Gujarat Election 2022 LIVE : મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, જસદણમાં વાયરલ થયેલી ઓડિયો ક્લીપથી રાજકારણ ગરમાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 5:02 PM

ગુજરાત ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કોણ બાજી મારે છે તેના પરથી તો 8 ડિસેમ્બરે જ પડદો ઉઠશે. જો કે TV9 ના એક્ઝિટ પોલ મુજબ ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. જાણો ચૂંટણીને લગતા તમામ સમાચાર અહીં.

Gujarat Election 2022 LIVE : મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, જસદણમાં વાયરલ થયેલી ઓડિયો ક્લીપથી રાજકારણ ગરમાયું
Gujarat Election 2022 LIVE

Gujarat Vidhansabha Election 2022 :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 93 બેઠક પર 64.39 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાન બાદ હવે ગુજરાતની જનતાની નજર 8 ડિસેમ્બરે આવનારા પરિણામ પર છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં નિરસ મતદાન જોવા મળ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કોણ બાજી મારે છે તેના પરથી તો 8 ડિસેમ્બરે જ પડદો ઉઠશે. જો કે TV9 ના એક્ઝિટ પોલમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને 125થી 130 બેઠક ચૂંટણીમાં મળી શકે છે.  જ્યારે કોંગ્રેસ 40થી 50 વચ્ચે સમેટાઈ શકે છે તો AAP ને 3થી 5 બેઠક મળી શકે છે. એટલે કે ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Dec 2022 04:48 PM (IST)

    Gujarat Election 2022 : મતદાન બાદ અમદાવાદ ખાતેનું ભાજપનું પ્રદેશ મીડિયા સેન્ટર ખાલી કરાયું

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ ભાજપનું પ્રદેશ મીડિયા સેન્ટર હટાવાયુ છે. ભાજપનાં હાઈ ટેક મીડિયા સેન્ટર ખાતે અદ્યતન સુવિધાઓ ઊભી કરાઇ હતી. અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અહીં ચૂંટણીલક્ષી કામ કરતા હતા. ભાજપની મીડિયા સંબધિત તમામ કામગીરી ફરી એકવાર કમલમ ખાતે ટ્રાન્સફર કરાઈ છે.

  • 06 Dec 2022 04:22 PM (IST)

    Gujarat Election 2022 : વડોદરામાં મતગણતરી સ્થળે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

    મતદાન પૂર્ણ થયા બાદ હવે વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરીની તૈયારીઓ શરૂ કરાઈ છે. પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોલેજમાં તમામ EVM લાવી દેવામાં આવ્યા છે. અને CCTV કેમેરા પણ ગોઠવી દેવાયા છે.

  • 06 Dec 2022 03:59 PM (IST)

    Vadodara Voting Updates : બોગસ વોટિંગ મામલે સાવલી પાલિકાના મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ

    વડોદરાની સાવલી નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સામે બોગસ મતદાન કર્યાની ફરિયાદ થઈ છે. સાવલી પાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટરે વિદેશમાં રહેતી મહિલાના નામે બોગસ મતદાન કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.  આ મુદ્દે સાવલી પાલિકાના વિપક્ષના નેતા હસુ પટેલે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરીને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

  • 06 Dec 2022 03:48 PM (IST)

    Narmada Voting Update : અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ EVM સ્ટ્રોંગ રૂમ બહાર CCTV ગોઠવ્યા

    નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી વચ્ચે પણ કેટલાક ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા પર જાણે કે ભરોસો ન હોય તેમ લાગી રહ્યું છે. નર્મદામાં રાજપીપળા ખાતે અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ EVM સ્ટ્રોંગ રૂમ બહાર પોતાની CCTV થી સજ્જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. અપક્ષ ઉમેદવારના ટેકેદારે આક્ષેપ કર્યો છે કે બે દિવસ પહેલા નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી શંકાસ્પદ ગાડી સ્ટ્રોંગ રૂમની પાસે શંકાસ્પદ અવરજવર કરતી જોવા મળી હતી. શંકાસ્પદ ગાડીની અવરજવરને જોતા અગમચેતીના ભાગરૂપે આ ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવાનું તેમને જણાવ્યું છે.

  • 06 Dec 2022 03:38 PM (IST)

    Surendranagar : મત ગણતરી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓને તાલીમ અપાઈ

    સુરેન્દ્રનગર જિલ્લાની 05 વિધાનસભા બેઠકોની મત ગણતરી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓની તાલીમ શિબિર યોજાઈ. વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જીલ્લા કલેકટર કે.સી.સંપટની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, 105  સુપરવાઈઝર, 105  કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને 105 માઈક્રો ઓબઝર્વર સહિત કુલ 315 કર્મચારીઓ મત ગણતરી દરમિયાન ફરજ બજાવશે. આ તાલીમ દરમિયાન ધ્રાંગધ્રા, વઢવાણ, ચોટીલા, લીંબડી અને દસાડા વિધાનસભાના ચૂંટણી અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • 06 Dec 2022 03:20 PM (IST)

    Gujarat Election 2022 : જાણો એક્ઝિટ પોલ મામલે અમદાવાદના યુવાનો શું માની રહ્યા છે ?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન થઈ ગયુ છે, ત્યારે TV9 ના એક્ઝિટ પોલ મુજબ ભાજપની સરકાર બની રહી છે. જાણો આ અંગે અમદાવાદના યુવાનો શું માની રહ્યા છે.

  • 06 Dec 2022 03:06 PM (IST)

    Gujarat Election Live Updates : ઓડિયો ક્લિપ અંગે હું ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરીશ - કુંવરજી બાવળિયા

    મતદાન બાદ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે કુંવરજી બાવળિયાએ ભાજપના જ નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગજેન્દ્ર રામાણી પર આક્ષેપ લગાવતા કહ્યું, ચૂંટણીમાં ગજેન્દ્ર રામાણીએ મારી વિરુદ્ધ ખુલ્લેઆમ કામ કર્યું છે. ગજેન્દ્ર રામાણીની ટોળકી જય ભોલેનાથે સાંકેતિક ભાષામાં મારા વિરોધમાં કામ કર્યું છે અને કોંગ્રેસને મદદ કરી છે. અગાઉ પણ મારા વિરુદ્ધ કામ કરતા મેં રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. હવે ઓડિયો ક્લિપ અંગે હું ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરીશ.

  • 06 Dec 2022 02:36 PM (IST)

    Gujarat Election 2022 : ભાજપ ગુજરાતમાં સરકાર નહીં બનાવે - ઈસુદાન ગઢવી

    એક તરફ એક્ઝિટ પોલના તારણો મુજબ ભાજપની સરકાર બની રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનું માનવુ છે કે આ તમામ એગ્ઝિટ પોલ ખોટા પડશે. અને 8 ડિસેમ્બરે ઐતિહાસિક પરિણામો આવશે.

  • 06 Dec 2022 01:29 PM (IST)

    Gujarat Election 2022 Live: મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી

    મતદાન બાદ હવે સૌ કોઈની નજર 8 ડિસેમ્બરે જાહેર થનારા પરિણામ પર છે. વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 તારીખે થવાની હોવાથી શહેર સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. અને મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

  • 06 Dec 2022 01:28 PM (IST)

    Gujarat Election 2022 : જસદણમાં વાયરલ થયેલી ઓડિયો ક્લીપથી રાજકારણ ગરમાયું

    વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, વાયરલ થયેલી એક ઓડિયોક્લિપથી જસદણનું રાજકારણ ગરમાયું છે. કુંવરજી બાવળિયાને હરાવવા ભાજપના જ એક નેતાની મોટી ભૂમિકા હોવાનું ઓડિયોક્લિપમાં સામે આવ્યું છે. આ ઓડિયોક્લિપ ભાજપના નેતા ગજેન્દ્ર રામાણીની હોવાની ચર્ચા છે.

  • 06 Dec 2022 01:13 PM (IST)

    Gujarat Election : ભાજપના કાર્યકર પર થયેલા હુમલા મામલે પોલીસે 13 લોકોની કરી ધરપકડ

    ગાંધીનગરની કલોલ વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપના કાર્યકર પર થયેલા હુમલા મામલે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. પોલીસે રાત્રિ દરમ્યાન કુલ 13 લોકોની ધરપકડ કરી છે. ગત રાત્રે હુમલાના વિરોધમાં મોટા પાયે લોકો એકત્ર થયા હતા. જે બાદ હવે સમગ્ર પંચવટી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ, SOG અને LCB દ્વારા અનેક શકમંદોની પૂછપરછ કરવામાં આવી. બીજી તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી છે. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બકાજી ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઘટનામાં જે પણ દોષિત હશે તેને છોડવામાં નહીં આવે.

  • 06 Dec 2022 12:11 PM (IST)

    Gujarat Vidhan Sabha Election : ભાવનગર શહેર અને જિલ્લાની 7 બેઠકની મતગણતરી એક જ સ્થળે થશે

    બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને લઈને તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ત્યારે ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ વિદ્યાનગરમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે.  7 વિધાનસભા બેઠકની મતગણતરી માટે કુલ 7 રૂમ તૈયાર કરાયા છે. મતગણતરીની પ્રક્રિયામાં કુલ  350 કર્મચારીઓ જોડાશે. તો મત ગણતરી સ્થળે થ્રી લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

  • 06 Dec 2022 12:06 PM (IST)

    Gujarat Election 2022 : અમદાવાદમાં અલગ- અલગ 3 જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે

    અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે અમદાવાદ શહેરમાં અલગ- અલગ 3 જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે. હાલ મત ગણતરી કેન્દ્રો પર પોલીસ અને CRPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થ્રી લેયર સુરક્ષામાં  ગુજરાત પોલીસ, CRPF અને BSFની ટુકડી સુરક્ષામાં તૈનાત છે. તો સ્ટ્રૉન્ગ રૂમ બહાર CCTV કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે.

  • 06 Dec 2022 11:28 AM (IST)

    Vadodara Voting Highlights : વડોદરામાં ગત વિધાનસભાની ચૂંટણી કરતા ઓછુ મતદાન

    બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયુ હતુ.જેમાં વડોદરામાં આ વખતે ગત ચૂંટણી કરતા ઓછુ મતદાન થયુ છે. જો કે એક્ઝિટ પોલ મુજબ આ વખતે ભાજપ સરકાર બની રહી છે. જાણો આ અંગે વડાદરાવાસીઓ શું માને છે ...

  • 06 Dec 2022 11:23 AM (IST)

    Gujarat Election Voting Updates : અમદાવાદમાં ઓછુ મતદાન થયુ તે પાછળ ક્યા કારણો જવાબદાર ?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 8 મીએ ચૂંટણીનું પરિણામ આવશે. એ પહેલા અપાયેલા એક્ટિઝ પોલ મુજબ ફરી ભાજપની સરકાર બનવાની શક્યતા છે. બીજા તબક્કામાં  આ વખતે અમદાવાદમાં મતદાન ઓછુ થયુ છે, જાણો તેમના પાછળ ક્યા કારણોસર જવાબદાર રહ્યા છે.

  • 06 Dec 2022 10:39 AM (IST)

    Gujarat Election 2 Phase Voting : બીજા તબક્કામાં સૌથી ઓછુ અમદાવાદમાં મતદાન થયુ

    બીજા તબક્કાના મતદાનમાં અમદાવાદમાં સૌથી ઓછુ અમદાવાદમાં થયુ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 5 કુલ 21 બેઠકો પર સરેરાશ 58. 32 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ ઘાટલોડિયામાં 59.62 ટકા મતદાન થયુ છે,જ્યારે સૌથી ઓછું નરોડામાં 52.29 ટકા મતદાન થયુ છે. 2017 ની સરખામણીએ મતદાનમાં 8 ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાયો છે.

  • 06 Dec 2022 10:31 AM (IST)

    Gujarat Assembly Election : કલોલ બેઠક પર ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે થયેલી બબાલમાં તપાસનો ધમધમાટ

    ગઈકાલે બીજા તબક્કાના મતદાન દરમિયાન ગાંધીનગરના કલોલમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તા વચ્ચે બબાલની ઘટના સામે આવી હતી. ત્યારે  સ્થાનિક પોલીસ, SOG અને LCB એ ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શંકાસ્પદોને પકડીને હાલ પોલીસે પુછપરછ શરૂ કરી છે.

  • 06 Dec 2022 10:06 AM (IST)

    Gujarat Election 2022 : રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થશે- સી આર પાટીલ

    ગુજરાતમાં બંને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મતદાન બાદ પાટીલે જણાવ્યું કે ગુજરાતમાં મતદારોએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના કારણે ભાજપને અપેક્ષા કરતા પણ વધુ બેઠકો મળશે.

  • 06 Dec 2022 10:03 AM (IST)

    ઉત્તર ગુજરાતની તમામ બેઠક પર કેસરિયો લહેરાશે - અશ્વિન કોટવાલ

    બીજા તબક્કાના મતદાન બાદ ખેડબ્રહ્મા ભાજપ ઉમેદવાર અશ્વિન કોટવાલે ઉત્તર ગુજરાતની તમામ બેઠક પર કેસરિયો લહેરાવવાનો દાવો કર્યો છે. કોટવાલે કહ્યું કે PM મોદીએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પદે આદિવાસીઓને બેસાડી ગૌરવ વધાર્યું છે. તો વધુમાં કહ્યું કે આદિવાસીઓએ ભાજપને ભરપૂર સમર્થન આપ્યુ છે.

  • 06 Dec 2022 10:00 AM (IST)

    Vadodara : વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જે પછી મધુ શ્રીવાસ્તવે ટિકિટ કપાતા તેમણે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારે દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વાઘોડીયા બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બીજા તબક્કામાં વડોદરામાં મતદાન પૂર્ણ થયા બાદ મધુ શ્રીવાસ્તવે જીતનો દાવો કર્યો છે. સાથે જ મધુ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે જો હું ચૂંટણીમાં જીતીશ તો પણ અપક્ષમાં જ રહીશ. કોઈ પાર્ટીમાં જોડાવુ કે નહીં તે અંગે મારા કાર્યકર્તા કહેશે તે પ્રમાણે નિર્ણય લઇશ.

  • 06 Dec 2022 09:57 AM (IST)

    Gujarat Election LIve Updates : બીજા તબક્કામાં 64.39 ટકા મતદાન થયુ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો કુલ 64.39 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં  70.95 ટકા મતદાન નોંધાયુ છે. તો સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં 58.32 ટકા નોંધાયુ છે.  આપને જણાવી દઈએ કે, ગત વિધાનસભા ચૂંટણી કરતા આ વખતે મતદાન એકંદરે ઓછુ થયુ છે.

Published On - Dec 06,2022 9:44 AM

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">