AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પહેલા યુવાનો પથ્થરમારો કરતા હતા, પરંતુ હવે તેઓ વિકાસની યોજનાઓમાં જોડાઈ રહ્યા છે’, કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નિવેદન

અમિત શહા (Amit Shah) જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિશે કહ્યું કે, પહેલા યુવાનો પથ્થરબાજીમાં સામેલ હતા, પરંતુ હવે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ વિકાસ યોજનાઓમાં સામેલ થઈ રહ્યા છે.

'પહેલા યુવાનો પથ્થરમારો કરતા હતા, પરંતુ હવે તેઓ વિકાસની યોજનાઓમાં જોડાઈ રહ્યા છે', કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નિવેદન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 11:26 AM
Share

પોલીસ સંભારણા દિવસ (Police Commemoration Day)  પર, ગૃહ પ્રધાન અમિત શાહે (Home Minister Amit Shah) રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. જે દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિશે કહ્યું કે, પહેલા યુવાનો પથ્થરબાજીમાં સામેલ હતા, પરંતુ હવે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ વિકાસ યોજનાઓમાં સામેલ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે.

આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની આંતરિક સુરક્ષાના મામલામાં સકારાત્મક ફેરફારો થયા છે. અગાઉ દેશના પૂર્વોત્તર રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં આવી ઘણી મોટી ઘટનાઓ બનતી હતી. પહેલા સુરક્ષા દળોને વિશેષ સત્તા આપવામાં આવતી હતી, પરંતુ હવે યુવાનોને તેમના વિકાસ માટે વિશેષ સત્તા આપવામાં આવી છે. તેનાથી હિંસા ઘટી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં પૂર્વોત્તર રાજ્યો, જમ્મુ-કાશ્મીર, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિમાં સુધારો થયો છે.

પોલીસકર્મીઓનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ અમિત શાહ

પોલીસ સંભારણા દિવસ પર, ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ભારત આંતરિક સુરક્ષા, સરહદો પર સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરીને સર્વાંગી વિકાસના તેના લક્ષ્ય તરફ આગળ વધશે. તેમણે કહ્યું, ‘હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે પોલીસકર્મીઓનું બલિદાન વ્યર્થ નહીં જાય, કોઈપણ કિંમતે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરશે.’ આંતરિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરતી વખતે 35,000 પોલીસ જવાનોએ પોતાનો જીવ આપ્યો.

દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છેઃ અમિત શાહ

તેમણે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં, એકલવ્ય શાળાઓમાં રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને તેમની ઇમારતો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. શાહે કહ્યું કે દેશભરમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોના બલિદાનને કારણે જ ભારત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસ સ્મૃતિ દિવસ 10 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં 1959 માં ચીનના આક્રમણનો બદલો લેતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">