ઈસ્ટ- મહેશ રાજપુત, અશોક ડાંગર, ભાનુ બેન સારણી
69 રાજકોટ વેસ્ટ- ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયા, રજત સંઘવી
70 રાજકોટ દક્ષિણ- ડૉ હેમાંગ વસાવાડા, હિતેષ વોરા
71 રાજકોટ ગ્રામ્ય(SC)- સુરેશ બથવા
72 જસદણ-વીંછીયા- ભોળાભાઈ ગોહિલ, અવસર નાકિયા
73 ગોંડલ- જગદીશ દેસાઈ, લલિત પાટોરિયા
74 જેતપુર- પી કે વેકરિયા, કિરીટ પાનલિયા
75 ધોરાજી- લલિત વસોયા(સીટીંગ), જયંતિ કાલરીયા, બળવંત માણવર
76 કાલાવડ(SC)- પ્રવીણ મૂછડીયા(સીટીંગ)
77 જામનગર ગ્રામ્ય- જીવણભાઈ કુંભારવાડીયા આહીર, અંકિત ગાડીયાઝ હારુન ક્લેજા
78 જામનગર ઉત્તર- બીપેન્દ્ર જાડેજા, કર્ણદેવ જાડેજા, નયનાબા જાડેજા
79 જામનગર દક્ષિણ- મનોજ કથીરિયા, ધવલ નંદા(ભાનુશાળી), મનોજ ચોવટિયા
80 જામજોધપુર- ચિરાગ કાલરીયા (સીટીંગ)
81 જામ ખંભાળિયા- વિક્રમ માડમ (સીટીંગ)
82 દ્વારકા- મેરામણ ગોરીયા, મુળુભાઇ કંડોરીયા, પાલ આંબલિયા
83 પોરબંદર- અર્જુન મોઢવાડિયા
84 કુતિયાણા- એનસીપી ગઠબંધનની શક્યતાઓ
85 માણાવદર- અરવિંદ લાડાણી, હરિભાઈ પટેલ
86 જુનાગઢ- ભીખાભાઇ જોશી(સીટીંગ), અમિત પટેલ
87 વિસાવદર- કરશન વડોદરિયા, ભરત વિરડીયા, ભાવેશ ત્રાપસિયા
88 કેશોદ- ધર્મિષ્ઠા પટેલ, હીરાભાઈ જોટવા, પ્રગતિ આહીર
89 માંગરોળ(જૂનાગઢ)- બાબુભાઇ વાજા(સીટીંગ)
90 સોમનાથ(વેરાવળ)- વિમલ ચુડાસમા (સીટીંગ)
91 તાલાલા- ભગવાનભાઈ બારડ(સીટીંગ)
92 કોડીનાર(SC)- મોહનભાઇ (સીટીંગ)
93 ઉના- પૂંજાભાઈ વંશ (સીટીંગ)
94 ધારી- ડો કિર્તી બોરીસાગર(બ્રાહ્મણ), સુરેશ કોટડીયા, પ્રદિપ કોટડીયા, વલ્લભ કોળી
95 અમરેલી- પરેશ ધાનાણી(સીટીંગ)
96 લાઠી- વિરજી ઠુમ્મર(સીટીંગ)
97 સાવરકુંડલા- પ્રતાપ દુધાત (સીટીંગ)
98 રાજુલા- અંબરીશ ડેર(સીટીંગ)
99 મહુવા- ડૉ.કનુ કલસરીયા, રાજ મહેતા, વિજય બારીયા.
100 તળાજા- કનુભાઈ બારીયા(સીટીંગ)
101 ગારીયાધાર- ગોવિંદભાઇ પટેલ (લેઉવા પટેલ), પરેશ ખેની(લેઉવા પટેલ), પ્રવિણ ઝાલા(કોળી), મનુ ચાવડા(હમણાં જોડાયા તે કોળી સમાજ અગ્રણી)
102 પાલીતાણા- પ્રવિણ રાઠોડ(કોળી)(પુર્વ ધારાસભ્ય), મનુભાઇ પરમાર, અમિત લવતુકા
103 ભાવનગર ગ્રામ્ય- પ્રદિપસિંહ ગોહિલ, રેહવતસિંહ ગોહિલ, મહાવીરસિંહ ગોહિલ.
104 ભાવનગર પૂર્વ- નિતાબેન રાઠોડ(કોળી), જીતુભાઇ ઉપાધ્યાય, બળદેવ સોલંકી(કોળી)
105 ભાવનગર પશ્ચિમ- કે કે ગોહિલ, પારુલ ત્રિવેદી, બળદેવ સોલંકી.
106 ગઢડા (SC)- જગદીશ ચાવડા, સંજય અમરાણી, વિઠ્ઠલ વાજા
107 બોટાદ- મનહર પટેલ, રમેશ શીલુ(બ્રાહ્મણ), રમેશ મેર(કોળી)
સૌરાષ્ટ્રના ધારાસભ્યો થશે રિપીટ
2017 વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની 54 પૈકી 33 બેઠકો જીતવામાં કોંગ્રેસ સફળ થયું હતું. ત્યારબાદ કોંગ્રેસના કઠિન સમયમાં દિગ્ગજ રહેલા સભ્યો સહિત 10 ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહી ગયા. હાલ સૌરાષ્ટ્ર ઝોનમાં કોંગ્રેસના 22 ધારાસભ્યો છે. જે પૈકી 19 ધારાસભ્યોને રિપીટ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. જૂનાગઢ શહેરના ભીખાભાઇ જોશી અને ધોરાજીના લલિત વસોયા જ એવા ધારાસભ્ય છે કે તેમની વિધાનસભા બેઠકની પેનલમાં અન્ય નામોનો પણ સમાવેશ થયો છે. જ્યારે અન્ય સીટીંગ ધારાસભ્યોની બેઠકમાં માત્ર સિંગલ નામો જ સામેલ છે. આ સિવાય કચ્છની રાપર વિધાનસભા બેઠક પર સંતોકબેન એરઠીયા અથવા તો એમના સ્થાને તેમના પતિના નામ ની પણ ચર્ચા ચાલી રહી છે.. બાકીના ધારાસભ્યો કોંગ્રેસ રિપીટ કરે એવી શક્યતાઓ જોવાઇ રહી છે.